જીંડવાનો સડોલક્ષણો:
વિકાસ પામતા જીંડવા અનેક કારણોથી અસર પામતા હોય છે. શરૂઆતની અવસ્થાએ દેહધાર્મિક કારણોસર કળી કે નાના જીંડવા ખરી જતા હોય છે. પછીની અવસ્થાએ દેહધાર્મિક કિ્યાના કારણે ખોરાક કે પાણીની અછત તેમજ રોગના કારણે જીંડવાનો વિકાસ અટકાવવાથી જીંડવા કસમયે ફાટી જતા હોય છે. આના કારણે બિનરોગપ્રેરક ફૂગો દાખલ થઈ રૂની ગુણવત્તા બગાડે છે. દ્યણા કિસ્સાઓમાં જીંડવાની ઈયળ તથા ચૂસિયાં પ્રકારની જીવાતોથી નુકસાન થતા સૂક્ષમ જીવાણુઓ જીડવામાં દાખલ થતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં રોગપ્રેરકો તેમની મેળેજ જીંડવાનો સડો પેદા કરતા હોય છે.
જીંડવાના સડાથી બીજ આંશિક કે પૂર્ણપણે નાશ પામે છે તેમજ રૂ વિવિધરંગી, કમજોર તથા રૂના તાંતણા તૂટી જાય છે. અસરગ્રસ્ત જીંડવા ખરી પડે છે. રોગકારક ફૂગ જીંડવામાં દાખલ થઈ જીંડવાની શર્કરામાં આથો લાવી જીંડવામાં સડો પેદા કરે છે. રૂ શરૂઆતમાં પીળું પડે છે અને ત્યાર બાદ કથ્થાઈ રંગનું થાય છે. નાના જીંડવા ખરી પડે છે અથવા અકાળે ફાટી જાય છે તેથી બીજ અને રૂની માત્રામાં તથા ગુણવત્તામાં દ્યટાડો થાય છે.
નિયંત્રણ :
૧. વાવણી યોગ્ય અંતરે કરવી.
ર. નાઈટ્રોજનુકત ખાતરનો પ્રમાણસર વપરાશ કરીને છોડની ગીચતા ટાળવાથી રોગ માટેની અનુકૂળ પરિસ્િથતિ નિવારી આ રોગની માત્રા દ્યટાડી શકાય છે.
૩. નીચેના પાન દૂર કરવાથી પણ ફાયદો થાય છે.
૪. ઉભા પાક વચ્ચેથી ભેજ દ્યટાડવા તથા હવા - ઉજાસ મળે તે માટે જોડીયા પદ્રતિથી વાવણી કરવી.
પ. જીંડવાનો જમીન સાથેનો સંપર્ક ટાળવો.
૬. આવા બધા ઉપાયો કરવાથી છોડ ફરતેનું હવામાન રોગ માટે માફકસર નહીં રહેવાથી જીંડવાના સડાની માત્રા ઓછી કરી શકાય છે. સમયસર કીટ નિયંત્રણના પગલાં લેવા.