કાપણી કરતાં પહેલાં એક અઠવાડિયા અગાઉ પાણી નિતારી નાંખવું. ડાંગરનું ખેતર સુકાય જાય અને તેમા ચાલવાથી પગ ખુપે નહી ત્યારે હાથથી અથવા હાર્વેસ્ટર મશીનથી કાપણી કરવી. કાપણી બાદ ડાંગરને ૩ થી ૪ દિવસ સુકવવો. આમ કરવાથી મીલીંગ વખતે આખા ચોખાનુ પ્રમાણનો વધારે મળે છે. ડાંગરની કાપની જમીનની નજીકથી કરવી. કાપણી સમયે પુળા સુકાવા દઈ ગંથી કરી દેવા અથવા તરત જ ઝૂડી લેવા. જો પૂળા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે. કાપણી સમયે સુકવવાની રીત તથા સંગ્રહ કરવાની રીત ઉપર ડાંગરના મીલીંગ વખતે આખા અને ભાંગેલા ચોખાના પ્રમાણનો આધાર રહેલો છે.
ડાંગરની કાપણી દાતરડા વડે હાથથી, કાપણી મશીનથે અથવા તો કમ્બાઈન હાર્વેસ્ટરથી કરવી.