ગ્લેડીયોલસના મૂળ છીછરા હોવાથી ઊંડી ખેડ કરવી હિતાવહ નથી પણ વખતો વખત નીંદામણ કાઢી જમીન નીંદણ મુકત રાખવી આવશ્યક છે. ગ્લેડીયોલસના પાકમાં ભારે ખાતર તથા પિયતની જરૂરિયાત હોવાથી નીંદણનો ભારે ઉગાવો રહે છે. પિયત બાદ નીંદામણ તથા હાથ કરબડીથી હળવી ખેડ કરવાથી જમીન પોચી બને છે અને નીંદામણનો નાશ થાય છે.