રોગ ની ઓળખઆ રોગ સુક્ષમ જીવાણુથી થાય છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જયાં ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવે છે. ત્યાં આ રોગ દર વર્ષે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
• આ રોગના લક્ષાણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચના ભાગેથી ઉભી પટૃી આકારે એક અથવા બન્ને ધારેથી બદામી રંગમાં ટોચથી નીચે તરફ ઉંધા ચીપીયા આકારે સુકાતા સુકારો આગળ વધે છે.
• રોગને અનુકૂળ વાતાવરણમાં/ ઝાકળમાં રોગના જીવાણું પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષી ના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. રોગ તીવ્ર હોય ત્યારે આખુ ખેતર સળગાવેલ હોય તેવું ઝાળલાગેલ દેખાય છે.
• છોડની વૃધ્ધી અટકે અને છોડ સુકાય છે. આવા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહે છે. જેથી ઉત્પાદનમાં દ્યટાડો નોંધાય છે.
• સુકારાના જીવાણું બીજ અને ધરૂ સાથે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય છે. અનુકૂળ વાતાવરણ મળતાં આ બીજ જન્ય જીવાણું છોડમાં સુકારો રોગ પેદા કરે છે. જો આ રોગ છોડની ફૂટ અવસ્થામાં જ આવી જાય તો ખેડૂતને ખૂબજ આથિક નુકસાન થાય છે. દ્યણીવાર તીવ્ર આક્રમણથી આખા થુમડા સુકાઈને બેસી જાય છે. જેને `ક્રીસક` અવસ્થા કહે છે. ચોમાસામાં આ અવસ્થાએ રોગને કાબૂમાં લેવો લગભગ અશકય બની જાય છે.
નિયંત્રણ:
------
૧. રોગમુકત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
ર. રોગપ્રતિકારક જાતો જેવી કે આઈ.આર. ર૮, આઈ.આર.રર, રત્ના, મસુરી, નર્મદા, જી.આર. ૧ર અને ગુર્જરીની રોપણી કરવાથી સુકારા રોગના નુકસાનથી બચી શકાય છે.
૩. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજનયુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા, ખેતરમાંસુકારાના રોગની શરૂઆત દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુકત ખાતરનોહપ્તો રોગ કાબૂમા આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી.
૪. રોગની શરૂઆત જણાય કે તરતજ શકય હોય તો રોગિષ્ટ પાન/છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.
પ. રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.
૬. રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફૂટ અવસ્થા પૂરી થવાના સમયે અને કંટી નીકળવાના સમયે ૧૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન +૩૦ ગ્રામ તાંબાયુકત દવા (કોપર ઓકસીકલોરાઈડ) નું દ્રાવણ બનાવી હેકટરે ૪૦૦ થી પ૦૦ લિટર મુજબ છાંટવાથી (આખા છોડ ભીંજાઈ જાય તે રીતે) રોગને કાબુમાં લઈ શકાય છે. દવાનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયમા કરવો.
૭. ખેતરના શેઢાપાળા નીંદણમુકત અને સાફ રાખવા.