Navsari Agricultural University
આ રોગ કલોસ્ટ્રીોડીયમ પરફીન્જાટઈ ટાઈપ ડી થી થાય છે તથા ઘેટાં અને બકરાં બંનેમાં જોવા મળે છે. આંતરડામાંથી જીવાણુનું વિષ શરીરમાં શોષાઈને તાત્કાડલિક મૃત્યુા થાય છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જયારે નવું ઘાસ ઉગી નીકળે તથા ભૂખ્યા જાનવરોથી વધારે ખવાઈ જાય ત્યાસરે વિષાણુઓને વિકાસ અને વૃઘ્ધિત માટે યોગ્યથ વાતાવરણ મળે છે. બચ્ચાંોમાં આવું વાતાવરણ વધારે દૂધ પીવાથી ઉત્‍પન્નભ થાય છે. બચ્ચાંવમાં કોઈપણ ચિન્હોચ બતાવ્યાણ વિના ઉચું મરણ પ્રમાણ સામાન્યૂ છે. રોગનો ગાળો ર થી 1ર કલાકનો જ હોય છે. અસર પામેલ જાનવર ખાવું બંધ કરી સુસ્ત્ થઈ જાય છે તથા લીલા અને બહુ પાતળા નહીં તેવા ઝાડા કરી તાણ જેવાં ચિન્હોથ બતાવીને મૃત્યુયને શરણ થાય છે.

મરણોત્તૂર ચિન્હોછમાં મરણના બે થી ત્રણ કલાકમાં તપાસ કરવામાં આવે તો મૂત્રપિંડ માવાદાર થઈ ગયેલું જણાય છે. રોગના અટકાવ માટે ઘેટાં અને બકરાંઓને વિયાણના એકાદ માસ પહેલાં રોગ વિરોધી રસી આપવી.1પ દિવસ પછી રસીનો બીજો એક ડોઝ આપવો.રાજય સરકાર તરફથી આ રોગ વિરોધી રસી વિના મૂલ્યેપ પ્રાપ્ત છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.