NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરનો ધરુ ઉછેર માટે જમીનનો વિસ્તાર

 ડાંગરના ધરૂવાડિયું તૈયાર કરતા સમયે દરેક ખેડૂતોને એક પ્રશ્ન હોય છે. કેટલા વિસ્તારમાં ડાંગરનું ધરૂવાડીયુ બનાવવું અને તેમાં કેટલું બિયારણ વાવવું? સામાન્ય રીતે ખેડૂતો ધરૂવાડીઓની જમીન વિસ્તારનું માપ કરતા નથી. માત્ર અંદાજ અને અનુભવથી ધરૂવાડીયાનો વિસ્તાર નકકી કરે છે. આમ કરવાથી ઘણી વખત એવું બને છે કે બીજના પ્રમાણ ધરૂવાડિયાના વિસ્તાર વધુ અથવા ઓછો હોય છે.જેને લીધે ધરૂ વધુ પાંખુ / આછું અથવા તો ઘાટુ પડે છે. જો ધરૂ પાંખુ / આછું હોય તો ધરૂ ઉછેર માટે વધુ પાણી અને ખાતરની જરૂર પડે છે. ઉપરાંત ધરૂવાડિયાની જમીન ખુલ્લી રહેવાથી નિંદણનો ઉગાવો થાય પણ થાય છે. જેને લીધે ખેતી ખર્ચમાં વધારો થાય છે. જો ધરૂ ઘાટું હોય તો ચિપાદાર અને તન્દુરસ્ત ધરૂ તૈયાર થતું નથી. આથી ધરૂવાડિયું તૈયાર કરતા પહેલા તમારે કેટલા વિસ્તારમાં ડાંગરનું રોપાણી કરવાનું છે તેને ધ્યાને રાખી રોપાણ ડાંગર વિસ્તારના ૧૦% એટલે કે, રોપણ વિસ્તારના ૧૦ માં ભાગના વિસ્તારમાં ધરૂવાડિયું નાખવું.વિસ્તારમાં ધરૂવાડિયું તૈયાર કરવું. દા.ત. જો ૧ એકર (૪૦ ગુંઠા) ડાંગરનું રોપાણ કરવાનું હોય તો ૪ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડિયુ તૈયાર કરવું.>આ પધ્ધતિથી ડાંગરની ખેતી કરવાથી સમય, મજૂરી ઉપરાંત પાણીનો ર૦ ટકા જેટલો બચાવ થાય છે.