મૂળખાઈ/મૂળનો સડોફૂગથી થતો આ રોગ દેશી અને અમેરીકન જાતો ઉપર આક્રમણ કરે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની ગોરાડું અને રેતાળ જમનીમાં આ રોગનું પ્રમાણ ઉગ્ર સ્વરૂપે જણાય છે જયારે કાળી જમીનમાં આ રોગનું પ્રમાણ નહિવત જણાય છે.
લક્ષણો:
આ રોગનું ખાસ લક્ષાણ એ છે કે છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં રોગ ગોળાકાર વિસ્તારમાં વધે છે જેતે `કૂંડી` કહેવાય છે. રોગિષ્ટ છોડ સહેલાઈથી ખેંચી કાઢી શકાય છે. આવા છોડનું નિરીક્ષાણ કરતાં મૂળ સડેલા માલુમ પડે છે. આદીમૂળ સિવાયના અન્ય મૂળ વધારે કોહવાયેલાં તેમજ તૂટી ગયેલા દેખાય છે. આદીમૂળ ભીના અને ચીકણાં હોય છે. અને તેની છાલ પીળી અને વિચ્છેદિત જણાય છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે છાલ બદામી અને કથ્થાઈ રંગની થઈ જાય છે.
નિયંત્રણ:
૧. લાંબા ગાળાની પાક ફેરબદલી, નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ, લીલો પડવાશ, છાણિયું
ખાતર હેકટરે ર૦ ટન અથવા પ્રેસમડ અથવા મરદ્યાનું ખાતર ર ટન/હે, આંતરપાક તરીકે મઠ અથવા
અડદનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ દ્યટાડી શકાય છે.
ર. વાવણીના સમયે, બીજને ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ નામની જૈવિક નિયંત્રક
ફૂગનો પટ આપવાથી તથા કાર્બેન્ડાઝીમ દવાનો પટ આપવાથી અથવા સુકાતા મૂળના ભાગમાં ૦.ર ટકા
દ્રાવણ રેડવાથી રોગની માત્રા દ્યટાડી શકાય છે.