Navsari Agricultural University


ઊંટને જલ્દીથી એક ઝાડ્થી બીજું ઝાડ, એક ઝાડી યા એક જગ્યાએથી બીજા જગ્યાએ ચરવાની આદત સારી છે. જેથી તે કોઈપણ ઝાડને યા જગ્યાએ વધુ પડ્તું ચરાણ કરતું નથી. આનાથી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે છે.ઊંટ ખાસ કરીને લીલું તત્વ જેમાં ભેજની ટ્કાવારી વધુ હોય છે. તે ખાવું પસંદ કરે છે. આથી ઉનાળામાં ખેજડી, પાલા, ફોગ અને ચોમાસામાં કેર અને સીવન તેને પસંદ કરે છે. ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના ગામડામાં સંવર્ધન માટે રખાતા ઊંટોને માત્ર ચરાણ ઉપર રખાય છે. નીચે જણાવેલ વેલા, ઝાડીઓ, છોડવાઓ કે ઝાડના પાંદડા ઉઅપર તેઓ ચરાણ કરાવે છે.

સામાન્ય રીતે કામ કરતા ઊંટોને સવારમાં અને બપોર પછી ચરવા છોડ્વામાં આવે છે અને રાત્રી ના એકાદ વાર દાણ આપી ભૂંસુ આપવામાં આવે છે. ઊટને ઘરે રાખી ખવડાવવામા આવતો હોયતો રોજ ૫૦ ગ્રામ જેટ્લું મીઠું આપવું જરૂરી છે. પરંતુ ઘરે રાખી ખવડાવવું આર્થીક રીતે પોષણક્ષમ નથી તથા માદાં ઊંટ સિવાય સામાન્ય રીતે ઘેર બાંધી ખવડાવવામાં આવતું નથી. ક્રુષી અનુસંધાન પરિષદના ધારધોરણ મુજબ એક પુખ્ત વયના ઊંટને વજન પ્રમાણે ૧૨-૧૭ કિલો સુકૂ તત્વ અને ૫૦૦-૭૦૦ ગ્રામ પ્રોટીન રોજ જોઈએ. સાથે ૫.૫૦૦ કિલો. થી ૭.૫૦૦ કિલો કુલ સુપાચ્ય તત્વો, ૩૦૦-૨૫૦ ગ્રામ કેલ્શીયમ અને ૧૦૦-૧૫૦ ગ્રામ ફોસ્ફરસ પણ જરૂરી છે.

જો ઊંટ/ઊંટ્ડી ને ૬.૮ કલાક કામ કરાવવાનું હોય કે તે ગાભણ અથવા દૂધ આપતું હોય તો તેને ૨૫ ટ્કા વધુ પોષક તત્વો આપવા જોઈએ. માટે શરીરને પૂરતાં તત્વો મળી રહે. બીજા પ્રાણીઓ સાથે જો ઊંટ્ના ખોરાકની પ્રાપ્યતા અને કિંમત સરખાવવામાં આવે તો તે ખૂબ સસ્તો અને સહેલાઈથી મળે એવો છે. ઊંટ કોઈપણ બરછટ ઝાડી, સૂકુ અથવા લીલૂ યા સહેલાઈ થી મળે એવાં ઝાડ પાન ખાઈ પચાવી શકે તેવી ભગવાને ભેટ આપી છે. અમુક ઝેરી છોડ/ વનસ્પતિને બાદ કરતા તે ખારશ વાળી ઝાડીઓ હોય કે કડ્વા ઝાડના પાંદડા અન્ય પ્રાણીઓ ખાતાં નથી તેને ખાઈ શકે છે અને પોષક – તંદુરસ્ત તત્વોની જરૂરીયાત પૂરી કરી શકે છે. જ્યાં જ્યાં રણ છે ત્યાં લગભગ બધી જ ઝાડીઓ, છોડ્વાઓ અને ઝાડ-પાન સરખા જ હોય છે. જેનાથી સ્થાનિક ઊંટ ટેવાઈ ગયા છે. પરંતુ તેમને જો અન્ય સ્થળે જ્યાં સરસ લીલોચારો મળી રહેતો હોય તો ત્યાં અકરાંતિયા બની ખાય છે. જે પેટનો દુ:ખાવો કબજીયાત અથવ પેટનો ભરાવો જેવા પ્રશ્નો ઉભા કરે છે. આથી કોઈપણ ખોરાકમાં ફેરફાર અચાનક ન કરતાં ધીરે ધીરે બદલવો જરૂરી છે.

સંવર્ધન માટે રાખવામાં આવતા ઊંટોને વધારાનો લીલોચારો આપવામાં આવતો નથી, માત્ર ચરાણ ઉપર રાખવામાં આવે છે. રણ વિસ્તાર માં ખારાશવાળી ઝાડીઓ, છોડ્વાઓ અને નિંદામણ ઉપર આખું વર્ષ ચરાણ કરવામાં આવે છે. આવી ઝાડીઓ ચોમાસામાં અને વસંતરૂતુમાં નવેસરથી ફુટી નીકળ્તી હોય છે. (માર્ચ થી ઓક્ટોબર માસ દરમ્યાન) શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ચરાણ અને ચૂટવાનું ઓછું હોય છે. આથી આ ગાળામાં જો ઊંટને ભૂસુ અથવા દાણ આપવામાં ન આવે તો તેનું શરીર નબળું પડી જાય છે અને ખુંધ ઓગળી જાય છે.

સુકૂ ઘાસ: ગામડામાં જયારે અછત/ઉનાળો હોય ઘાસની તંગી હોય ત્યારે ઊંટોને દાણ સાથે સુકૂ ઘાસ ખવડાવવામાં આવે છે. વર્ષારૂતુમાં જ્યારે ઝાડ ઉપરના લીલાં પાન જેવા કે પાલા, ખેજડીના પાંદડા પાડી અથવા ભેગાં કરી, શિયાળામાં સુકવીને અછતના સમયે ખવડાવવામાં આવે છે. જ્યારે કોઈપણ બે કઠોળવર્ગનું ભૂસું મિશ્રણ કરવામાં આવે તો તેને મિશ્ર/મિક્સ ભૂસું કહેવામાં આવે છે. મિશ્ર ભૂંસું લશ્કરના ઊંટોને ખવડાવવામાં આવે છે. મઠના ભૂસાને ઊંટ્પાલકો વધુ પસંદ કરે છે. દાણાવાળા પાકોના દાણા લીધા બાદના ચારાને પણ ઊંટ પાલકો ખવડાવે છે. આવા સૂકાચારાને નાના કટકા કરી, સૂકા પાંદડા સાથે મિશ્રણ કરી ઉનાળામાં ખવડાવવામાં આવે છે. આવા ચારા/કડબ ખાસ કરીને ચોમાસામાં થતા જેમકે બાજરી અને જૂવારનો ચારો/કડબ હોય છે. સીવન ઘાસને કટકા કરી ને આવા ચારા સાથે મિશ્ર કરી ખવરાવી શકય છે. મઠનું ભૂસું, ચણાનું ભૂસું, લીલા ચણાનું ભૂસું, ગુવારનું ભૂસું- આપેલ નંબર પ્રમાણે ઊંટને ચરાવવામાં આવે છે. કઠોળ વર્ગના ભૂસાને બાજરી કે જુવારની ચાર સાથે મિશ્રણ કરે ખવડાવાય તો સારૂ પરિણામ મળશે. આનાથી પ્રોટીનની ટકાવારી વધી પોષકતામાં વધારો થાય છે. ભૂંસાની સાથે ખેજડી કે પાલાના પાંદડા મિશ્ર કરવામાં આવે તો ઊંટને વધુ ભાવે છે અને ચારાની પોષકતામાં વધારો કરી શકાય છે. ખેજરી કે પાલાના પાંદડામાં પ્રોટીન, ખનીજતત્વો અને પ્રજીવક ‘એ’ નું પ્રમાણ સારૂ એવું હોય છે. ટેકરી/પર્વતમાળા વિસ્તારમાં મકાઈની કડબ સામાન્ય રીતે વધુ વપરાય છે. ઊંટ માટે દાણનું પ્રમાણ: એકાદ ઊંટ રાખતાં સામાન્ય આર્થિક સ્થિતિવાળા જેઓ ઊંટપાલકો દાણ ખવડાવતા નથી. પરંતુ ઊંટ બિમારથી નબળો પડ્યો હોય ત્યરે દાણ ખવડાવે છે. આમા6 તેઓ બજરીનો લોટ કે જવનો લોટ અને ગોળની રસી થોડા દિવસ માટે આપે છે. ઊંટને ધંધાકીય કે/ઉપયોગ કરતાં લોકો ઊંટની શારીરીક સ્થિતિ અને કામની શકિત જાળવવા દાણ ખવડાવતાં હોય છે. જેમાં ૦.૫ થી ૧.૦ કિલોમઠ કે બાજરી કે જવનો લોટ અને ૨૫૦-૫૦૦ ગ્રામ ગોળ્નું મિશ્રણ રોજ સવારે આપતાં હોય છે. શરીર સુધારવા માટે શિયાળામાં સરસીયાનું કે તલનુ તેલ ૨૫૦ ગ્રામ ૧૫-૨૫ દિવસ સુધી નિયમિત પાતાં હોય છે.

અમુક ઊંટપાલકો ઘઉં કે બાજરીના દાણા આખે આખા ખવડાવતાં હોય છે. જેના લીધે તે પાચન થયા વિના મળ દ્વારા નીકળી જતાં હોય છે. આમ ન કરતાં તેને ભરડીને આટો કરાવીને આપવું સારો અથવા તો ૧૦૨ કલાક સુધી પાણીમાં પલાળીને આપવા જોઈએ. આવો ખોરક આપતાં પહેલાં ઊંટને ધીરેધીરે ટેવ પાડ્વી જોઈએ. અમુક ઊંટપાલકો તેલની જગ્યાએ તેલનો ખોળ ખવડાવતાં હોય છે. આનાથી પ્રોટીનની ટકાવારીની સાથે ચરબીનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. ૦.૫-૧.૦ કિલો તલના ખોળની સાથે બીજુ દાણ અને ગોળ આપવો. જ્યાં કપાસનું વાવેતર હોય તેવી જ્ગ્યાએ કપાસનું બી સસ્તુ હોય છે. તેને ભરડીને, પાણીમાં પલાળી રાખીને યા ઉકાળીને આપવું જોઈએ. ૦.૫-૧.૦ કિલો જેટલા કપાસના બીની સાથે બીજું દાણ (મઠ/મગ/ચણા) આપવું. આવા બનાવેલ મિશ્રણને ખવડાવવાના ૬ કલાક પહેલાં અથવા તો ઉકાળીને આપવું જોઈએ. લાંબા રણની યા કોઈપણ પ્રકારની મુસાફરીમાં સાંજે ઊંટને ૧ થી ૧/૨ કિલો ગોળ, ૨૫ ગ્રામ ગુલબી એલમના મિશ્રણને ૩-૪ લીટર પાણીમાં મિશ્ર કરી આપવું. ગોળ દિવસ દરમ્યાન વપરાયેલી શક્તિ પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. જ્યારે એલમમાં બાંધવાની ક્ષમતા (astringent action) હોવાથી ગોળની રેચક અસરને (laxative action)ને નાબૂદ કરી શકે છે. જૂના જમાનામાં લાંબી મુસાફરી પછી દેશી ઘી આપવામાં આવતું હાલમાં વેટીબેલ ઘી આપવામાં આવે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.