પાનનો કરમોડીશરૂઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના દ્યાટા અથવા આછા બદામી ટપકાં જોવા મળે છે. જે મોટાં થતાં આંખ (ત્રાક) આકારના બન્ને બાજુ અણીવાળા, ૧ સે.મી. લંબાઈના અને તપખિરીયા રંગના અને વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવાં ટપકાં જોવા થાય છે. જેથી પાન ચીમળાઈને સુકાય જાય છે. છોડનો વિકાસ અટકે છે.
ગાંઠનો કરમોડીગાંઠના થડની નીચેની ગાંઠો રોગના આક્રમણથી સડીને ભૂખરા રંગની થાય છે. છોડને ઉપરથી પકડીને ખેંચતાં ગાંઠમાંથી સહેલાઈથી ભાંગીને તૂટી જાય છે. કંટીમાં દાણા ભરાતાં છોડના વજનથી ગાંઠમાંથી ભાંગી પડે છે. જેથી જમીન પર પડતાં દાણામાં નુકસાન થાય છે.
કંટીનો કરમોડીછોડની કંટીનો પહેલા સાંધાનો ભાગ ફૂગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગના થઈ જાય છે. તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થાય છે. જેથી દાણાને પોષ્ણ મળતું નથી. કેટલીક વાર રોગ ગ્રાહય જાતોમાં આ રોગથી ૯૦% સુધીનું નુકસાન નોંધાયેલ છે.
નિયંત્રણ:
------
૧. ધરુ નાખતાં પહેલાં બીજને ૧ કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો પટ આપવો.
ર. ધરુવાડીયામાં રોગ દેખાય કે તરતજ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયકલાઝોલ ૭પ% વે.પા. અથવા૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ૦% ભીંજક દાણાદાર દવા/ વે.પા. અથવા ૧૦ ગ્રામ થાયોફેનેટ મિથાઈલ ૭૦% વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીફેનફોસ પ૦% ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી હેકટરે ૪૦૦ થી પ૦૦ લિટર મુજબ છંટકાવ કરવો.
૩. રોપાણ ડાંગરમાં જીવ પડવાના સમયે કે ગાભા/ડોડા વખતે અને કંટી નીકળવાના સમયે એમ બે વખત આગળ જણાવેલ દવાઓ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો. પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવા નહી.
૪. રોગપ્રતિકારક જાતો જેવી કે આઈ.આર. ર૮, જી.આર. ૭, રત્ના, નવાગામ-૧૯, જી.આર.૧૦૧, જી.આર. ૧૦ર, જી.આર.૧૦૪, જી.આર.૧ર, નર્મદા, જી.આર. ૬ અને આઈ. આર. ૩૬ નું વાવેતર કરવું.
પ. ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું દ્યાસ કાઢીને ચોખ્ખા રાખવા.