મનુષ્ય આહારમાં માછલીનું મહત્વ
મનુષ્યની તંદુરસ્તી માટે ખોરાકનું મહત્વ ખૂબ જ છે અને ખોરાક બાબતે લોકોમાં જાગૃતિ દિવસે દિવસે વધતી જાય છે. આજે મનુષ્ય રોગોમાં અસંતુલિત આહારએ મુખ્ય કારણ છે. આપણે જય્ાારે સંતુલિત આહાર વિશે વિચારીએ ત્યારે તેમાં અનાજ સાથે માછલીનો સમન્વય કરવો જોઈએ. અનાજ સાથે જરૂરી માત્રામાં માછલીનો ખોરાકમાં ઉપયોગ એ જરૂરી તમામ પોષ્ાક તત્વોનો મુખ્ય સ્ત્રોત છે.
માછલી ઓછી ચરબી, ગુણવત્તા સભર પ્રોટીન, વિટામીન અને મિનરલ યુકત તંદુરસ્ત આહાર છે. આજે દુનિયાના વિકસિત દેશોમાં ૬૦% લોકો જરૂરિયાત પ્રોટીનના ૩૦% પ્રોટીન માછલીમાંથી મેળવે છે. જયારે વિકસિત દેશોમાં ૮૦% લોકો કુલ જરૂરીયાતના ર૦% પ્રોટીન માછલીમાંથી મેળવે છે. સામાન્ય રીતે ખોરાકની ભાષ્ાામાં માછલી શબ્દનો ઉપયોગ જળચર પ્રાણીઓ જેવા કે મીઠા અને ખારા પાણીની મીનપક્ષાો ધરાવતી માછલીઓ, ઝિંગા, ટિંટણ(લોબસ્ટર), કરચલા(ક્રેબ), ખાવાલાયક છીપલાં(ઓયસ્ટર)વગેરે માટે થાય છે.
આ તમામ પ્રાણીઓ ખૂબ જ પોષ્ાક તત્વો યુકત, વિટામીન, મિનરલથી ભરપુર, અને ઉંચી ગુણવત્તા ધરાવતા પ્રોટીન અને ઓછા પ્રમાણમાં સંતૃપ્ત ચરબી ધરાવે છે. દરેકે આહારની ગુણવત્તા સુધારી તંદુરસ્ત રહેવા રોજીંદા ખોરાક સાથે કે નાસ્તા સાથે માછલી ખાવી જોઈએ.
કુલ મત્સ્ય ઉત્પાદનના ૭પ% મત્સ્ય ઉત્પાદન માનવ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. બાકીનો જથ્થો જે ઓછી ગુણવત્તા ધરાવતો હોવાથી, ફીશ મીલ (માછલીનો પાવડર) અને માછલીનું તેલ કાઢવામાં વપરાય છે. જેમાં માછલીનો ભૂકો મરઘાં તથા પશુઓના આહાર તૈયાર કરવામાં વપરાય છે.
દુનિયાના તમામ લોકોની તંદુરસ્તીનું ધ્યાન રાખતી સંસ્થા , વલ્ર્ડ હેલ્થ ઓગર્ેનાઈઝેશનના સૂચવ્યા મુજબ એક પુખ્ત વયના વ્યકિતએ શારીરિક પ્રકિ્રયાઓ વ્યવસ્િથત ચાલે અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે આશરે ૦.૭પ ગ્રામ પ્રોટીન પ્રતિ કિ.ગ્રા. શરીરના વજન પ્રમાણે દરરોજ લેવું જોઈએ. જયારે નાના બાળકોને ૧ ગ્રામ થી ૧.૮પ ગ્રામ પ્રતિ કિગ્રા શરીરના વજન પ્રમાણે જરૂરી એમિનો એસિડયુકત પ્રોટીન ખોરાકમાં આપવું જોઈએ. આ માટે માછલીએ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. માછલીમાં પ્રોટીનનું પ્રમાણ ૧પ થી ર૦% છે. જે શરીરના ઘસારાને પોષ્ાવા તેમજ શારીરિક પ્રકિ્રયાઓ માટે જરૂરી અંત: સ્ત્રાવો અને ઉત્સેચકો તૈયાર કરવા જરૂરી તમામ એમિનો એસિડનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીર દ્વારા બનાવી શકાતા નથી. લાયસીન, લ્યુસીન, આઈસોલ્યુસીન જેવા જરૂરી એમીનો એસીડ મત્સ્ય પ્રોટીનમાં મુખ્ય છે.
તદ્દઉપરાંત વલ્ર્ડ હેલ્થ ઓગર્ેનાઈઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓગર્ેનાઈઝેશનની ભલામણ અનુસાર મનુષ્યના આહારમાં ઓછી માત્રામાં ચરબી હોવી જોઈએ. પરંતુ અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોવું જોઈએ. જેમાં ઓમેગા-૩ જેવા આવશ્યક ફેટી એસિડ જે મનુષ્ય શરીર બનાવી શકતું નથી તે હોવા જોઈએ. તદ્દઉપરાંત ચરબીમાં ઓગળેલા વિટામીન એ અને ડી તથા વિટામીન બી કોમ્પલેક્ષા, કેલ્િશયમ, ફોસ્ફરસ જેવા મિનરલ, આર્યન, સેલેનિયમ અને આયોડીન જેવા સુક્ષમ તત્વો હોવા જોઈએ. જે શરીરની ચયાપચયની કિ્રયામાં મોટો ભાગ ભજવે છે.
સામાન્ય રીતે માછલીમાં ચરબીનું પ્રમાણ માછલીની જાત પ્રમાણે જુદુ જુદુ જોવા મળે છે. ચરબીનું ખૂબ જ ઓછું પ્રમાણ ધરાવતી માછલીઓને દૂબળી માછલીઓ કહે છે. તેમાં ચરબીનું પ્રમાણ ૦.પ થી ૩%, મધ્યમ ચરબી ધરાવતી માછલીઓમાં ૩ થી૭% અને અને વધુ ચરબી ધરાવતી માછલીઓમાં ચરબીનું પ્રમાણ ૭ થી રપ% હોય છે. આવી વધુ ચરબી ધરાવતી માછલીઓમાં સારડીન, હેરીંગ, મેકરલ વગેરેનો સમાવેશ થાય છે. માછલીની ચરબીએ અસંતૃપ્ત પ્રકારની શરીરને ઉપયોગી છે. તે શરીરની તંદુરસ્તી અને શારીરિક કિ્રયાઓ માટે આવશ્યક તમામ ફેટી એસિડ પુષ્કળ માત્રામાં ધરાવે છે. તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ મુખ્ય છે. જેને મનુષ્ય શરીર બનાવી શકતું નથી તેથી બહારથી ખોરાક મારફત શરીરને પૂરું પાડવા પડે છે. ઓમેગા-૩ ફેટી એસિડ, (હ્રદયરોગ જેવા કે હ્રદયની ધમનીઓમાં લોહીનું ગંઠાઈ જવું (કાડર્ીઓ વસ્કયુલર ડીઝીઝ), લોહીનું ઉંચું દબાણ જેવા રોગો સામે શરીરને રક્ષાણ આપે છે. તેથી ખૂબ જ ઓછી માત્રામાં તેલનો ઉપયોગ કરીને રાંધેલ કે શેકેલ માછલીને દરરોજ ખાવાથી હ્રદય રોગ થતો નથી.
ઓમેગા-૩ ફેટી એસિડમાં ડી.એચ.એ.(ડોકોઝા હેકઝા ઈનોઈક એસિડ) અને ઈ.પી.એ. (ઈકોઝા પેન્ટા ઈનોઈક એસિડ)નો સમાવેશ થાય છે. મનુષ્યના મગજના ચેતાકોષ્ાોના બંધારણમાં આ ફેટી એસિડ મુખ્ય છે. તેથી બાળકના વિકાસના શરૂઆતના તબકકામાં આપવાથી બાળકના મગજનો વિકાસ સારો થાય છે. ફેટી એસિડ ઉપરાંત માછલીની ચરબીમાં વિટામીન એ અને ડીનું પ્રમાણ પણ સારું હોય છે. જે મનુષ્યની તંદુરસ્તી માટે આવશ્યક છે.
શાર્ક માછલીની કેટલીક જાતોનું લીવર (યકૃત)નું તેલ એ સ્કેલીનનો કુદરતી સ્ત્રોત છે. સ્કેલીનમાં નોંધનીય ઔષ્ાધિય ગુણો રહેલા છે. તેથી વ્યાપારી ધોરણે નિસ્યંદન પ્રકિ્રયા દ્વારા સ્કેલીન માછલીના યકૃતતેલ (લીવરઓઈલ)માંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ ફેફસાના રોગો મટાડવા કરવામાં આવે છે. આ ઉપરાંત માછલીનું તેલ શરીરમાં આવતા સોજા, સાંધાના દુખાવા (Rheumatoid Arthritis) કોલોનમાં થતા ચાંદા (Ulcerative colitis) અને સોજાના રોગ વગેરેમાં લાભદાયક છે. ઘણી વખત ડી.એચ.એ. જેવા પોષ્ાક તત્વોની ખામીને કારણે મનુષ્યમાં ડીપ્રેશન જેવા રોગો થાય છે અને તે હિંસક બને છે. કયારેક વધુ ડીપ્રેશનને કારણે આત્મ હત્યા કરવા પણ પ્રેરાય છે અને યાદ શકિત જતી રહેવી વગેરે રોગો થાય છે. પણ માછલીનું તેલ આ આવશ્યક ફેટી એસિડ ધરાવતું હોઈ આવા માનસિક અને મગજના રોગો સામે રક્ષાણ આપે છે.
માછલીને કેલ્િશયમ, ફોસ્ફરસ જેવા કિંમતી મિનરલ અને આર્યન, કોપર અને સેલેનિયમ જેવા સુક્ષમ પોષ્ાક તત્વોનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. ખારા પાણીની માછલીઓમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં સોડિયમ અને વધારે આયોડિન ધરાવતી હોઈ લોહીનું ઊંચું દબાણવાળા દદર્ીને માટે પણ ઉત્તમ ખોરાક છે. સારડીન અને સાલમોન જેવી માછલીઓને જયારે હાંડકાં સાથે ખાવામાં આવે ત્યારે પુષ્કળ પ્રમાણમાં કેલ્િશયમ અને ફોસ્ફરસ મળે છે. કેટલાક દરિયાઈ ખોરાક જેવા કે સ્નેઈલ્સ અને ટુના એ મેગ્નેશીયમ જેવા તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. આ મિનરલ મનુષ્યના હાડકા મજબૂત કરે છે. અને હાડકાના રોગોથી બચાવે છે. તદ્દઉપરાંત ચેતાતંત્ર અને સ્નાયુના કાર્યને સક્ષામતા બક્ષો છે. દરિયાઈ માછલીઓ આયોડીનનો સારો સ્ત્રોત હોવાથી થાઈરોઈડ સંલગ્ન રોગો સામે રક્ષાણ કરે છે. ઝિંગા, કરચલા, લોબસ્ટાર જેવા કવચધારી પ્રાણીઓ અને છીપલાં તાંબા જેવા આવશ્યક તત્વોનો અગત્યનો સ્ત્રોત છે. જે શરીરમાં લોહીને ઉત્પન્ન કરવા, લોહીની નળીઓને જાળવવા, હાડકાની જાળવણી માટે અને મધ્યસ્થ ચેતાતંત્રને વ્યવસ્િથત રીતે કાર્ય કરવા યોગ્ય માત્રામાં જરૂરી છે.
માછલીમાં શકિત સ્ત્રોત કાબર્ોહાઈડ્રેટ એટલે કે શર્કરાનું પ્રમાણ ખૂબ જ નીચું હોવાથી સામાન્ય રીતે માછલીને અનાજ સાથે ખાવાથી શરીરને જરૂરી તમામ પોષ્ાક તત્વો પ્રાપ્ત થાય છે. આમ માછલી માનવ શરીરને તંદુરસ્તી બક્ષાનાર હોવાથી દરરોજ યોગ્ય માત્રામાં ખોરાકની ડીશમાં હોવી જોઈએ.

માછલી