ઊંટ જરૂર પડે ત્યાચરે ગમે તેટલી મુશ્કેરલીઓ સહન કરી શકે છે, પરંતુ તેની પાસેથી કામ લેવા માટે સખત તાપ, વરસાદ, ઠંડી વિગેરેથી રક્ષણ કરી તેનું સ્વા સ્થેય જાળવવા માટે તેને છાપરૂં, ભોંયતળીયાથી પુરતી જગ્યાર, ખોરાક ખાવાની ગમાણ અને સ્વાેસ્થ યપ્રદ વાતાવરણ પુરાં પાડવા જરૂરી છે. જે જગ્યાભએ ઊંટનું રહેઠાણ બાંધવામાં આવે તે જગ્યાો આજુબાજુની જગ્યા કરતાં થોડી ઉંચી હોવી જરૂરી છે. જેથી વરસાદનું પાણી રહેઠાણમાં અને તેની આવાસ ભરાઈ ન રહે. ઊંટ બાંધવાની જગ્યાૂના ભોંયતળિયાનો ભાગ પૂંછડા તરફ આશરે 1.80 ના દરના ઢાળવાળો હોવો જોઈએ. અને આ ભાગને ગટર જોડે જોડાણ આપેલું હોવું જોઈએ. બાંધવાની જગ્યાાના આગળના ભાગમાં, દરેક ઊંટની સામે જમીનથી આશરે 1.06 મીટર ઉંચી પાકી ઈંટોથી ચણેલી ગમાણ હોવી જોઈએ. બે બાંધેલા ઊંટની વચ્ચેટ 1.8 થી ર.0 મીટર અંતર રાખવામાં આવે છે.
ઊંટના રહેઠાણની ત્રણ બાજુએ કાચી ઇંટોની કે માટીની દિવાલ રાખવામાં આવે છે. આ દિવાલની ઉંચાઈ આશરે 3.6 મીટર રાખવામાં આવે છે. છા5રાના મોભારાની ઉંચાઈ 7.6 મીટર હોય છે. અને તેના છાજ - નેવાં જમીનથી ઉંચાઈ આશરે 4.5 મીટર હોય છે.