ફયુઝો બેકટેરીયમ નીક્રોફોરસ તથા બેકટેરોઈડીઝ નોડોસસ નામના જીવાણુંઓથી આ રોગ થાય છે.
લક્ષણો :- ખરી લાલ થઈ જઈ સુજી જાય, ખરીમાં સડો લાગે અને દુર્ગંધ મારે, જાનવર લંગડાતું ચાલે
નિદાન :- ખાસ કરીને ભેજવાળા વાતાવરણ અને ભીની જમીન હોય તેવા સ્થડળે ચોમાસામાં થાય છે તેમજ ચિહનો પરથી નિદાન થઈ શકે છે.પ્રયોગશાળામાં જીવાણુઓની તપાસ પરથી ચોકકસ નિદાન થઈ શકે છે.
નિયંત્રણ :- બિમાર જાનવરને અલગ રાખવા,દાકતરી સારવાર આપવી,જાનવરોને ભેજવાળી,પોચી જગ્યાનમાં ન રાખવા,પુરતી કસરત આપવી.