જાતની પસંદગી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા:
૧: વધુ ઉત્પાદન આપતી જાતો ઉગાડવી જોઈએ.
ર: ફૂલની વધુ ટકાઉ શકિત ધરાવતી જાતો.
૩: ફૂલ વધુ પાણી સંગ્રહી શકતાં હોય.
૪: કાંટા વગરની જાતો કે જેની સરળતાથી માવજત કરી શકાય.
પ: સારા રંગ ધરાવતી જાતોમાં લાલ રંગ ખૂબ જાણીતો છે. પરંતુ ગુલાબી, નારંગી, દ્ઘિરંગી કે જેનો રંગ ઉડી જતો ન હોય તેવી જાતો પણ પ્રચલિત છે.
૬: મધ્યમ સુગંધિત.
૭: રોગ જીવાત અને અન્ય ભૌતિક માવજતો કે કાપણી કે ટ્રાન્સપોર્ટમાં બગડતી ન હોય તેવી જાતો.
ગ્રીનહાઉસમાં ઉગાડાતા ગુલાબના ફુલોના પ્રકાર અને તેમની વિવિધ જાતો:
ગુલાબનાં પાંચ વિવિધ પ્રકાર છે.
૧. લાંબી દાંડી વાળા ગુલાબ:હાઈબ્રીડ-ટી મોટા કદના ફૂલો વાળા
ર. મધ્યમ લંબાઈની દાંડી વાળા ગુલાબ: ફલોરીબંડા, મધ્યમ કદના ફૂલો
૩. ટુંકી દાંડીવાળા ફૂલો: નાનાં ફૂલો, સ્વીટ હાર્ટ ગુલાબ
૪. સ્પે્ર ગુલાબ: સ્પ્રે ફલોરીબંડા
પ. મિનિએચર ગુલાબ: છોડનું કદ નાનું અને નાના ફૂલોવાળા સ્વીટ હાર્ટ ગુલાબ
૧. લાંબી દાંડી વાળા ગુલાબ (હાઈબ્રીડ-ટી) :
સામાન્ય રીતે આ ફૂલોની દાંડી પ૦-૧ર૦ સે.મી. લાંબી હોય છે. તેમનું ઉત્પાદન ૧૦૦ થી ૧પ૦ ફૂલ/ ચો.મી./વર્ષ હોય છે. રોપણી બાદ ૪૦-૬૦ દિવસ પછી ફૂલોની કાપણી કરવામાં આવે છે. આ ફૂલોની ખૂબ કાળજી લેવી પડે છે. આ ફૂલોની વાઝલાઈફ (જીવન) ફલોરીબંડા ફૂલો કરતા ટૂંકુ હોય છે.
ર. મધ્યમ લંબાઈની દાંડી વાળા ગુલાબ(ફલોરીબંડા):
સામાન્ય રીતે હોલેન્ડમાં આ ફૂલોની દાંડીની લંબાઈ પ૦-૭૦ સે.મી. રાખવામાં આવે છે. આ ફૂલોનું ઉત્પાદન ર૦૦ ફૂલ/ચો.મી./વર્ષ મળે છે. અહી ફૂલની સાઈઝ મોટી હોય છે. આ ફૂલો કેન્યામાં ખૂબજ ઉગાડવામાં આવે છે.
૩. ટૂંકી દાંડી વાળા ફૂલો(સ્વીટ હાર્ટ):
બજારમાં આ ફૂલોની દાંડીની લંબાઈ ૩૦-૭૦ સે.મી. સુધીની જોવા મળે છે. આ ફૂલોનું ઉત્પાદન રપ૦-૩પ૦ ફૂલ/ ચો.મી./વર્ષ મળે છે. આ પ્રકારના ફૂલોની કાપણી માટે ખૂબ સમય જાય છે.
૪. સ્પ્રે પ્રકારના ગુલાબ:
આ પ્રકારના ગુલાબમાં એક દાંડી પર ઝૂંમખામાં ફૂલો આવે છે. સામાન્ય રીતે આ ફૂલોનું ઉત્પાદન ઓછું હોય છે. અને દાંડીનું વજન વધુ હોય છે. જેથી વિમાન દ્વારા બીજા દેશોમાં મોકલવવાનો ખર્ચ મોંઘો પડે છે.
પ. મિનીએચર પ્રકારના ગુલાબ:
આ પ્રકારના ફૂલની દાંડીની લંબાઈ ર૦-પ૦ સે.મી. ની હોય છે. આ ગુલાબની સાઈઝ અન્ય ગુલાબ કરતા ઘણી નાની હોય છે. એટલે કે ખૂબ જ નાના ફૂલો હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના ગુલાબ કુંડામાં રોપવા માટે પ્રખ્યાત થયા છે. આ પ્રકારના ફૂલોનું ઉત્પાદન પ૦૦ ફૂલો/ ચો.મી/ વર્ષ મળે છે. પરંતુ આ ફૂલોની કાપણીમાં ખૂબજ સમય જાય છે.
ભારતીય ગ્રીનહાઉસમાં ઉગાડાતી લાંબી દાંડીવાળા (હાઈબ્રીડ ટી) ગુલાબની જાતો:
ફુલનો રંગ જાતો
લાલ: ટોપ સીક્રેટ, સમુરાઈ, પેશન, લવલી રેડ, ફસ્ર્ટ રેડ, ગ્રાન્ડ ગાલા
સફેદ: એવેલાન્ચ, ટિનકે, મસાઈ
ગુલાબી: પોઈઝન, પ્રેટી ગલૅ, નોબલેસ, શાકીરા, વિવાલ્ડી
ઓરેન્જ :નારંગા, કેન્ડીડ પ્રોફાઈટા
પીળો: ગોલ્ડ સ્ટ્રાઈક, પેપીલોન, યલો યુનિક, અલસ્મીર ગોલ્ડ, કોનફેટ્ટી, યલો સકસેસ