Navsari Agricultural University

ભૂખરા ટપકાં: રોગ ની ઓળખ

ફૂગથી થતો આ રોગ કરમોડી જેટલોજ અગત્યનો છે. આ રોગ પાકની કોઈપણ અવસ્થામાં આવે છે. પોષક તત્વોની ઉણપ અને ઓછી નિતારશકિતવાળી જમીનમાં આ રોગ વધારે આવે છે. આ રોગ ના લક્ષાણો છોડના બધાજ ભાગો પર જણાય છે. રોગની શરૂઆત પાન પર થાય છે. પાન પર ખૂબજ નાનાં ભૂખરા રંગના ગોળ કે અંડાકાર દ્યાટા બદામી ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધતાં ટપકાં મોટા તલના દાણા આકારના ભૂખરા -રાતા રંગના થાય છે.જેનો મધ્યભાગ રાખોડી કે સફેદ દેખાય છે. તીવ્ર આક્રમણથી પાન પીળા પડી ચીમળાઈને સુકાઈ છે. દાણા ઉપર પણ આવા બદામી -રાતાં નાના ટપકાં દેખાય છે. જેનાથી દાણાની ગુણવત્તા બગડતા બજારમાં કિંમત ઓછી મળે છે.
નિયંત્રણ:
------

૧. રોગમુકત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
ર. કરમોડી રોગ મુજબ નિયંત્રણનાં પગલાં લેવા. ધરુવાડીયામાં રોગ દેખાય કે તરતજ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયકલાઝોલ ૭પ% વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ૦% ભીંજક દાણાદાર દવા/ વે.પા. અથવા ૧૦ ગ્રામ થાયોફેનેટ મિથાઈલ ૭૦% વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીફેનફોસ પ૦% ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી હેકટરે ૪૦૦ થી પ૦૦ લિટર મુજબ છંટકાવ કરવો.
૩. જમીનમાં જરૂર મુજબ ખૂટતાં પોષક તત્વો તેમજ સૂક્ષમ તત્વો ઉમેરવા. છાણીયું ખાતર તથા અન્ય સેન્દ્રીય ખાતરોનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો અને જમીનની નિતારશકિત વધે તે મુજબ કાળજી રાખવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.