ગ્લેડિયોલસમાં મોટા ફૂલોવાળી અને નાના ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. તેની વ્યાપારી ધોરણે વાવેતર કરવામાં આવતી મોટાભાગની જાતો સેન્સેરે, યુરોવિઝન, ઓસ્કાર, ફ્રેન્ડશિપ, હંટિંગ સોંગ, સહર જાદા, એન્ગીલ, નોવાલક્ષા, એપલ બ્લોઝમ, રોઝ સ્પાયર, રોઝ સુપિ્રમ, બ્લ્યુ સ્કાય, જેસ્ટર, અમેરિકન બ્યુટી, હર મજેસ્ટી, પંજાબ ડોન, ગુંજન, શગુન, સીટાસીનસ હાઈબ્રીડ, પિ્રસીલા, વાઈન એન્ડ રોઝ, સ્પીક એન્ડ સ્પાન, પીટર પીઅર્સ, ગ્રીનસ્ટાર, મેલોડી, સાલવીયા વગેરે જાતો છે.
રંગ પ્રમાણે જાતોનું વર્ગીકરણ:
•લાલ: યુરો વિઝન, શહરજાદા, સીટાસીનસ હાઈબ્રીડ, ઓસ્કાર, હંટિંગ સોંગ, સાન્સ સોસી, ફાતિમા, રેડીચ, મ્યુજીક મેન. યુરો વિઝન, શહરજાદા.
•ગુલાબી: અમેરિકન બ્યુટી, ફ્રેન્ડશીપ, રોઝ સુપિ્રમ, રોઝ સ્પાયર, મીસ સાલેમ, પિ્રક ફોર્મલ, પિંક ચીયર, પિન્ક પ્રોસ્પેકટર, સ્પીક એન્ડ સ્પાન, સ્પ્રીંગ સોંગ.
•ઓરેન્જ (નારંગી): ઓટમ ગ્લો, કોરલ સીઝ, ફીસ્ટા, જીપ્સી ડાન્સર, ઓરેન્જ બ્યુટી, ગુંજન, શગુન.
•વાદળી ભૂરો: એનિવર્સરી, બર્ગન્ડી બ્લ્યુ, ડોન મિસ્ટ, એલિગન્સ પર્પલ જાયન્ટ, પર્પલ મોથ, શાલીમાર, બ્લ્યુ બર્ડ, ચાયના બ્લ્યુ, ટ્રોપિક સી, હર મજેસ્ટી, ફૂલે નિલરેખા.
•પીળો: ઓરોરા, બ્રાઈટ સાઈડ, વીન્કલ ગ્લોરી, ફોલ્ક સોંગ, ગોલ્ડન હાર્વેસ્ટ, મોર્નિગ સન, ગોલ્ડન પિચ, રોયલ ગોલ્ડ.
•સફેદ: સેન્સેરે, કોટન બ્લોઝમ, ડ્રીમ ગર્લ, ઈન્સ્ટર્ન સ્ટાર, સુપર સ્ટાર, વ્હાઈટ ફ્રેન્ડશીપ, વ્હાઈટ વન્ડર, વ્હાઈટ ઈન્ચાન્ટ્રેસ, સ્નો પ્રિંસેસ, સ્નો ડસ્ટ, સ્નો ડ્રોપ.
•લીલી: ગ્રીન બર્ડ, ગ્રીન જાયન્ટ, ગ્રીન વૂડ પેકર, ગ્રીન વિલો, ગ્રીનસ્ટાર.
•અમુક સુંગધી જાતોનો વિકાસ થયેલ છે જેમાં એસીડેન્થેરા બાયકલર જાતિ સુગંધીત છે.
ભારતમાં આઈ.આઈ.એચ.આર., બેંગ્લોર તરફથી નજરાના, અપ્સરા, સપના, આરતી, પૂનમ, મીરા અને શોભા એમ સાત જાતો બહાર પાડેલ છે તેમજ બ્યુટી સ્પોટ, ચેરી બ્લોઝમ, ફ્રેન્ડશિપ, જોવેગનર, મેલોડી, સ્નો પિ્રન્સેસ, વોટરમેલોન પિંક અને વાઈલ્ડ રોઝ જેવી જાતો કટફલાવર અને ગાર્ડન ડીસ્પ્લે માટે પસંદગી પામેલ છે.સીમલા કેન્દ્ર પરથી ૩૧ જેટલી જાતો શોધાઈ છે તેમજ છ મિનિએચર જાતો કેનબેરા, જોલીમેકર, મસોબ્રા બટરફલાય, સીસ્ટેસીનસ હાઈબ્રિડ અને રેડ કેના જાતો પણ બહાર પડેલ છે.
•આઈ. એ. આર. આઈ., નવી દિલ્હી ખાતે વિકસિત થયેલી જાતો: અગ્નિરેખા, મયુર, સુચિત્રા વગેરે.
•એન.બી.આર.આઈ., લખનૌ ખાતે વિકસિત થયેલી જાતો મનમોહન, મુકતા, મનિષા, મનહર અને મોહિની.