Navsari Agricultural University
ડૂંડાની ઇયળ :
-----------

બાજરાના પાકમાં ડૂંડા અવસ્થાએ જુદી જુદી ત્રણ જાતની ઇયળો નુકસાન કરતી જોવા મળે છે. તે પૈકી લીલી ઇયળોનું પ્રમાણ અને નુકસાનની માત્રા વિશેષ જોવા મળે છે. લીલી ઇયળ બહુભોજી હોવાથી મોટા ભાગનાં પાકોમાં નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતનું ફૂદું મધ્યમ કદનું આશરે ૨૦ થી ૨૫ મી.મી. લંબાઇનું, બદામી ભુખરા રંગનું અને પ્રથમ જોડ પાંખનાં છેડે ઘાટા રંગનું ટપકું જોવા મળે છે. ઇયળો જુદા જુદા રંગની હોય છે. તેનાં શરીરની બંને બાજુએ સમાંતર લાઇન આવેલ હોય છે. ઇયળો શરૂઆતામાં ડૂંડાનાં રેશમી તંતુઓ ખાય છે. દુધીયા દાણા અવસ્થાએ ઇયળો થુલી નીચે રહીને દાણાં ખાઇને નુકસાન કરે છે. જેથી ઉત્પાદન ઉપર ખુબજ માઠી અસર થાય છે.

સંકલિત વ્યવસ્થાપન :
----------------

o ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
o બાજરાની નીંધલ અવસ્થા પહેલા ૬ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાંનો નાશ કરવો.
o આ જીવાતનું કુદરતમાં પક્ષીઓથી ભક્ષણ થતાં વસ્તી કાબુમાં રહેતી હોય છે.
o કિવનાલફોસ ૧.૫% ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે છંટકાવ કરવો.
o બાજરા સાથે મગ ૨ : ૧ નાં પ્રમાણમાં આંતર પાક લેવાથી લીલી ઇયળનાં ઉપદ્રવમાં ઘટાડો કરી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.