NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  પરબોઈલ્ડ રાઈસ

ડાંગરને અધકચરી બાફવાની પ્રક્રિયાને પરબોઈલીંગ કહે છે. ડાંગરનુ પરબોઈલીંગ કરવાથી દાંગરમાં રહેલા સ્ટાર્ચનુ જીલેટીનમાં રૂપાંતર થવાથી ચોખાનાં દાંણા સુકાતાં સખત બને છે. જેને લીધે ડાંગરનુ પિલાણ દરમિયાન ચોખાનાં દાંણા ઓછા તુટતા હોવાથી મિલીંગ રીકવરી (આખા દાંણાનુ પ્રમાણ) વધુ મલે છે. આ  ઉપરાંત ચોખાની પૌષ્ટિકતામાં વધારો થાય છે અને ચ્લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.

ડાંગરને પરબોઈલીંગ કરવા માટે સૌપ્રથમ તેને પાણીમાં પલાળવામાં આવે છે. જ્યારે ડાંગરનાં દાંણા પોચા થાય ડાંગરને પાણીમાંથે બહાર કાઢી પાણી નિતારી નાખવામાં આવે છે. નિતારેલી ડાંગરને પાણીની વરાળથી અધકચરી બાફી સુકવવામાં આવે છે. સુકાયેલી ડાંગરનું પિલાણ કરવાથી પરબોઈલ્ડ રાઈસ મળે છે.

 

                                              Image result for parboiling of rice