ધરૂવાડિયામાં નિંદણ નિયંત્રણ માટે બે વાર હાથથી નિન્દામણ કરવુ. નિન્દણનો ઉપદ્રવ વધુ હોય તો બીજની વાવણીના બીજા દિવસે ૧૦ ગુંઠા જમીનમાં ર૦૦ મીલી સક્રીયતત્વ બુટાકલોર અથવા બેન્થીઓકાર્બ અથવા ૧૦૦ થી ૧પ૦ મી.લી. પેન્ડીમીથેલીન સક્રીયતત્વ પ્રમાણે લઈ પ૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.