રોગ ની ઓળખઆ રોગ ફૂગથી થાય છે. દુનિયાના ડાંગર ઉગાડતા લગભગ બધા દેશોમાં વધતા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે.આ રોગ ને કારણે ૧૦ થી ૭પ% સુધી નુકસાન નોંધાયેલ છે. ડાંગરની ફૂટ અવસ્થા પુરી થાય અને જીવ પડવાના સમયે આ રોગની શરૂઆત થાય છે. છોડના થડ ઉપર જમીનથી ૬ થી ૧૦ સે.મી. ઉંચાઈએ પાણથી ઉપરના ભાગમાં ચૂસિયાં પ્રકારની જીવાતથી અથવા દ્યા (ચાઠાં ) પડેલ હોય તેમાંથી ફૂગ દાખલ થાય છે. શરૂઆતમાં આ ભાગ પર કાળા ડાદ્ય પડે છે.તેમાં ફૂગની વૃધ્િધ થતાં થડમાં આગળ વધે છે. થડ કહોવાઈ કાળું પડે છે. આવા રોગિષ્ટ છોડની કંટીમાં પુરતું પોષ્ાણ ન મળવાથી દાણા હલકા અને પોચા રહે છે. ચૂસિયાં જીવાતનો ઉપદ્રવ વધારે હોય તેટલા પ્રમાણમાં રોગની તીવ્રતા પણ જોવા મળે છે. થડ પોચા પડી જવાથી છોડ ભાંગી પડે છે. કંટીમાં દાણા અપરિપકવ રહી જાય છે. રોગિષ્ટ છોડના થડને ઉભો ચીરીને જોતાં તેમાં તેમાં ફૂગના કાળા બીજાણું દેખાય છે. આ રોગથી દ્યણું નુકસાન થાય છે.
નિયંત્રણ:
------
૧. ડાંગરની કાપણી પછી રોગિષ્ટ પાકના અવશેષ્ બાળીને નાશ કરવો.
ર. ઉનાળામાં ઉંડી ખેડ કરીને જમીન ને તપાવવી અને પાકની ફેરબદલી કરતા રહેવાથી રોગ અટકે છે.
૩. રોગ તેમજ ચૂસિયાં જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો જેવી કે જી.આર.૧૦૧, જી.આર. ૧૦ર,જી.આર. ૧૦૪, જી.આર. ૧ર, આઈ.આર.રર, આઈ.આર.ર૮, નર્મદા, ગુર્જરી, સુખવેલ-ર૦ વગેરેનો વાવેતરમાં ઉપયોગ કરવો.
૪. રોપાણ ડાંગરમાં પાણીનું પ્રમાણસર નિયમન કરવાથી રોગ આવતો અટકે છે.
પ. ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉપયોગ કરવો નહી.
૬. ચૂસિયાં પ્રકારની જીવાતોનું સમયસર નિયંત્રણ કરવાથી પણ આ રોગની અટકાયત થાય છે.
૭. કરમોડી રોગમાં જણાવ્યા મુજબ શોષક પ્રકારની ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાથી પણ આ રોગ અટકે છે.