ખેડૂતોએ પોતાના ખેતરમાં થયેલા ઉત્પાદનો બીજ તરીકે ઉપયોગ કરવાનો આગ્રહ ન રાખતા, સારી ગુણવત્તાવાળું વિશ્વાસુ બિયારણ ખરીદવું. શુધ્ધ અને ગુણવત્તાવાળું બિયારણ, વિશ્વાસપાત્ર સંસ્થા પાસેથી જ ખરીદવું. લેભાગું કંપની, વેપારીઓ, ડીલરો કે અજાણ્યા ઈસમ પાસેથી ખરીદવું નહી. ડાંગરનું બિયારણ વેચાણ કરતી નીચેની કોઈ પણ સંસ્થા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો.
(૧) રાષ્ટ્રીય અથવા રાજ્ય બીજ નિગમ
(૨) ડાંગર સંશોધન કેન્દ્રો / કૃષિ યુનિવર્સિટીઓ
(૩) કૃષિ વિજ્ઞાન કેન્દ્રો
(૪) જિલ્લા, તાલુકા ખરીદ – વેચાણ સંઘો
(૫) ખેડૂત સહકારી મંડળીઓ
(૬) કૃષિ અને ગ્રામ વિકાસ માટે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓ
(૭) રાષ્ટ્રીય અથવા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ
(૮) કેન્દ્ર અથવા રાજ્ય સરકારના જાહેર સાહસો જેવા કે ગુજરાત કૃષિ ઉધોગ નિગમ વગેરે
(૯) એગ્રો સર્વિસ સેન્ટર, એગ્રી ક્લિનિક જેવી સરકાર અથવા અર્ધ સરકારી/સરકારી સાહસો ધ્વારા માન્ય ડીલર્સ