Navsari Agricultural University

કંટીના ચૂસિયાં

પુખ્તપ કીટક લીલાશ પડતા પીળા કે બદામી રંગના અને ૧૫ થી ૧૭ મી.મી. લાંબા હોય છે. તેના પગ શરીરના પ્રમાણમાં ઘણા લાંબા હોય છે. આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ” તરીકે ઓળખાય છે. તેના બચ્ચાંદ તથા પુખ્તથ કીટક કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચુસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ રહે છે. સામાન્યસ રીતે આ જીવાત ગરમી સહન કરી શકતી નથી અને છાંયાવાળા વિસ્તાકરમાં તેની વસ્તીન વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેથી જીવાતગ્રસ્તસ વિસ્તાહરમાં અને સાંજના સમયે ભલામણ કરેલ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

o ઉપદ્રવની શરૂઆત સાથે કલોરપાયરીફોસ ૨0 ઇસી ર0 મિ. લિ. ૧0 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.