Navsari Agricultural University
સાંઠાની માખી:
-----------

આ જીવાત ઘરમાં જોવા મળતી માખી કરતા અડધા કદની હોય છે. તેનાં શરીર પર સુક્ષ્મ વાળ જેવી રચના જોવા મળે છે. બાજરાનો પાક જયારે બે-ત્રણ પાનની અવસ્થા એ પંહોચે ત્યાેરે માદા માખી પાનની નીચે ધોરી નસની સમાંતર સફેદ હોડી આકારનાં ઇંડાં મુકે છે. ઇંડાં સેવાતા તેમાંથી પગ વિનાનાં સફેદ રંગનાં કીડા બહાર આવે છે. જે પાનની ઉપલી બાજુએ આવી ત્યાંંથી વચલી ડુંખમાં દાખલ થઇ ત્યાં કોચીને ડુંખ કાપી નાખે છે. તેથી વચલી ડુંખ સુકાઇ જાય છે. જેને ‘ડેડ હાર્ટ’ કહે છે. કીડા શરૂઆતમાં સફેદ રંગનાં હોય છે. જે પાછળથી પીળાશ પડતા રંગનાં જોવા મળે છે. કોશેટા બદામી રંગનાં લંબગોળ અને દેખાવમાં મઠનાં દાણાનાં આકારનાં જોવા મળે છે.

સંકલિત વ્યવસ્થાપન :
-----------------

o પ્રથમ વરસાદ બાદ સમયસર વાવેતર કરવુ.
o બિયારણનો દર ૫ કિ.ગ્રા./હે પ્રમાણે રાખવો. પારવણી વખતે માખીથી નુકસાન પામેલ છોડ દુર કરવાથી ઉપદ્રવ ઘટે છે.
o ઉગાવા બાદ ૧૦-૧૫ દિવસે ૮ ટકા છોડ નુકસાનની ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે મિથાઇલ-ઓ-ડિમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા મેલાથીઓન ૫% કે કિવનાલફોસ ૧.૫% ભુકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે છંટકાવ કરવો.
o ઇમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ તેમજ ઉગાવા બાદ લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવાથી સાંઠાની માખીનું અસરકારક નિયંત્રણ કરી શકાય.
o બાજરી સાથે તુવેર અથવા મગ ૨ : ૧ નાં પ્રમાણમાં આંતર પાક લેવાથી સાંઠાની માખીનાં ઉપદ્રવમાં ઘટાડો થાય છે.
o પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનોબ્યુકાર્બ ૧૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.