Navsari Agricultural University
તળાવમાં ઉછેરવા લાયક માછલીઓનો પરિચય
-----------------------------------------

માછલીએ ઠંડા રૂધિરવાળું પૃષ્ઠવંશી જળચર પ્રાણી છે. તે ચૂઈની મદદથી પાણીમાં ઓગળેલો ઓકસિજન શ્વસનમાં લે છે. અને મીનપક્ષાોનો ઉપયોગ કરી હલનચલન કરે છે. તેનું શરીર ભીંગડાના બાહ્ય આવરણથી રક્ષાાયેલું હોય છે. તેના શરીરમાં હવા ભરી શકાય તેવી કોથળી, પોટા(એરબ્લેડર) હોય છે. જે પાણીમાં સંતુલન જાળવવા ઉપયોગી બને છે. માછલીઓ સામાન્ય રીતે ખોરાકમાં સુક્ષમ વનસ્પતિજન્ય પ્લવકો અને પ્રાણીજન્ય પ્લવકો, જીવજંતુઓ, નાની માછલીઓ, નાના-નાના જળચર પ્રાણીઓ અને સડેલ કુદરતી કચરાનો ઉપયોગ કરે છે. મોટા ભાગની માછલીઓ ચોમાસામાં પ્રજનન કરે છે. અને અસંખ્ય ઈંડાં મૂકે છે. શાર્ક માછલીઓ, બ્લેકમોલી અને ગપી જેવી કેટલીક માછલીઓ વિકસિત બચ્ચાંને જન્મ આપે છે. માછલીઓ સામાન્ય રીતે ખોરાક શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી હોય છે. પણ એવી કેટલીક માછલીઓ છે જે ઈંડાં મૂકવાની ઋતુ દરમ્યાન હજારો કિલોમીટર સ્થળાંતર કરી પોતાના વસવાટથી દૂર અન્ય જગ્યાએ ઈંડાં મૂકવા જાય છે. હિલ્સા (ચાકસી) અને સાલમોન જેવી દરિયાઈ માછલીઓ ઈંડાં મુકવા હજારો કિલોમીટર અંતર કાપી નદીમાં જાય છે. આવી માછલીઓને એનાડ્રોમસ માછલીઓ કહેવામાં આવે છે. આનાથી વિરુધ્ધ ઈલ જેવી મીઠાપાણીની માછલી હજારો કિલોમીટર અંતર કાપી દરિયામાં સલામત સ્થળે ઈંડાંમૂકવા જતી હોય છે. આવી માછલીઓને કેટાડ્રોમસ માછલીઓ કહેવામાં આવે છે. માછલીઓમાં પણ માતૃત્વ ભાવના જોવા મળે છે. પોતાના બચ્ચાંને અનૂકુળ અને સલામત સ્થળે જન્મ આપવા ભૂખ્યા રહીને હજારો મૂશ્કેલીઓ સહીને હજારો કિલોમીટર અંતર કાપે છે.

માછલીઓને સામાન્ય રીતે ત્રણ સમૂહમાં વહેંચી શકાય (૧) મીઠા પાણીની માછલીઓ (ર) ખારા પાણીની માછલીઓ (૩) ભાંભરા પાણીની માછલીઓ

(૧) મીઠા પાણીની માછલીઓ

મીઠા પાણીના જળ સ્ત્રોત જેવા કે નદી, તળાવ, સરોવર, જળાશયો વગેરેમાં જોવા મળતી માછલીઓને મીઠા પાણીની માછલીઓ કહેવામાં આવે છે. ઉપરોકત સ્ત્રોતનું પાણી સામાન્ય રીતે મીઠું એટલે કે ખારાશવગરનું મીઠા રહીત કે ખૂબ જ નહીવત માત્રામાં ૦.પ ગ્રામ પ્રતિ લીટરથી ઓછી ખારાશ ધરાવતું હોય છે. આમાં જોવા મળતી માછલીઓમાં કટલા, રોહુ, મિ્રગલ(ઈન્િડયન મેજરકાર્પ), ગ્રાસકાર્પ, સિલ્વરકાર્પ, કોમનકાર્પ(વિદેશીકાર્પ), માંગુર, સિંઘી(કેટમાછલીઓ), મીઠા પાણીની શાર્ક(વોલેગો અટ્ટુ), તીલાપીઆ જેવી માછલીઓનો સમાવેશ થાય છે.

(ર) ખારા પાણીની માછલીઓ

સારડીન, મેકરલ, પાપલેટ, રીબનફીશ, બુમલા, કોબીઆ, હેંરીંગ, હીલસા વગેરે માછલીઓ દરિયામાં કે ખારા પાણીના બેક વોટરમાં જોવા મળે છે. આ પાણીની ખારાશ સામાન્ય રીતે ૩૦ પી.પી.ટી. કરતાં વધારે હોય છે. સાંભર સરોવર એ ખારા પાણીનું સરોવર છે.

(૩) ભાંભરા પાણીની માછલીઓ

મધ્યમ ખારાશ એટલે કે ૦.પ પીપીટીથી ૩૦ પી.પી.ટી. ધરાવતા પાણીને ભાંભરું પાણી કહે છે. આવા સ્ત્રોત સામાન્ય રીતે નદીઓ અને દરિયાનું પાણી એક બીજાને મળે ત્યાં હોય છે. અંગ્રેજીમાં ભાંભરા પાણીને બ્રેકીશ વોટર કહેવામાં આવે છે. ઓરિસ્સામાં ચિલ્કા સરોવર, તમિલનાડુમાં આવેલ પુલિકટ સરોવર, ગુજરાતમાં નર્મદા નદી દરિયાને મળે છે. તેનો ભરૂચ પાસેનો મુખ પ્રદેશ, દક્ષિાણ ગુજરાતમાં સુરત નજીક તાપીનો મુખ પ્રદેશ વગેરે ભાંભરા પાણીના મુખ્ય વિસ્તાર છે. આમ ગુજરાતમાં ભરૂચથી નવસારી સુધી અનેક વિસ્તારમાં ભાંભરા પાણીના જળસ્ત્રોત આવેલા છે. સીબાસ(Lates calcerifer)મિલ્ક ફીશ(Chanos chanos)મલેટ(Mngil cephalus, M. seheli, M.cunnesius, M. tade etc) વગેરે ભાંભરા પાણીની માછલીઓ છે.

મીઠા પાણીમાં ઉછેરવા લાયક માછલીઓ અને ઝિંગા

મીઠા પાણીમાં ઉછેરવા લાયક માછલીઓમાં કટલા, રોહુ, મિ્રગલ (ઈન્િડયન મેજર કાર્પ), ગ્રાસકાર્પ, સિલ્વરકાર્પ, કોમનકાર્પ(વિદેશીકાર્પ), માંગુર, સિંઘી(કેટમાછલીઓ), મીઠા પાણીની શાર્ક(વોલેગો અટ્ટુુ), તીલાપીઆ વગેરેનો સમાવેશ થાય છે. જયારે સ્કેમ્પી,ઈન્િડયન રીવર પ્રોન અને ગંગા રીવર પ્રોન એ મીઠા પાણીમાં ઉછેર કરી શકાય તેવા ઝિંગા છે. તદ્દઉપરાંત સીબસ (Lattes calcerifer),મિલ્ક ફીશ(Chinos chauos),તથા મલેટ જેવી ભાંભરા પાણીની માછલીઓને મીઠા પાણીમાં અનુકૂળ કરી ઉછેરી શકાય છે.

(૧) કટલા માછલી (catla catla)

ઓળખના લક્ષાણો:

આ માછલી ઈન્િડયન મેજર કાર્પના સમૂહની માછલી છે. શરીર સામાન્ય રીતે ઊંડુ(ગહેરું), પેટ કરતાં પીઠ વધુ (ખૂંધ), માથુ મોટુ અને ઉપરની બાજુએ વળેલું ઉપરનો હોઠ અનુપસ્િથત, ઉપરના ભાગનું શરીર ઘાટા રંગનું, નીચેનું શરીર તથા પેટનો ભાગ ચળકતા રંગનો, પૃષ્ઠમીનપક્ષા (ડોરસલ ફીન)માં ૧૪ થી ૧૬ ફીન રે (મીનપક્ષા કીરણો) નીકળે છે. નર માછલીની ચૂઈ પાસેનું મીનપક્ષા (પેકટોરલ ફીન)ની પૃષ્ઠ સપાટી કકરી હોય છે. જયારે માદામાં તે લીસુ હોય છે.

ખોરાક:

આ માછલી મુખ્યત્વે પાણીની સપાટી ઉપરથી ખોરાક લે છે. તેથી તેને સરફેશ ફીડર પણ કહેવામાં આવે છે. પ્રાણી જન્ય સૂક્ષમ પ્લવક (Zooplankton) તેનો મુખ્ય ખોરાક છે. તદ્દ ઉપરાંત વનસ્પતિ જન્ય પ્લવક, કીટકોના કોશેટા, સુક્ષમ શેવાળ/ લીલ તથા જલીય ઘાસ પાનના નાનકડા કૂમળા ટૂકડાનો પણ સમાવેશ થાય છે.

પ્રજનન:

આ માછલી પ્રાકૃતિક વાતાવરણ એટલે કે નદીમાં મુખ્યત્વે વષ્ર્ાઋતુ દરમ્યાન પ્રજનન કરે છે. નદીની આજુબાજુનો વિસ્તાર જે છીછરા પાણીથી પથરાયેલ હોય છે અને ધીમે ધીમે પાણી વહેતું હોય તેવા વિસ્તારમાંં ઈંડાંમૂકે છે. આ માછલીઓ નદીમાં પ્રથમ પૂર વખતે ઈંડાંમૂકતી નથી. સામાન્ય રીતે ચોમાસાની મધ્યમાં અને ત્યારબાદ વરસાદી માહોલમાં ઈંડાંમૂકે છે. બંધીયાર પાણીમાં આ માછલી ઈંડાંમૂકતી નથી. સામાન્ય રીતે બે થી ત્રણ વષ્ર્ાની માછલી પ્રજનન કરવા યોગ્ય થઈ જાય છે અને આશરે ૧૬૦,૦૦૦ થી ર૦૦,૦૦૦ નંગ ઈંડાં પ્રતિ કિગ્રા વજન પ્રમાણે છોડે છે. તળાવમાં ઉછેર દરમ્યાન લગભગ ૩૦ થી ૪પ સે.મી.ની લંબાઈ પ્રથમ વષ્ર્ામાં પ્રાપ્ત કરે છે.

આથર્િક મહત્વ:

ભારતીય મેજર કાર્પમાં કટલા માછલી સૌથી ઝડપથી વિકાસ કરતી માછલી છે. ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશોમાં કાર્પ માછલીઓની મિશ્રિત ઉછેર પ્રણાલીમાં એ પ્રમુખ પ્રજાતીના રૂપમાં ઉછેરાતી માછલી છે. એક વષ્ર્ાના સમયગાળામાં આ માછલી ૧ થી ર.પ કિ.ગ્રા. સુધીનું વજન પ્રાપ્ત કરે છે. નદીઓ, જળાશયો, તળાવો, અને ઝીલોમાંથી આખા વષ્ર્ા દરમ્યાન પકડવામાં આવે છે.


કટલા માછલી

(ર) રોહુ(Labeo rohita)

ઓળખના લક્ષાણો:આ માછલી પણ ભારતીય મેજરકાર્પ સમૂહની માછલી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શરીર લાંબુ, માથું નાનું અને મોંઢાના મધ્યભાગમાં મોટા હોઠ અને નીચેનો હોઠ ઝાલરદાર, આંખ મોટી, આછા લીલાશ રંગના ભીંગડાં મીનપક્ષાો પર હોય છે. પૃષ્ઠમીન પક્ષામાં ૧ર થી ૧૩ બ્રાન્ચરે (રેસા )હોય છે.

મહત્તમ સાઈઝ:

મહત્તમ લંબાઈ ૧ મીટર

ખોરાક :

પાણીના મધ્યભાગ (કોલમ)માં ઉપલબ્ધ જૈવિક પદાર્થ, વનસ્પતિજન્ય પ્લવકો, વનસ્પતિના નાના ટૂકડા વગેરે મુખ્ય આહારના ઘટકો છે.

પ્રજનન:

એક વષ્ર્ામાં આ માછલી લગભગ ૩પ થી ૪૦ સે.મી.ની લંબાઈ પ્રાપ્ત કરે છે. પરંતુ બીજા વષ્ર્ાના અંત સુધીમાં તે પુખ્ત વયની અને પ્રજનન યોગ્ય અવસ્થામાં પહોંચે છે. આ પણ અન્ય ભારતીય મેજર કાર્પની જેમ વષ્ર્ાઋતુમાં નદીમાં પ્રજનન કરે છે. અને તેની ઈંડાં દેવાની ક્ષામતા કટલા અને મિ્રગલ કરતાં વધુ છે. એક અહેવાલ મુજબ આ પ્રજાતીમાં ૩ થી૩.પ લાખ ઈંડાં મૂકવાની ક્ષામતા નોંધાયેલ છે.

આથર્િક મહત્વ:

આ માછલી મૂળરૂપે ગંગા નદી અને તેના જળાશયો અને ઝીલોની છે. પણ પ્રેરીત સંવર્ધન અને ઉછેરના પ્રયોગોને કારણે હવે આ માછલી દક્ષિાણ અને મધ્ય ભારતની નદીઓ, તળાવો અને જળાશયોમાં પણ જોવા મળે છે. ભારતની કિંમતી માછલીઓમાંની એક છે. મિશ્ર કાર્પ ઉછેર અંતર્ગત ઉછેરવા માટે એક ઉત્તમ પ્રજાતી માનવામાં આવે છે.

એક વષ્ર્ાના મત્સ્ય ઉછેર સમયગાળામાં આ માછલી લગભગ ૭પ૦ ગ્રામ થી ૧ કિ.ગ્રા. વજન પ્રાપ્ત કરે છે. અને આનો બજારમાં સારો ભાવ મળે છે. ઉતર ભારતમાં માછલી ખાનાર શોખીન લોકોની પસંદગીની માછલી છે. સ્વાદ, દેખાવ, સુવાસ અને ગુણોમાં ઉતમ માનવામાં આવે છે. તે કારણે બજારમાં આ માછલીની માંગ વધુ રહે છે.


રોહુ માછલી

(૩) મ્રીગલ (Cirhinus mrigala):

શરીર સામાન્ય રીતે સાધારણ પાતળું, પેટ કરતાં પીઠ ઓછી ફુલેલી, મોઢું ગોળ, હોઠ નાના અને પાતળા, નીચેના હોઠની બાજુમાં એક જોડી મૂછો(બાર્બલ), પીઠનો ભાગ ઘાટા રંગનો, શરીર ચળકતું, ચૂઈ પાસેના પેકટોરલ ફીન, પેટના ભાગ તરફનું વેન્ટ્રલ ફીન અને મળદ્વાર પાસેનું એનલ મીનપક્ષાનો રંગ આછો નારંગી અને તેમાં કાળા રંગની ઝળક જોવા મળે છે. આંખો સોનેરી હોય છે.

મહતમ સાઈઝ:

૯૯ સે.મી. અને વજન ૧ર.૭ કિગ્રા.

ખોરાક:

મુખ્યત્વે આ માછલી તળાવના તળીયે કોહવાયેલ જૈવિક વનસ્પતિજન્ય કચરો, જીવજંતુઓ, શેવાળ તથા કીચડમાં રહેલ કીડા વગેરે તેનો મુખ્ય ખોરાક છે.

પ્રજનન:
કટલા અને રોહુ માછલીની જેમ આ માછલી પણ પ્રાકૃતિક વાતાવરણમાં એટલે કે નદીમાં પ્રજનન કરે છે. બે વષ્ર્ાના વિકાસકાળ દરમ્યાન પ્રજનન કરવા યોગ્ય થઈ જાય છે.

આથર્િક મહત્વ:

તળાવમાં તળીયાના કચરાને ખોરાક તરીકે ઉપયોગ કરી વિકાસ સાધતી આ માછલીનો બજારમાં સારી માંગ રહે છે. વિવિધ લક્ષાી કાર્પ ઉછેર પધ્ધતિ અંતર્ગત તળાવમાં ઉછેરવા માટે આ એક ઉતમ ઉપયોગી પ્રજાતી માનવામાં આવે છે. એક વષ્ર્ાના સમયગાળા દરમ્યાન આ માછલી લગભગ પ૦૦થી ૮૦૦ ગ્રામ વજનની થઈ જાય છે. અન્ય પ્રમુખ કાર્પ માછલીઓની જેમ મ્રીગલ પણ બજારમાં ઊંચા ભાવે વેચાય છે.


મ્રીગલ માછલી

(૪) ગ્રાસકાર્પ(Ctenopharyngodon idella ):

ઓળખ લક્ષાણ:

આ માછલી મૂળ ચીનની વતની હોવાથી ચાઈનીઝ મેજરકાર્પ તરીકે ઓળખાય છે.આ માછલીનું શરીર લાંબું, માથુ થોડું સપાટ, મોઢુ પહોળું તથા નીચેની બાજુએ વળેલું, નીચેનું જડબું સાપેક્ષામાં નાનું, આંખ નાની, પૃષ્ઠમીનપક્ષા સાઈઝમાં નાનું, પૂચ્છનો ભાગ આજુબાજુથી ચપટો, પીઠ અને તેની આજુબાજુનો રંગ લીલાશ પડતો ચળકતો અને પેટનો ભાગ સફેદ, ઘાસ અને વનસ્પતિના પાન કાપી શકે તેવા ધારદાર દાંત હોય છે.

મહત્તમ સાઈઝ:

આ માછલીની વૃધ્િધ ઝડપી હોય છે. એક વષ્ર્ામાં લંબાઈ ૩પ થી પ૦ સે.મી. તથા સવા બે કિલોથી પણ વધુ વજનની થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ નોંધયું છે કે આ માછલી પ૦ કિ.ગ્રા.ની પણ થઈ શકે છે.

ખોરાક:

આ માછલી પાણીમાં મધ્ય તથા નીચેના ભાગમાં રહે છે. તથા ખોરાકની શોધમાં તળાવના કાંઠાની નજીક હરતી ફરતી જોવા મળે છે. આ માછલી જલજ વનસ્પતિ, ઘાસ, નિંદામણ જેવી વનસ્પતિ ખાય છે. માટે તેને ગ્રાસ કાર્પ કહેવામાં આવે છે. આ માછલી ખાઉધરી છે. તે પોતાના વજન થી પણ વધુ ખાઈને ખૂબ જ ઝડપથી મોટી થાય છે. ઈ.સ.૧૯૭૩માં સિન્હા નામના વૈજ્ઞાનિકે છ માસના ઉછેર સમયમાં ર.પ કિ.ગ્રા. વજન નોંધેેલ છે. આ માછલી તળાવમાં તરતી કૂમળી વનસ્પતિ, પાંદડાં, શેવાળને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મત્સ્ય ઉછેર તળાવમાં આ માછલીને બટેટાં, અનાજ, ચોખાની કૂસકી, કોબીજ તથા શાકભાજીમાં પાંદડાં વગેરે આહારમાં આપી સારો વિકાસ સસ્તા ખોરાકથી મેળવી શકાય છે. સીબાસ કે અન્ય માછલીઓને આપવામાં આવતો પ્રોટીનયુકત તરતો ખોરાક ૮ા:િબ્ત્ય્દ્યન્ ાભ્ભ્મ્૯ પણ આ માછલી સારા પ્રમાણમાં ખાય છે.

પ્રજનન:

આ માછલીની પ્રજનન ઋતુ જુદા જુદા દેશોમાં જુદી જુદી છે. તે હવામાન ઉપર આધાર રાખે છે. ભારતમાં આ માછલી માર્ચથી ઓગષ્ટ દરમ્યાન ઈંડાં મૂકે છે. નર માછલી બે વષ્ર્ાની ઉંમરે અને માદા ત્રણ વષ્ર્ાની ઉંમરે પ્રજનન માટે પરિપકવતા પ્રાપ્ત કરે છે. ઈંડાં મૂકવાની ક્ષામતા બદલાતા હવામાન અને સાઈઝ પ્રમાણે બદલાય છે. ગ્રાસકાર્પ માછલી લગભગ ૮૦થી ૯૦ ઈંડાં પ્રતિ ગ્રામ વજન પ્રમાણે મૂકે છે.

આથર્િક મહત્વ:

ગ્રાસ કાર્પ મૂળ ચીન દેશની માછલી છે. જલીય સંશોધનોમાં જલીય વનસ્પતિના નિયંત્રણ માટે આ માછલીને વિશ્વના ઘણાં દેશોમાં લઈ જવામાં આવે છે. વષ્ર્ા ૧૯પ૯ માં આ માછલીના બચ્ચાંને સૌ પ્રથમ કેન્િદ્રય મીઠાપાણી માછલી અનુસંધાન સંસ્થાના કટક કેન્દ્ર ખાતેના તળાવોમાં રાખવામાં આવી હતી.

પ્રયોગોના આધારે જાણવા મળ્યું કે કાર્પ માછલીઓની મિશ્ર ઉછેર પ્રણાલીમાં આ માછલીનો સમાવેશ ખૂબ જ લાભકારી સાબિત થાય છે તથા જલજ વનસ્પતિના નિયંત્રણ માટે ખૂબ જ લાભદાયી છે. તળાવના ક્ષોત્રફળના આધારે તેની સંગ્રહિત કરવાની સંખ્યા નકકી કરવામાં આવે છે. એક વષ્ર્ાના ઉછેર સમય દરમ્યાન તેને આપવામાં આવેલ પુરક આહાર અનુરૂપ આ માછલી લગભગ ર થી પ કિ.ગ્રા. વજનની થઈ જાય છે. આ માછલીનો બજારભાવ પણ સારો મળે છે.


ગ્રાસકાર્પ માછલી

(પ) સિલ્વરકાર્પ (Hypophthalmichthys molitric):

ઓળખ લક્ષાણ:-

આ માછલી પણ ચાઈનીઝ મેઝર કાર્પના સમૂહની માછલી છે. શરીર બંન્ને બાજૂથી ચપટું, માથું સાધારણ, મોઢું મોટું, નીચલું જડબુ ઉપરની બાજુ થોડું વળેલું, આંખ નાની, પીઠનો રંગ ચળકતો હોય છે. પાશ્ર્વ રેખાના છીદ્રો નાના અને તેની સંખ્યા ૧૧૦ થી ૧ર૬ હોય છે.

મહત્તમ સાઈઝ:

ઈ.સ. ૧૯૮૬માં હયુટ નામના વૈજ્ઞાનિકે ર૦ કિગ્રાની માછલી નોંધેલ જયારે વષ્ર્ા ૧૯૯ર-૯૩ માં મંુબઈના પવાઈ તળાવમાં પાણીમાં ઓકસિજનનું પ્રમાણ સાવ ઘટી જવાથી ખૂબ જ મોટી સંખ્યામાં સિલ્વરકાર્પ માછલીઓના મરણ થયેલ જેમાં મહત્તમ લંબાઈ ૧.૦ર મીટર અને વજન પ૦ કિ.ગ્રા. જોવા મળેલ.

ખોરાક:

આ માછલી પણ કટલા માછલીની જેમ પાણીની સપાટી પરથી ખોરાક ખાનારી માછલી છે. વનસ્પતિ જન્ય પ્લવકો (ફાઈટોપ્લેનકટોન) તેનો પસંદગીનો મુખ્ય ખોરાક છે. શુધ્ધ શાકાહારી આ માછલીની એલીમેન્ટરી કેનાલ (ભોજનનળી) શરીરની લંબાઈથી લગભગ ૬.૯ ગણી લાંબી હોય છે.

પ્રજનન:

બે થી અઢી વષ્ર્ાની વયે આ માછલી પ્રજનન યોગ્ય પરિપકવ થઈ જાય છે. ઈંડાં મૂકવાની ક્ષામતા ૧.૬૦ થી ૧.૭૦ લાખ પ્રતિ કિ.ગ્રા. શરીરના વજન પ્રમાણે હોય છે.

આથર્િક મહત્વ:

ભારતમાં ઝડપથી વૃધ્િધ પામતી માછલીઓની જરૂરીયાતને પૂરી પાડવાના ઉદ્દેશથી વષ્ર્ા ૧૯પ૯માં ભારતમાં જાપાનની ટોન નદીમાંથી સિલ્વર કાર્પની ૩૦૦ ફિંગરલીંગ ભારતમાં લાવવામાં આવી હતી. આ ફિંગરલીંગને સૌ પ્રથમ કેન્િદ્રય મીઠા પાણી મત્સ્ય અનુસંધાન સંસ્થાના કટક કેન્દ્ર ખાતેના તળાવમાં રાખવામાં આવી હતી. પ્રયોગના આધારે જાણવા મળ્યું કે આ માછલી ખૂબ જ ઝડપથી વધવાવાળી માછલી છે. તથા ખોરાક સંબધી આદતોમાં કટલા સાથે થોડી સામ્યતા ધરાવે છે.

કાર્પ માછલીઓના મિશ્રિત ઉછેર પ્રણાલીમાં સિલ્વર કાર્પ એક પ્રમુખ પ્રજાતીના રૂપમાં ઉછેરાતી માછલી છે. આની વૃધ્િધ ખૂબ ઝડપી હોય છે. લગભગ છ માસના સમયગાળામાં આ માછલી ૧ કિ.ગ્રા. સુધી વજન પ્રાપ્ત કરે છે. કટલાની સાપેક્ષામાં આ માછલીમાં કાંટા ઓછા હોય છે. તથા ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તેમ છતાં ભારતીય મેજરકાર્પની તુલનાએ આ માછલીની કિંમત બજારમાં ઓછી મળે છે.


સિલ્વરકાર્પ માછલી

(૬) કોમન કાર્પ (Cyprinus carpio)

ઓળખના લક્ષાણો:

શરીર સામાન્ય રીતે દળદાર લંબગોળ આકારનું ગોટીકલું, મોંઢુ બહાર તરફ ફુલેલું હોય છે. આ એક પરિવર્તનશીલ પ્રજાતિ છે. જુદા જુદા ક્ષોત્રોની ભૌગોલિક પરિસ્િથતિ મુજબ આ માછલીની શારિરીક રચનામાં અને દેખાવમાં થોડું અંતર જોવા મળે છે. તેથી દુનિયાના જુદા જુદા વિસ્તારમાં આ માછલી એશિયન કાર્પ, જર્મનકાર્પ, યુરોપિયનકાર્પ વગેરે નામથી ઓળખાય છે.

સામાન્ય રીતે કોમન કાર્પની નીચે દશર્ાવેલ ત્રણ ઉપજાતિઓ જોવા મળે છે.

(૧) સ્કેલ કાર્પ:

(સાઈપિ્રનસ કારપીઓ વેરાયટી કમ્યુનીસ)તેના શરીર ઉપરના ભીંગડાંની ગોઠવણ એક સરખી હોય છે.

(ર) મિરરકાર્પ:

(સાઈપિ્રનસ કારપીઓ વેરાયટી સ્પેકયુલારીસ) આ માછલીના શરીર ઉપરના ભીંગડાંની ગોઠવણ અનિયમિત હોય છે. શરીર ઉપર ખૂબ જ ઓછી માત્રામાં ભીંગડાં હોય છે. મોટા ભાગના શરીર પર ભીંગડાં હોતા નથી. ભીંગડાં મોટા અને ચમકતા અરીસા જેવા હોય છે.

(૩) લેધરકાર્પ:

(સાઈપિ્રનસ કારપીઓ વેરાયટી નુડસ) આ માછલીના શરીર પર ભીંગડાં હોતા નથી તેથી ભીંગડાં વગરનું શરીર ચામડા જેવું લાગતું હોઈ લેધર કાર્પ કહેવામાં આવે છે.

મહત્તમ સાઈઝ:

ભારતમાં આ માછલીની મહત્તમ સાઈઝ ૧૦ કિ.ગ્રા. સુધી જોવા મળેલ છે.

ખોરાક:

આ એક સર્વભક્ષાી માછલી છે. આ માછલી મુખ્યત્વે તળાવના તળીયાના ભાગમાં રહેતી માછલી છે. તળાવના તળીયા પર આવેલ જીવજંતુઓ, વનસ્પતિનો કોહવાટ, શેવાળ, તથા કીચડમાં રહેલ જીવજંતુ અને કીડા તેનો મુખ્ય ખોરાક છે.

પ્રજનન:

તેની પ્રજનન યોગ્ય સાઈઝ તાપમાન અને અન્ય હવામાનના પરિબળો ઉપર આધાર રાખે છે. ભારત જેવા દેશ જયાં સરેરાશ પાણીનું તાપમાન ૧૮૦-૩પ૦ સે હોય છે. ત્યાં માદા માછલી ૬ થી ૮ માસમાં પુખ્ત બની જાય છે. જયારે નર એક વષ્ર્ામાં પુખ્તતા પ્રાપ્ત કરે છે. જેમ જેમ તાપમાન ઘટતું જાય તેમ તેમ પ્રજનન કરવાની ઉંમર અને સાઈઝ વધે છે. ભારતમાં કોમનકાર્પની બે પ્રજનન ઋતુ છે.

(૧) જાન્યુઆરી થી માર્ચ (ર) જૂન થી ઓગષ્ટ, તેમ છતાં પ્રજનન કરવા યોગ્ય નર અને માદા આખા વષ્ર્ા દરમ્યાન જોવા મળે છે. આ માછલીઓના નરમાં શુક્રાશય ખૂબ જ મોટી સાઈઝના જોવા મળે છે. સામાન્ય રીતે આ માછલી ૧.પ૦ થી ૧.૮૦ લાખ પ્રતિ કિ.ગ્રા. શરીરના વજન પ્રમાણે ઈંડાં, બંધિયાર પાણીમાં જલજ વનસ્પતિ ઉપર મૂકે છે. તેના ઈંડાં ચીકાશયુકત હોય છે.

આથર્િક મહત્વ:

કોમનકાર્પ માછલીઓ મૂળ એશિયા ખંડની માછલીઓ છે. વિશ્વના મોટા ભાગના ક્ષોત્રોમાં આ માછલીનો ઉછેર કરવામાં આવે છે. આ માછલી ઓછા ઓકિસજન યુકત અને વધુ કાર્બન ડાયોકસાઈડ યુકત પાણીમાં અન્ય કાર્પ માછલીઓની સાપેક્ષામાં ખૂબ જ સારી રીતે ટકી શકે છે. તેથી મત્સ્ય ઉછેર માટે ખૂબ જ લોકપિ્રય પ્રજાતી છે.

ભારતમાં કોમનકાર્પનું પ્રથમ પ્રત્યારોપણ મિરર કાર્પ ઉપજાતિના રૂપમાં ઈ.સ. ૧૯૩૦ માં કરવામાં આવ્યું હતું. તેના કેટલાક નમૂના શ્રીલંકાથી પ્રાપ્ત થયા હતા. આ માછલીને સર્વ પ્રથમ ઉટકામંડની ઝીલમાં રાખવામાં આવી હતી. જોત જોતામાં મિરર કાર્પ દેશના પર્વતીય ક્ષોત્રોની એક જાણીતી માછલી બની ગઈ. બીજી ઉપજાતિ સ્કેલકાર્પ ભારત વષ્ર્ામાં પ્રથમ વખત ઈ.સ. ૧૯પ૭ માં બેંગકોંકથી લાવવામાં આવી હતી. પ્રયોગોના આધારે જાણવા મળ્યુ છે. કે આ એક પ્રખર પ્રજનક છે. તથા જમીન પ્રદેશમાં ઉછેરવા માટે અત્યંત ઉપયોગી છે. હાલ સ્કેલકાર્પ દેશના લગભગ પ્રત્યેક પ્રદેશોના પાણીમાં ઉછેરવામાં આવે છે. એવા ક્ષોત્રો કે જયાં ભારતીય મેજર કાર્પની ઉપલબ્ધી ઓછી હોય એવા ક્ષોત્રમાં સ્કેલકાર્પ સૌથી વધુ ઉછેરવા લાયક માછલી સાબિત થઈ છે. એક વષ્ર્ાના સમયગાળા દરમ્યાન આ માછલી લગભગ ૯૦૦ ગ્રામ થી ૧૪૦૦ ગ્રામ વજનની થઈ જાય છે. કોમનકાર્પ માછલીઓ પાણીના ઉંચા અને નીચા તાપમાન સાથે પાણીની ખારાશ ૭ પી.પી.ટી. (એક હજારમાં ભાગ) પણ સારી રીતે સહન કરી શકે છે. કોમનકાર્પને ખોરાકની શોધમાં તળાવોના પાળાઓને ખોદવાની આદત હોય છે. આનાથી તળાવના પાળા ખોખલા થઈ નબળાં થાય છે. તળીયે થી કાદવમાંથી કીડાં, જીવજંતુઓને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે તળીયાના કાદવ કીચડને ઉથલાવે છે. તેથી તળાવનું પાણી પણ ડોહળાશ યુકત દેખાય છે.

શરૂઆતમાં જયારે આ માછલી સ્થાનિક બજારોમાં આવી, ત્યારે લોકોએ આને પસંદ કરી ન હતી પણ ધીરેધીરે ખાવાલાયક માછલીના રૂપમાં આ માછલી હવે ભારતમાં એક સારી ઓળખ બની ગઈ છે. કોમનકાર્પનો ઉછેર પિંજરા પધ્ધતિ (કેઝકલ્ચર)માં પણ કરી શકાય છે.


કોમન કાર્પ માછલી

(૭) માંગુર- કેટમાછલી(Clarias batrachus):

ઓળખ લક્ષાણો:

કેટ માછલી (કલેરીયસ બેટ્રેકસ)ને ભારતમાં માંગુર તરીકે જાણીતી છે. આ માછલીના શરીર ઉપર ભીંગડાં હોતા નથી. મોંઢા ઉપર મૂછો જેવા ચાર જોડી સૂત્રાંગો હોવાથી કેટ (બિલાડી) માછલી તરીકે ઓળખાય છે. પૃષ્ઠમીન પક્ષા ખૂબ જ લાંબુ હોય છે. તેની લંબાઈ શરીરની કુલ લંબાઈના ર/૩ ભાગની હોય છે. જયારે મળદ્વાર નજીકની એનલફીન પણ શરીરની અડધી લંબાઈની હોય છે. શરીરનો રંગ આછો નારંગી-લાલ, હવામાંથી વાયુશ્વસનમાં લેવા માટે વિશેષ્ા અંગ વિકસીત હોવાથી વાયુ શ્વસનની પ્રવૃતિ ખૂબ જ પ્રબળ હોય છે. આ માછલીઓ કાદવ કીચડ યુકત તળાવમાં વધારે જોવા મળે છે અને આવા તળાવમાં ઓછો ઓકસિજન, વધારે કાર્બનડાયર્ોકસાઈડ, મીથેન અને એમોનિયા હોવા છતાં પણ સારી રીતે જીવી શકે છે.

મહત્તમ સાઈઝ:

સામાન્ય રીતે આ માછલીઓ નાની સાઈઝની હોય છે. એક વષ્ર્ામાં લગભગ ૪૦૦ થી ૪પ૦ ગ્રામની થાય છે. ભારતમાં આ માછલીની મહત્તમ લંબાઈ ૪૬પ મી.મી. સુધી જોવા મળેલ છે.

ખોરાક:

શિશુ અવસ્થામાં આ માછલીઓ પ્લવકોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કિશોર અવસ્થામાં જલીય કીટકો તથા પુખ્ત અવસ્થામાં શિકારી બની તે નાની માછલીઓ, નાના નાના કીડાં અને જીવજંતુઓને ખોરાકના ઘટક તરીકે ઉપયોગમાં લે છે. સૂત્રાંગોની મદદથી આ માછલી ખોરાક શોધી શકે છે.

પ્રજનન:

એક વષ્ર્ામાં આ માછલી પ્રજનન યોગ્ય થઈ જાય છે. પુખ્ય વયે નર માછલીનું જનનાંગ (Genital papilla) લાંબુ અને પોઈન્ટેડ જયારે માદાનું જનનાંગ(Genital papilla) ગોળ કે લંબગોળ બટન આકારનું હોય છે. આમ જનનાંગ પરથી માદા અને નરની ઓળખ થાય છે. પ્રજનન ઋતુમાં માદા માછલીનું જનનકાણું જયાંથી ઈંડાં બહાર આવે છે તે લાલ, ગોળ અને ફૂલેલ બને છે. જયારે નરમાં તે પાતળું અને સફેદ હોય છે. કાર્પ કે અન્ય માછલીઓ કરતાં તેની ઈંડાં દેવાની ક્ષામતા ઓછી એટલે કે ૧પ,૦૦૦ થી ર૦,૦૦૦ નંગ ઈંડાંની છે.

આ માછલીનું પ્રજનન વરસાદ પર આધાર રાખે છે. જો વરસાદનો સમય ઓછો થાય તો પ્રજનનનો સમય પણ ઓછો હોય છે. ઈંડાં મૂકવા માટે આ માછલી તળાવના તળીયે માટી ખોદી બખોલું જેવું બનાવે છે. અને તેમાં ઈંડાં મૂકે છે. ઈંડાં મૂકયા બાદ શિશુની દેખભાર કરે છે. બંધિયાર અવસ્યામાં હોમર્ોનના ઈન્જેકશન આપી અને સ્ટ્રીપીંગ પધ્ધતિ દ્વારા આ માછલીનું પ્રેરિત સંવર્ધન કરવામાં આવે છે.

આથર્િક મહત્વ: પૌષ્િટક તત્વ અને ઔષ્ાધિય મૂલ્યોના કારણે માંગૂર માછલી બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાય છે. વૈજ્ઞાનિકોના અભિપ્રાય મુજબ આ માછલીમાં લોહ અને તાંબાની માત્રા વધુ હોવાથી તે હિમોગ્લોબીનની ટકાવારી વધારવામાંં મદદરૂપ બને છે. જેથી શરીરીમાં લોહની અભિવૃધ્િધ થાય છે. દક્ષિાણ પૂર્વ એશિયામાં વિશેષ્ા કરીને થાયલેેંડમાં માંગુરનો ઉછેર બહુજ લોકપિ્રય છે. ચાર પાંચ મહિનામાં જ આની પેદાવાર થતી થતી હોવાથી એક વષ્ર્ામાં તેનું બે વખત ઉત્પાદન લેવામાં આવે છે. ભારતમાં પણ આ માછલીના ઉછેરની સારી સંભાવના રહેલી છે.


માંગુર કેટ માછલી

(૮) સિંઘી (Heteropneustes fossilis):

સિંઘી માછલી સામાન્ય રીતે સ્ટીન્ગ કેટ માછલી તરીકે ઓળખાય છે. તે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, થાયલેન્ડ અને મ્યનમારમાં જોવા મળે છે. શ્રીલંકામાં સિન્હાલ લોકો આ માછલીને હુંગા તરીકે ઓળખે છે. જયારે ભારતમાં સિંઘી તરીકે ઓળખાય છે. તે દક્ષિાણ ભારતમાં વધુ જોવા મળે છે. ત્યાં કારી તરીકે ઓળખાય છે. આ માછલી મુખ્યત્વે કાદવ, કીચડ યુકત છીછરા તળાવ અને કયારેક કાદવ યુકત નદીમાં જોવા મળે છે. આ માછલી થોડા અંશે ભાંભરા પાણી ને પણ સહન કરી ટકી શકે છે. આ માછલી તેના પેકટોરલ ફીનનાં કાંટાથી મનુષ્ય ને પીડાદાયક ઈજા પહોચાડી શકે છે.

ઓળખ લક્ષાણો:

માથુ સપાટ અને બંને બાજુએથી ચપટુ હોય છે. પૃષ્ઠમીન પક્ષા ટૂંકુ. મુખ્ય ઓળખ લક્ષાણમાં આ માછલીનાં મળદ્રાર નજીકના એનલ મીનપક્ષા અને પૃચ્છ વચ્ચે બંને મીનપક્ષાને જુદી પાડતી ખાંચ હોય છે. શરીર સામાન્ય રીતે લાંબુ પાતળુ, ચાર જોડી મુછો (બાર્બલ) હોય છે.

મહતમ સાઈઝ

૩૦ સે.મી.ની જોવા મળે છે. અપવાદ રૂપે આ માછલીનું જીવન ખુબ જ લાંબુ હોય છે. તે યોગ્ય કાળજી પૂર્વકની સ્િથતિમાં ર૦ વષ્ર્ાથી વધુ જીવન જીવી શકે છે. આ માછલીને શ્વસન માટે વિશેષ્ા અંગો હોવાથી વાયુ શ્વસન વ્યવસ્િથત પણે કરી શકે છે.

ખોરાક:
નાના મૃદુકાય સમુદાયના છિપ, સ્નેઈલ, જીવજંતુઓ, નાની માછલીઓ, કોપેપોડ, શેવાળ અને કોહવાયેલ કચરો, અળસિયા અને કીડાનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે.

પ્રજનન:

આ માછલી પ્રથમ પુખ્તતા ૮ થી ૧ર સે.મીની લંબાઈએ એક વષ્ર્ાની ઉંમરે પ્રાપ્ત કરે છે. નર અને માદા માછલીને પ્રજનન ઋતુ દરમ્યાન જનનાંગોના વિકાસ પરથી ઓળખી શકાય છે. આ માછલી બંધિયાર પાણીમાં, વષ્ાર્ાઋતુમાં જુન થી ઓગષ્ટ મહિનામાં પ્રજનન કરે છે. જુલાઈ માસમાં વધુમાં વધુ માછલીઓ પ્રજનન કરે છે. આ માછલીની ઈંડાં મુકવાની ક્ષામતા ૧પ૦૦ થી ર૦૦૦ નંગ ઈંડાંપ્રતિ ગ્રામ અંડાશયના વજન પ્રમાણે છે.

આથર્િક મહત્વ:

બાંગ્લાદેશમાં આ માછલીને ખૂબજ પસંદ કરવામાં આવે છે. ઔષ્ાધિય ગુણોને કારણે આ માછલી ખૂબ જ કિંમતી છે. મલેશિયામાં દદર્ીઓને સાજા થયા પછી શરીરમાં લોહીના અને શકિતના સંચય માટે આ માછલી ખાવાની ભલામણ કરવામાં આવે છે. માંસ સ્વાદિષ્ટ હોય છે.


સિંઘી માછલી

(૯) પર્લ સ્પોટ માછલી (Etropius suratensis)

આ માછલીનાં શરીર ઉપર મોતી જેવા ચમકતા ટપકાં હોવાથી તે પર્લ સ્પોટ તરીકે ઓળખાય છે. કેરાલામાં કરીમીન તરીકે ઓળખાય છે.

ઓળખ લક્ષાણ:

શરીર સામાન્ય લીલાશ યુકત હળવા ગુલાબી રંગનું આઠ આછા કાળાશ યુકત પટ્ટા હોય છે.

મહતમ સાઈઝ:

૪૦ સેન્ટીમીટર

પ્રજનન:

તે વષ્ર્ામાં બે વખત પ્રજનન કરે છે. તેની પ્રથમ પ્રજનન ઋુતુ મે-જુન અને બીજી પ્રજનન ઋુતુ નવેમ્બર-ડિસેમ્બર છે. માદા માછલી ૧૪૪ મી.મી અને નર માછલી ૧૪૦ મી.મી ની લંબાઈએ પુખ્તતા પ્રાપ્ત કરેછે.
આથર્િક મહત્વ: માંસની સ્વાદીષ્ટ સુંગંધ ને કારણે બજારમાં વધુ માંગ રહે છે. કેરાલામાં તેને રાજયની સત્તાવાર માછલી જાહેર કરેલ છે. કેરાલામાં આ માછલીની ઘણી સ્વાદીષ્ટ વાનગીઓ બનાવવામાં આવેછે. આ માછલીનો ઉછેર મીઠા તેમજ ભાંભરા પાણીમાં પણ કરી શકાય છે.


પર્લ સ્પોટ માછલી

(૧૦) તીલાપીઆ માછલી (Oreochromis mossambicus)

તળાવના મત્સ્ય ઉછેરમાં કાર્પ માછલીઓ પછી તીલાપીઆ માછલીઓનો મોટો હિસ્સો છે. તીલાપીઆની લગભગ ૮૦ જેટલી પ્રજાતીઓ છે. તેમાંથી ૧૦ પ્રજાતીઓ ઉછેર કરવા લાયક છે. આ માછલી દરેક હવામાનને અનુકુળ થતી અને સરળ રીતે વિકાસ કરતી હોવાથી ઉછેર માટે પસંદ કરવામાં આવે છે. આ માછલી રોગો સામે સારો પ્રતિકાર કરી શકે છે અને આખા વષ્ર્ા દરમ્યાન પ્રજનન કરવાની ક્ષામતા ધરાવે છે.

ઓળખ લક્ષાણ:

શરીર સામાન્ય રીતે ગોળાકાર, રંગે રાખોડી અને આછો વાદળી, શરીર ઉપર આછા ઉભા પટ્ટા, નાનુ માથુ, શરીરજાડુ, પેટના ભાગથી આછો રંગ.

મહતમ સાઈઝ:

પ૦ સે.મી લંબાઈ અને ર કિ.ગ્રા વજન.

ખોરાક :

આ માછલી મિશ્રાહારી છે. તે મુખ્યત્વે વનસ્પતિજન્ય પ્લવકો, લીલી શેવાળ અને ડાયેટમ્સ તથા તળીયે જોવા મળતા નાના નાના જીવજંતુઓને ખોરાક તરીકે લે છે.

પ્રજનન:

આ માછલી આખા વષ્ર્ા દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રજનન કરનારી છે. સામાન્ય રીતે મત્સ્ય ઉછેર તળાવમાં ચાર થી પાંચ માસમાં ૧૦ થી ૧૭ સે.મી.ની લંબાઈએ પ્રજનન કરવાની ક્ષામતા ધરાવે છે. જયારે કુદરતમાં તે ર૦ થી ૩૯ સે.મી.ની લેબાઈએ પહોંચે ત્યારે પુખ્તતા પ્રાપ્ત કરે છે. નર તીલાપીઆ પોતે પ્રવૃત્તિમય રહીને પ્રજનન વિસ્તાર તૈયાર કરે છે જે `લેક` તરીકે ઓળખાય છે. નર માછલી તળાવનાં તળીયેથી માટી કાઢી નાના ખાડા જેવો માળો બનાવે છે. ત્યા માંદા આવે છે અને બંને પ્રજનન કરે છે. અને ઈંડાંનું ફલીનીકરણ થાય છે. આ માછલી એક વષ્ર્ામાં ૬ થી ૧ર વખત ઈંડાં મુકે છે અને વષ્ર્ાના અંતે એક માદા લગભગ કુલ ૧ર૦૦ થી ર૦૦૦૦ જેટલા ઈંડાં મુકે છે.

આથર્િક મહત્વ:

આ માછલી ગ્રાહકોની પસંદગીની હોવાથી સામાન્ય રીતે એકવેટીક ચીકન (જલીય મરઘી) તરીકે ઓળખાય છે. આ માછલી ભાંભરા તેમજ મીઠા પાણીમાં સારી રીતે ટકી શકતી હોવાથી, મત્સ્ય ઉછેર માટે યોગ્ય પ્રજાતી છે. આ માછલી પુષ્કળ પ્રમાણમાં પ્રજનન કરી બચ્ચાં પેદા કરતી હોવાથી તેનાં બચ્ચાંનો સીબાસ જેવી માંસાહારી માછલીનાં ઉછેર પધ્ધતિમાં પૂરક આહાર તરીકે આપી શકાય છે.


તીલાપીઆ માછલી

(૧૧) મલેટ માછલી (Mugil cephalus)

ગુજરાતમાં મલેટ માછલીની લગભગ આઠ પ્રજાતિ જોવા મળે છે. તેમાં ગ્રે મલેટ (Mugil cephalus)અને બ્લુ ગ્રે મલેટ(M. seheli)ની બજારમાં સારી માંગ છે. તેને સ્થાનીક લોકો અનુક્રમે બોડકી અને માંગણ તરીકે ઓળખે છે. મલેટ માછલીઓ મીઠા તથા ખારા પાણીમાં વ્યવસ્િથત રીતે અનુકુળ થઈ જાય છે. તેમજ વષ્ર્ાના અંતે ૭૦૦ થી ૮૦૦ ગ્રામ જેટલો વિકાસ પણ કરતી હોવાથી મત્સ્ય ઉછેર માટે આદર્શ માછલી છે પરંતુ આ માછલીના બચ્ચાં પેદા કરવાની તકનીકી સ્ટાન્ર્ડડ કરેલ ન હોવાથી, વ્યાપારી ધોરણે હેચરીમાંથી બચ્ચાં મળતા નથી તેથી દરીયાઈ ખાડીમાંથી બચ્ચાં પકડવા પડે છે. તેથી તેની સાથે અન્ય શિકારી માછલીઓ તથા પરચુરણ માછલીઓનું મિશ્રણ હોવાથી ઉછેર માટે મુશ્કેલીઓ પડે છે.

મહતમ સાઈઝ:

૪પ સે.મી, ૩.૪ કિ.ગ્રા.

ખોરાક:

શેવાળ, વનસ્પતિનો કોહવાટ, વનસ્પતિ જન્ય પ્લવકો, પ્રાણી જન્ય પ્લવકો, તળાવનાં કાદવમાંથી કીડા અને જીવ જંતુઓ ખાય છે.

પ્રજનન:

સામાન્ય રીતે બે વષ્ર્ાના અંતે માદા માછલી ૩૭૬ મી.મી અને નર ૩૦ર મી.મી લેબાઈએ પુખ્તતા પ્રાપ્ત કરે છે અને પ્રજનન લાયક બને છેે. જુદા જુદા હવામાનમાં પુખ્તતાની સાઈઝ અને ઉંમરમાં બદલાવ આવે છે. ગુજરાતમાં ગ્રે મલેટ વષ્ર્ામાં એક જ વાર ડીસેમ્બર-જાન્યુઆરીમાં ઈંડાં મુકે છે. આ માછલીની ઈંડાં મુકવાની ક્ષામતા ખૂબજ મોટી છે. ફીશરીઝ સંશોધન કેન્દ્રના સંશોધક શ્રી. પી. પી. પટેલે ૬૦૦ ગ્રામ અંડાશય સાથેની માછલીમાં ૭૬ લાખ ઈંડાં નોંધેલ છે. આમ આ માછલીની ઈંડાં મુકવાની ક્ષામતા ૧૦ લાખ થી ૭૮ લાખ સુધીની છે. જે માછલીનાં તથા અંડાશયના વજન પર આધાર રાખે છે.

આથર્િક મહત્વ:

આથર્િક ઉછેર માટે આદર્શ પ્રજાતિ છે, બજારમાં ઉંચી માંગ રહે છે અને માંસ સ્વાદિષ્ટ હોય છે.


મલેટ માછલી

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.