વર્ષના મોટાભાગ દરમ્યા ન ઊંટિયાની જાતિય વૃતિ સુષુષ્તખ રહે છે. સાંઢ જયારે છ વર્ષનો થાય ત્યાોરે માગરશથી ફાગળ માસ સુધીના ગાળામાં કામોત્તે જના બતાવે છે. આવા ઊંટિયાને તેની છ વર્ષની ઉંમર બાદ સંવર્ધન માટે વાપરવાની શરૂઆત કરવામાં આવે છે. આશરે આઠ વર્ષની ઉંમરે આવા ઊંટિયાને સાંઢને એક વર્ષે સરેરાશ પ0-60 સાંઢણીને ફેળવવા માટે વાપરી શકાય છે.
ઊંટડી સરેરાશ 3 વર્ષની વય બાદ ઋતુમાં આવે છે. પણ તેમને ફેળવવી કે નહી તે સ્થાાનિક પરિસ્થિરતિ અનુસાર નકકી કરવામાં આવે છે. દા.ત. ઊંટડીને સગર્ભા દરમ્યાાન અને વિયાણ બાદ જરૂરી ખોરાકની પ્રાપ્તિ નું પ્રમાણ, તેની પાસેથી લેવાનું કામ વગેરે. ગુજરાતના ઘણા વિસ્તારરોમાં શિયાળાની ઋતુમાં ઊંટનું સંવર્ધન કરવામાં આવે છે.
ઊટડીનો ગર્ભકાળ સરેરાશ 370 થી 390 દિવસનો છે. ઊંટડી સામાન્યત રીતે એક વખતે એક જ બચ્ચું જણે છે. ઊંટડીની દુધ ઉત્પાપદન શકિત અદ્રભુત હોય છે. એવું નોંધાયેલ છે કે ઊંટડીની તેના દુધાળ ગાળાના સમયમાં આશરે ર800 કિ.ગ્રા. દુધ આપે છે. ઊંટનું બચ્ચુંા લગભગ 1પ માસની વય સુધી ધાવે છે. જો કે બચ્ચું ચાર થી છ અઠવાડીયાની વયથી ખોરાક લેતાં શીખી જાય છે. ઊંટડીંના બે વિયાણ વચ્ચેછનો ગાળો બે વર્ષનો હોય છે.