જમીનનું પૃથ્થકરણ કર્યા બાદ ખાતરની જરૂરિયાત નકકી કરવી. કોઈપણ પોષક તત્વોની ઉણપ છોડના વિકાસ પર અસર કરે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ(ચૂનો) તત્વો જમીનનું પૃથ્થકરણ કર્યા બાદ આપવા. શરૂઆતમાં ખાતર એક સરખું, સૂકી જમીનને ગોડ કરી ઉપરની ૩૦ સે.મી. જમીનમાં ભેળવવું. છોડ જમીનમાં સ્થિર થયા બાદ ખાતર પિયત સાથે આપવું.