Navsari Agricultural University
સામાન્ય રીતે તંદુરસ્ત અને રોગમુકત આંખ કલમવાળા રોપાનો ઉપયોગ કરવામાં આવે છે. રોપણી માટે નાના છોડ એપ્રિલ- મે માસ અને મોટા છોડ ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વાવવા, જેથી પહેલું કટીંગ ક્રિસમસ અને ત્યારબાદ બીજુ કટીંગ વેલેન્ટાઈનના દિવસ દરમ્યાન મળી રહે. ૬-૧૮ માસના નાના છોડ રોપવા લાયક ગણાય છે. છોડના મૂળ જમીનમાં બરોબર બેસી જાય એટલા માપનો ખાડો કરવો અને છોડ રોપ્યા બાદ ફરતે બરોબર જમીન દબાવી પિયત આપવું. છોડ રોપતી વખતે છોડ પરનો આંખ કલમવાળો ભાગ જમીનથી ઉપર રહે તે રીતે રોપણી કરવી.રપ-૩૦ સે.મી. ના ગાદી કયારા બનાવી વાવણી કરવી. કયારાની લંબાઈ ગ્રીનહાઉસના માપ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ૯૦ સેમી. પહોળા અને ૩૦-૪૦ મીટર લાંબા કયારા બનાવી શકાય. છોડની બે હાર વચ્ચે ૧૪ થી ૧૮ સે.મી. અંતર રાખવું. સામાન્ય રીતે ગ્રીનહાઉસમાં ગુલાબમાં છોડની ગીચતા ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ છોડ પ્રતિ હેકટર રહે તે પ્રમાણે રાખવામાં આવે છે.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.