Navsari Agricultural University

ખૂણિયા ટપકા

જીવાણુંથી થતા આ રોગનું આક્રમણ અમેરીકન અને ઈજીપ્તનીય જાતોમાં સવિશેષ્ દેખાય છે. આમાં ઈજપ્તની જાતો વધારે રોગગ્રાહય હોય છે. દેશી જાતો મોટાભાગે પ્રતિકારક શકિત ધરાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વી-૭૯૭ અને જી.કોટ. ૧૩ જાતોમાં હવે સારા એવા પ્રમાણમાં આક્રમણ જોવા મળે છે.

લક્ષણો:

આ રોગ છોડનાં જમીન ઉપરના બધાજ ભાગો પર આક્રમણ કરે છે. રોગનું પ્રથમ લક્ષાણ બીજપત્ર ઉપર દેખાય છે.બીજપત્ર ઉપર શરૂઆતમાં પાણીપોચાં વર્તુળ આકારના અને સમય જતાં બદામી અથવા કાળા રંગના થાય છે. બીજપત્ર કરમાઈને ખરી પડે છે. ધરૂના થડ પર લાંબા ચાંઠાઓ થતાં ધરૂ ધબડાઈને મરી જાય છે. સાચા પાન ઉપર પ્રથમ ઉપલી અને પછી નીચલી સપાટીએ પાણીપોચાં ખૂણિયાં (૧ થી પ મિ.મી.કદના) ટપકાં ઉત્પન્ન થાય છે. જે સમય જતાં બદામી અથવા કાળા રંગના થાય છે. દ્યણાં ટપકાંઓ ભેગા થતા કાળા અનિયમિત આકારના મોટા ચાંઠા ઉત્પન્ન કરે છે. આક્રમણ નસોમાં વધતાં કાળી નસની અવસ્થા ઉત્પન્ન થાય છે. આક્રમણ ડીંચ ઉપર આગળ વધે છે અને પાન ખરી પડે છે. થડ તેમજ ડાળીઓ ઉપરનાં ચાંઠા ગાઢા બદામી અથવા કાળા અને દબાયેલા હોય છે. પરિણામે ડાળી નમી પડે જેથી લાક્ષાણિક `કાળીયો` અવસ્થા ઉત્પન્ન થાય છે. જીંડવા ઉપર પ્રથમ પાણીપોચાં વતર્ુળ આકારનાં અને પાછળથી બદામી અથવા કાળા રંગના અનિયમિત આકારના અને બેસેલા ચાંઠા દેખાય છે. નવા આક્રમિત જીંડવા ખરી પડે છે. રૂની ગુણવત્તા બગડે છે.

નિયંત્રણ:

૧. આ રોગ બીજજન્ય હોવાથી પ્રાથમિક આક્રમણ ખાળવા માટે બીજની માવજત દ્યણીજ અગત્યની બાબત
છે. બીજની માવજત માટે ૧૦૦ મિ.લિ. ગંધકનો તેજાબ ૧ કિ.ગ્રા. બીજમાં નાખી બેથી ત્રણ મિનિટ
બીજને સતત હલાવી બીજ પરની રૂંવાટી દૂર થતાં બીજને સાદા પાણીથી પ-૬ વાર ધોઈ તેજાબની અસર
દૂર કરવી અને ત્યાર બાદ બીજને છાંયડામાં સૂકવી થાયરમ દવાનો (રથી ૩ ગ્રામ/કિ.ગ્રા.બીજ) પટ આપી
વાવેતર કરવું.
ર. બીજને સ્ટ્રેપ્ટોસાયકલીન ૧૦૦ પીપીએમના દ્રાવણમાં ર૦ મિનીટ સુધી બોળી રાખવાથી પણ પ્રાથમિક
આક્રમણ સારી રીતે ખાળી શકાય છે. દ્રિતિય આક્રમણ વખતે સ્ટ્રેપ્ટોસાયકલીન ૦.૦૦પ ટકા +પ૦
ટકાવાળી દવાનું૦.ર% નું મિશ્રણ ૧પ દિવસના અંતરે ર થી ૩ વખત છંટકાવ કરવો.
૩. પાક પૂરો થતાં પાન, ડાળી, જીંડવા વગેરે રોગિષ્ટ અવશેશો વીણી બાળી નાખવાં.
૪. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.