દહિયો/છાસિયોફૂગથી થતો આ રોગ પહેલા દેશી જાતો પૂરતો જ મર્યાદિત હતો તેથી તેનું ખાસ મહત્વ ન હતું પરંતુ હાલ અમેરીકન જાતોમાં પણ આ રોગ આક્રમણ કરે છે. ગુજરાતમાં સદ્ભાગ્યે તેનું પ્રમાણ નહિવત છે. દેશી જાતોમાં વિશેષ્ા પ્રમાણમાં આ રોગ જણાય છે.
લક્ષણો:
દહિયો સમાન્યત: પાકટ પાન ઉપર દેખાય છે. પાનની ઉપલી સપાટી ઉપર પીળાશ પડતાં ધાબા દેખાય છે. પાછળથી નીચલી સપાટી ઉપર બદામી અથવા રાખોડી રંગના ખૂણીયા આકારના ટપકાંઓ દેખાય છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે પાનની પૂરેપુરી સપાટી ઉપર ફૂગનું રાખોડી રંગનું વર્ધન જણાય છે. પાન ઉપર દહીં કે છાસ છાંટી હોય તેવા દેખાવને કારણે રોગનું નામ `દહિયો` અથવા `છાસિયો` પડેલ છે. રોગના કારણે પુષ્કળ પ્રમાણમાં પાન ખરી પડે છે.
નિયંત્રણ:
૧. નાઈટ્રોજનયુકત ખાતરનો અતિરેક ટાળવો.
ર. વાવણી યોગ્ય અંતરે કરવી જેથી ગીચતા ઓછી થાય.
૩. રોગની શરૂઆત જણાય કે તરતજ ૦.ર ટકા વેટેબલ સલ્ફર અથવા ૦.૦રપ ટકા કાબેર્ન્ડાઝીમ અથવા ૦.ર ટકા તાંબાયુકત દવાનો ૧પ દિવસના અંતરે એક કે બે છંટકાવ કરવાથી રોગને કાબુમાં લઈ શકાય છે.