સુકારો શેરડીનો બીજો મહત્વનો રોગ છે. ભારત દેશમાં સૌપ્રથમ આ રોગ ઇ.સ. ૧૯૧૩માં નોંધાયો હતો. આ રોગ ફ્યુઝેરીયમ મોનીલીફોર્મી નામની ફુગથી થાય છે. રોગનો ચેપ બિયારણ અને જમીન મારફતે ફેલાય છે. જમીનમાં રોગનો ચેપ બે વર્ષ કરતા પણ વધુ સમય જીવંત રહે છે. ગુજરાત રાજ્યમાં આ રોગ સૌપ્રથમ ઇ.સ. ૧૯૮૫માં ૧૮ થી ૨૦ % વિસ્તારમાં જોવા મળેલ હતો.