Navsari Agricultural University

પાન વાળનાર ઇયળ

આ જીવાતનું ફૂદું પીળાશ પડતા તપખીરીયા રંગની પાંખોવાળુ હોય છે. તેની ઉપરની પાંખો ઉપર 3 પટ્ટી સ્પષ્ટ જોવા મળે છે. જેમાં વચ્ચેની પટ્ટી બે પાંખો પર અડધી હોય છે. આ જીવાતની ઇયળ ખૂબ ચપળ, પીળાશ પડતા લીલા રંગની પાતળી અને આશરે ૧૫ થી ૨0 મી.મી લાંબી હોય છે.

આ ઇયળ પાનની બે ધારોને જોડી દઇ ગોળ ભૂંગળી જેવું બનાવી તેની અંદર ભરાઇ રહી પાનનો લીલો ભાગ (નીલકણ) ખાય છે. જેને પરિણામે પાન પર પારદર્શક સફેદ ધાબા જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન સફેદ થઇ સુકાય જાય છે.

સંકલિત વ્યવસ્થાપન :
-------------------------

o પાન વાળનાર ઇયળ પાનની ભૂંગળીમાં રહી ત્યાં જ અથવા થડમાં કોશેટો બનાવે છે. જેથી ઉપદ્રવિત પાન ઇયળ/કોશેટા સહિત તોડી લઇ તેનો નાશ કરવો.
o આ જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા (૫% નુકસાનવાળા પાન અથવા નુકસાનવાળા પાન પ્રતિ છોડ) વટાવે ત્યારે ગાભમારાની ઇયળ માટે દર્શાવેલ પ્રવાહી કીટનાશક દવાઓ છાંટવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય.
o ગાભમારાની ઇયળ માટે સુચવેલ દાણાદાર દવાઓ ઉપરાંત કારટેપ ૫0 % વેપા ૧0 ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧0 ગ્રામ અથવા મોનોક્રોટોફોસ 3૬ એસએલ ૧૨ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૫ મિ.લિ. અથવા ફેનપ્રોપેથીન 30 ઇસી ૧0 મિ.લિ. ૧0 લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.
o ગુર્જરી જેવી જાત વાવવા માટે પસંદ કરવી અને રાસાયણિક ખાતરો ભલામણ મુજબ જ ત્રણ હપ્તામાં વાપરવા.
o શકય હોય ત્યાં જુલાઇના પ્રથમ પખવાડિયામાં ફેરરોપણી કરવી.
o ખેતરમાં કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨0 દિવસે ૮૦ કિ.ગ્રા. ઘઉં/રજકાનું ભુસું પૂંકવુ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.