ફળદ્વુપ અને સારા નિતારવાળી ગોરાડુ જેનો પી.એચ. આંક ૬ થી ૭ હોય તેવી જમીન ખૂબ જ માફક આવે છે. પરંતુ કાળી જમીનમાં ગાદી કયારા કે નીકપાળા બનાવી વાવણી કરી શકાય છે. કાળી જમીનમાં પાણીના નિતાર માટેની વ્યવસ્થા માટે ગાદી કયારા ઉપર રોપણી કરી પણ ગ્લેડીયોલસની ખેતી કરી શકાય છે.
ગ્લેડીયોલસના પાકના વિકાસ માટે મધ્યમસરની ઠંડકવાળી આબોહવા અને ખુલ્લો સૂર્યપ્રકાશ ખૂબ માફક આવે છે. દિવસ દરમ્યાન ૧૮ થી રપ ડિગ્રી સે. તાપમાને છોડનો મહત્તમ વિકાસ થાય છે જયારે રાત્રિનું તાપમાન ૧૬ ડિગ્રી સે. થી નીચું ન હોવું જોઈએ.