Navsari Agricultural University

ભુરા કાંસિયા

પુખ્ત કીટક ઘાટા લીલાશ પડતાં ભૂરા રંગના સુવાળાં સમચતુષ્કોણ આકારના ૫ થી ૬ મી.મી. લાંબા અને 3 મી.મી. પહોળા હોય છે. આ જીવાતના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા પાન પરનો લીલો ભાગ ખાસ પધ્ધતિથી ખાતા હોઈ પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે. ઉપદ્રવ વધુ હોય તો આવા પાન સફેદ થઈ સુકાઈ જાય છે. સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ ખેતરની ધારેથી શરૂ થઈ અંદર તરફ ફેલાય છે. કયારીમાં નીચાણવાળા ભાગમાં કે કોઈ ખૂણે જયાં સતત વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેતુ હોય તેવી જગ્યાએથી આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય છે અને ધીરે ધીરે કયારીમાં ઉપદ્રવ આગળ વધતો હોય છે. ધ્યાન રાખવામાં ન આવે તો આખાને આખા થુમડા નાશ થઈ જતા હોય છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.