ડાંગરમાંથી પૌંઆ બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે પૌંઆ બનાવવા માટે સૌપ્રથમ ડાંગરને ૧૦ થી ૧૨ કલાક પલાળવામાં આવે છે. ત્યારબાદ પલાળેલી ડાંગરને બહાર કાઢી ૧ થી ૨ કલાક સુકવવામાં આવે છે જેથી ડાંગરમાં રહેલુ પાણી નિતરી જાય અને ડાંગર ઠંડી થાય છે. ત્યારબાદ, ત્યારે ગરમ કરી ફલેક મશીન વડે ચપટા બનાવવામાં આવે છે. જેને પૌંઆ કહે છે.
વ્યાપારી ધોરણે પૌંઆ અર્ધબાફેલા ચોખામાંથી બનાવાય છે. જેમાં ડાંગરને ર થી ૩ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે જેથી દાણા નરમ થાય. ત્યાર બાદ ઉકાળેલા પાણીમાં થોડી મીનીટ રાખી વધારાનું પાણી નીતારવામાં આવે છે. આવી ડાંગરને સાંકળી માટી,રેતી કે લોખંડની નળીમાં જયાં સુધી તેના ફોતરા ન નીકળે ત્યાં સુધી ખાંડવામાં આવે છે. આવી નળીમાં લાકડાની લુગદી નાંખેલી હોય છે. જે દાણાને ચપ્પટ બનાવી તેના ફોતરા દુર કરે છે. આ ફોતરાને પંખાના પવનથી દુર કરવામાં આવે છે. આખરે સફેદ કાગળ જેવા હલકાં પૌંઆ બને છે.