NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

રાતડો (Red Rot)

રાતડોએ શેરડીનો મહત્વનો રોગ છે, જેના કારણે ભારત દેશમાં શેરડીની ઘણી લોકપ્રિય જાતો નાબુદ થઇ હતી. આ રોગ કોલીટ્રોટીકમ ફાલ્કેટમ નામની ફુગથી થાય છે. રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગ ભારતમાં સૌપ્રથમ ૧૮૯૫ થી ૧૮૯૯ દરમ્યાન પૂર્વ ભારતના ગોદાવરી નદી કિનારાના વિસ્તારમાં જોવા મળેલ હતો. ગુજરાત રાજ્યમાં રાતડો સૌપ્રથમ ૧૯૮૬માં શેરડીની જાત સીઓ.સી. ૬૭૧માં જોવા મળેલ જેના કારણે ગુજરાત રાજ્યના ખેડૂતો અને સુગર ફેક્ટરીઓને વ્યાપક નુકશાન થયુ હતુ.