કાંસીયા :
--------
આ જીવાતના પુખ્ત જુદા જુદા રંગના (લીલાશ પડતા કાળા, ભુખરા રંગના તથા પટ્ટાવાળા) જોવા મળે છે. તેનું શરીર પોચુ તેમજ ઉપલી પાંખ પ્રમાણમાં કઠણ જોવા મળે છે. સેહેજ દબાતા તેનાં શરીરમાંથી એસીડ જેવો પદાર્થ ઝરે છે, જેને લીધે ચામડી ઉપર ફોલા ઉપસી આવે છે. તેથી આ જીવાતને “બ્લીસ્ટર બીટલ” પણ કહેવામાં આવે છે. પુખ્ત કાંસીયા ડૂંડા અવસ્થાએ થુલીની પરાગ તેમજ તાંતણા જેવા પુષ્પનાં ભાગો ખાઇને નુકસાન કરે છે. ઉપદ્રવ વધારે હોય ત્યારે ડૂંડામાં દાણા ઓછા ભરાય છે. ઉપરાંત કાંસીયાના પુખ્ત એક ડૂંડા પરથી ઉડીને બીજા ડૂંડા પર જતા હોવાથી અરગટ (ગુંદરીયો) નામના રોગનો ફેલાવો કરે છે. કાંસીયાની ઇયળ અવસ્થા જમીનમાં જોવા મળે છે. જે તીતીઘોડાનાં ઇંડાં ખાય છે. આ રીતે તીતીઘોડાનું જૈવિક નિયંત્રણ પણ કરે છે.
સંકલિત વ્યવસ્થાપન:
---------------
o પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
o કેરોસીનવાળા પાણીમાં ડૂંડા પરનાં કાંસીયા ખંખેરી લઇ તેનો નાશ કરવો.
o ઉપદ્રવ વધારે હોય ત્યારે કિવનાલફોસ ૧.૫% ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે છંટકાવ કરવો.
o બાજરા સાથે મગ ૨ : ૧ ના પ્રમાણમાં આંતરપાક લેવાથી કાંસીયાના ઉપદ્રવમાં ઘટાડો કરી શકાય છે.