રોગ ની ઓળખએફેલેન્કોઈડ બેસી નામના સૂક્ષમ કૃમિથી થતાઆ રોગથી ૬૦% સુધીનું નુકસાન નોંધાયેલ છે. રોગના કૃમિ દાણામાં ફોતરા નીચે આઠ માસથી ત્રણ વર્ષ”સુધી સુષુપ્ત અવસ્થામાં જીવીત રહી શકખેતરમાં આવા ટાલા જોવા મળે છે. ટોચેથી સુકાયેલ પાનનો નીચેનો ભાગ લીલો તંદુરસ્ત જણાય છે. રોગિષ્ટ છોડનો વિકાસ અને જુસ્સો અટકે છે. કંટી ટૂંકી, કંટીનો ટોચનો તથા એકદમ નીચેનો ભાગ અવિકસિત દાણાવાળો, ઓછા અને પોચા દાણાવાળી જોવા મળે છે અથવા કંટી અડધીજ નીકળે છે. દાણા પુરેપુરા ભરાતા નથી. દ્યણીવાર આખી કંટી બિલકુલ ખાલી દાણાવાળી અગરબત્તી જેવી પાતળી થયેલ જોવા મળે છે. ચોખાનો રંગ આછો કથ્થઈ જોવા મળે છે. ચોખા જલ્દી ભાંગી જાય છે. આ રોગનો ફેલાવો બીજ ધ્વારા તથા રોગિષ્ટ પરાળ ધ્વારા થાય છે. ઉભા પાકમાં પિયતના પાણથી ફેેલાય છે. ધરૂવાડીયામાં તેમજ રોપાણ ડાંગરમાં છાંયડામાં આ રોગ વધુ જોવા મળે છે અને રોગને ફેલાવે છે. આ રોગમાં શરૂઆતમાં કુમળા ધરૂ કે છોડના પાનની ટોચનો ભાગ આછા સફેદ રંગનો થાયછે અથવા પાનની ટોચેથી ૧ થી ર ઈંચ નીચે પીળો સફેદ ડાદ્ય પડી, સફેદ થઈ ટોચ ધીરે ધીરે સુકાય છે અને સ્પ્રિંગની જેમ વળી પાનની ટોચ સફેદ બનીને સુકાઈ જાય છે.
નિયંત્રણ:
------
૧. રોગમુકત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ વાપરવું.
ર. રોગિષ્ટ છોડનો બાળીને નાશ કરવો.
૩. બીજ વાવતા પહેલા પ૭ સે.ગ્રે. તાપમાને ૧પ મિનિટ ગરમ પાણીમાં બોળી સુકવ્યા બાદ વાવવાં અથવા બીજને ૧ લિટર પાણીમાં પ૦૦ મિ. ગ્રા. મુજબ પેરાથીયોન કીટનાશક દવાના દ્રાવણમાં ૧પ મિનિટ બોળી કોરા કરી વાવવા.
૪. ધરૂવાડીયાની જમીન તૈયાર કરતી વખતે વાવણી પહેલાં કાર્બોફયુરાન -૩જી દાણાદાર દવા વીદ્યા દીઠ ૧૭ કીલો મુજબ જમીનમાં આપવી.
પ. ઉભા પાકમાં કંટી નીકળ્યા પહેલા ડોડા અવસ્થાએ કાર્બોફયુરાન-૩જી હેકટરે ૩૩ કિલો પ્રમાણે કયારીમાંથી પાણી નિતારી જમીનમાં આપવાથી રોગ અટકે છે. અથવા ફોસ્ફામીડોન ૮ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં અથવા કાબર્ોસલ્ફાન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી હેકટરે ૩૦૦ થી ૪૦૦ લિટર મુજબ છંટકાવ કરવો.