સુકારો ફૂગથી થતો આ રોગ દેશી જાતોમાં જ જોવા મળે છે જયારે અમેરીન જાતો રોગમુકત હોય છે. ભારતમાં તેમજ ગુજરાતમાં આ રોગ ભારે કાળી ભાસ્મિક જમીનમાં જ જણાય છે. જયારે રેતાળ-ગોરાડું જમીનમાં રોગ ભાગ્યે જ જોવા મળે છે.
લક્ષાણો:
પાકની કોઈપણ અવસ્થામાં રોગનું આક્રમણ થાય છે. છોડની નાની અવસ્થાએ બીજપત્રો ધીમે ધીમે પીળા પડે છે અને ડીંચના ફરતે બદામી વર્તુળ નિર્માણ થાય છે અને અંતે છોડ સુકાઈને મરી જાય છે. પુખ્ત છોડના નીચેના પાન બરછટ, જાડા અને છેલ્લે મુરઝાયેલા હોય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે સંપૂર્ણ પાન ખરી જતાં કેવળ ઠૂંઠો છોડ નજરે પડે છે. છાલની નીચેના ભાગ ઉપર બદામી અથવા કાળી પટૃીઓ જોવા મળે છે, જે કોઈ વખત છોડના અમુક ભાગમાં સિમિત જણાય છે. રોગિષ્ટ છોડના થડ અને મૂળને વચ્ચેથી ઉભું ચીરીને જોતાં રસવાહિનીઓ બદામી અથવા કાળી થયેલી જોવા મળે છે.
નિયંત્રણ:
૧. બીજ માવજત, લાંબાગાળાની પાકની ફેરબદલી, સારુ એવું છાણિયું ખાતર, જરૂરી પોટાશ અને ઝીંકની પૂર્તતા કરવાથી રોગની માત્રા દ્યટાડી શકાય છે.
ર. ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હારજીયાનમ નામની જૈવિક નિયંત્રક ફૂગનો પટ આપવાથી પણ રોગની માત્રા દ્યટાડી શકાય છે. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.