Navsari Agricultural University


ગ્લેડીયોલસ ઈરીડેસી કુળનો કંદથી થતો છોડ છે. ગ્લેડીયોલસની લગભગ ર૦૦ જાતિઓ છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશમાં વાવેતર કરવામાં આવે છે. લાંબી દાંડી, રંગોની વિવિધતા તથા ઘણા દિવસ સુધી તાજા રહેતા કટફલાવર તરીકે ગ્લેડીયોલસના ફૂલ ઘણા જ પ્રખ્યાત છે, આથી જ હોટેલો, ઓફિસો, બંગલાઓમાં રોજીંદા ફૂલદાનીની સજાવટમાં તેમજ પાર્ટીઓમાં ફૂલદાનીની સજાવટ, કલગી તેમજ ગુલદસ્તા તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. સામાન્ય રીતે તેના પાન તલવાર જેવા હોવાથી અંગ્રેજીમાં તેને સ્વોર્ડ લીલી પણ કહે છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.