Navsari Agricultural University
ગ્રામ્ય તળાવમાં ઉછેરવા લાયક કાર્પ માછલીનું મત્સ્ય બીજ ઉત્પાદન

મીઠા પાણીના મત્સ્ય ઉત્પાદનમાં કાર્પ માછલીનો હિસ્સો લગભગ ૪પ% જેટલો છે અને તળાવોમાં મત્સ્ય ઉછેરથી જે ઉત્પાદન મેળવવામાં આવે છે તેમાં આ માછલીઓનો હિસ્સો અંદાજીત ૮૦% કરતા પણ વધુ છે. એશિયાના દેશોમાં આ માછલી ખૂબજ પસંદ કરવામાં આવે છે અને આ માછલીના ઉછેર માટે હવામાન અનુકુળ હોવાથી, એશિયાના દેશોમાં કાર્પ માછલીઓનો ઉછેર વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવે છે. સિલ્વર કાર્પ અને ગ્રાસ કાર્પ મુળ ચીન દેશની નદીઓની માછલી હોવાથી ચાઈનીઝ કાર્પ કહેવામાં આવે છે. જયારે કટલા, રોહુ અને મિ્રગલ મુળ ભારતીય નદીઓની રહેવાસી હોવાથી ભારતીય મેજર કાર્પ તરીકે ઓળખાય છે. જયારે કોમન કાર્પ માછલી મૂળ પૂવર્િય યુરોપની છે અને આજે આ માછલી પુરી દુનિયામાં બધે જ જોવા મળે છે કેમ કે તે ઠંડા અને ગરમ બંને હવામાનમાં રહેવા ટેવાયેલ છે.

ભારતમાં મીઠા પાણીનો મત્સ્ય ઉછેર મુખ્યત્વે કાર્પ માછલી આધારીત છે એટલે મત્સ્ય ઉછેરનાં સંદર્ભમાં ભારતને કાર્પ કન્ટ્રી કહેવામાં આવે છે. આજે ભારતમાં ઉપલ્બધ મીઠા પાણીના સ્ત્રોતની યોગ્ય સુધારણા કરી આંતરદેશીય મત્સ્યઉછેર માટે ઉપયોગમાં લેવામાં આવી રહયા છે માટે મત્સ્ય ઉછેરની પ્રવૃતિઓમાં ઉત્તરોત્તર વધારો થતો રહયો છે. મત્સ્ય બીજએ મત્સ્ય ઉછેર માટે પાયાની જરૂરીયાત છે. વધતાં જતાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિઓને પહોંચી વળવા લાખો કરોડો બચ્ચાંની જરૂરીયાત રહે છે. ભારતમાં ૮૦ના દાયકામાં મત્સ્ય ઉછેરની પ્રવૃતિઓ વધતાં કાર્પ માછલીના બચ્ચાં મેળવવાએ મોટો પડકાર હતો. અગાઉ કાર્પ માછલીના બચ્ચાં નદીઓ અને જળાશયોમાંથી પકડવામાં આવતાં હતાં અને સંગ્રહ કરી ઉછેર કરવામાં આવતા હતા.

ઈસ ૧૯૯૯માં મત્સ્ય વૈજ્ઞાનિક ગોપકુમારના અંદાજ મુજબ ભારતમાં ૩૩ લાખ ટન કાર્પ મત્સ્ય ઉત્પાદનના લક્ષયને પહોંચી વળવા ૪પ૦૦૦ મીલીયન એટલે કે ૪.પ અબજ બચ્ચાંની જરૂરીયાત હતી. તેની સામે ભારતમાં ૧૯૯૭-૯૮માં ૧.પ અબજ કાર્પ મત્સ્યબીજ ઉત્પ્ાાદન થયેલ. આજે ભારતમાં કાર્પ મત્સ્ય ઉત્પાદનને પહોંચી વળવા ૧૦ અબજ કાર્પના સ્પોન તબકકાના બચ્ચાંની જરૂરીયાત છે.

આ માછલીઓમાં પ્રજનન મોટાભાગે વષ્ાર્ાઋતુમાં જોવા મળે છે. ચોમાસા દરમ્યાન નદીમાં પૂર આવે છે. એટલે નવા પાણીનો ઉમેરો થાય છે એટલે જળાશયો પણ પાણીથી ભરાઈ જાય છે. ભારતીય મેજરકાર્પ માછલીઓ જેવી કે કટલા, રોહુ, મિ્રગલ ઉનાળાની ગરમીથી તેના શરીરમાં રહેલ અંડાશય અને ઈંડાં વિકાસના વિવિધ તબકકામાં પસાર થાય છે અને ધીમે ધીમે અંડાશયની વૃધ્િધ થાય છે. તેમજ નર માછલીઓમાં પણ વીર્યનું ઉત્પાદન થવાની શરૂઆત થાય છે. એપિ્રલ માસના અંત સુધીમાં આ માછલીઓમાં નર અને માદાની ઓળખ થઈ શકે છે અને જૂન મહિનાની શરૂઆતમાં આ માછલીઓ સંવર્ધન માટે સક્ષામ થઈ જાય છે.

કુદરતમાં માછલીઓ સંવર્ધન માટે અમુક પ્રકારના પ્રજનન સ્થળ (બિ્રડીંગ ગ્રાઉન્ડ) અને વાતાવરણ પસંદ કરતી હોય છે. પાણીના ભૌતિક ગુણધમર્ો જેવા કે પાણીની ઊંડાઈ, પ્રવાહ, તાપમાન અને ડોહળાશ તથા રાસાયણિક ગુણધમર્ો જેવા કે પાણીની પી.એચ. (હાઈડ્રોજન આયનનું પ્રમાણ) અને પાણીમાં આેગળેલો ઓકિસજન વગેરે પરિબળો માછલીના સંવર્ધન માટે મુખ્ય ભાગ ભજવે છે. ડોહરાશ યુકત, ઓછી એસીડીક તટસ્થ પી.એચ.(૬.ર-૭.૬), મધ્યમ ઓકિસજન (૬ પી.પી.એમ.), ઓછી અમ્લતા (૮૦-૯૦ પી.પી.એમ.), અને તાપમાન ર૭૦ સે. થી ર૯૦ સે. ધરાવતું મીઠું પાણી કાર્પ માછલીના સંવર્ધન માટે ખૂબ જ અનુકૂળ છે.

ચોમાસામાં પાણીમાં ડોહળાશ પણ હોય છે તથા પાણી પણ યોગ્ય પી.એચ., ઓકિસજન તથા ર૭૦ સે. થી ૩૦૦ સે. તાપમાન ધરાવતું હોય છે. જે આ સમય દરમ્યાન નદીઓમાં પૂર ઝડપે પાણી વહેવા લાગે છે. આ પાણી પર્વતો અને નાના મોટા ઢોળાવોમાંથી નદીઓમાં આવે છે. આવું વહેતું પાણી અને ખુશનુમા વાતાવરણ માછલીને સંવર્ધન કરવા પ્રેરીત કરે છે. માછલીની પાણીની પ્રવાહ સામે તરવાની ખાસિયતને લીધે તે નદીના સામા પ્રવાહમાં કે જળાશય, બંધ કે તળાવમાં ધમધસતા આવતા પાણીના પ્રવાહમાં માદા માછલીઓ ઈંડાં મૂકવા પ્રેરાય છે. તે સમયે નર માછલીઓ પણ માદા સાથે પ્રજનન કરવા ઉતેજિત થાય છે. આમ નર-માદાની જોડી આશરે પ૦ થી ૬૦ના સમુહમાં ઘણો સમય પ્રજનનમાં વિતાવે છે અને છેવટે ખૂબ જ ઉતેજીત થઈ છીછરા ડોહળાશ યુકત ધીમેથી વહેતા પાણી અને રેતાળ યુકત વિસ્તાર જે વહેતી નદી જેવું વાતાવરણ પુરું પાડે છે ત્યાં માદા માછલી ઈંડાં છોડે છે. તે જ સમયે નર માછલી પણ તેનુ પ્રજનન છિદ્ર માદા માછલીના જનન છિદ્ર નજીક લાવી વિર્ય છોડે છે અને ઈંડાંનું ફલીનીકરણ કરે છે.

સામાન્ય રીતે ભારતીય મેજર કાર્પ માછલીઓ બંધિયાર તળાવ કે જળાશયના પાણીમાં સંવર્ધન કરતી નથી પણ છીછરા અને આછા ઢાળ યુકત વિસ્તાર જયાં ધીમે ધીમે પાણી વહેતું હોય તેવા બંધમાં તે સંવર્ધન કરતી હોય છે. ઈસ.૧૮૮રમાં મનુતેલી નામના મત્સ્ય ખેડૂતે પશ્િચમ બંગાળના બાંકુરા જિલ્લાના સોરબતી બંધમાં કાર્પ માછલીઓને સંવર્ધન કરતાં નીહાળેલ ત્યારબાદ બંધ સંવર્ધનનો ખ્યાલ ભારતીય મેજરકાર્પ માછલીઓ માટે ઉદ્દભવેલ. ત્યારબાદ પશ્િચમ બંગાળમાં બંધમાંથી કટલા, રોહુ અને મિ્રગલના સ્પોન એકત્રીકરણ કરવાની પ્રવૃત્તિઓ નિયમીત ધોરણે ઈ.સ. ૧૯ર૬માં થવા લાગી.

બંધ સંવર્ધન પ્રણાલી

શરૂઆતમાં કાર્પ માછલીના બચ્ચાંને નદીમાંથી એકત્રીત કરવામાં આવતાં હતા અને તે પણ અપૂરતાં જથ્થામાં અન્ય શિકારી અને પરચૂરણ માછલીઓ સાથેના મિશ્રણમાં મળતાં હતાં. ગુણવત્તા યુકત શુધ્ધ પ્રજાતિના બચ્ચ્ાાં મેળવવાના પ્રયાસો ભારતમાં શરૂ થયાં અને તેના ભાગરૂપે બંધ સંવર્ધન પ્રણાલીની શરૂઆત અને પ્રેરીત સંવર્ધનથી બચ્ચ્ાાં પેદા કરવાની પધ્ધતિ માટેના પ્રયત્નો સમયાંતરે હાથ ધરવામાં આવ્યાં હતા.

મોટા જથ્થામાં ગુણવતા યુકત સારા કાર્પ માછલીના બચ્ચાં પેદા કરવામાં બંધ સંવર્ધન પ્રણાલીનો મોટો ફાળો છે. વરસાદનું પાણી એકત્રીત થાય તેવા વાટકા આકારના મોટા જમીન વિસ્તાર (કેચમેન્ટ એરિયા)માં આવેલ છીછરાં અને સાધારણ ઢાળયુકત તળાવને બંધ કહેવામાં આવે છે. આમ, બંધ બારમાસી કે ઋતુગત હોય છે. વષ્ાર્ાઋતુમાં વરસાદનું પાણી સાંકડી કેનાલ મારફતે આવા ઢાળયુકત તળાવ તરફ વાળવામાં આવે છે અને ધીમા પ્રવાહ રૂપે પાણી તળાવમાં વહે છે અને પાણી બહાર નીકળવાની જગ્યા (આઉટલેટ) ઉપર નાના કણયુકત વાયરની જાળી અથવા વાંસની પાતળી લાકડાની પટ્ટીઓ રાખવામાં આવે છે. આમ, વષ્ાર્ાઋતુમાં આવા તળાવમાંથી વહેતો પાણીનો પ્રવાહ વહેતી નદી જેવી પરિસ્િથતિનું નિમર્ાણ કરે છે. પુખ્ત વયની કાર્પ નર-માદા માછલીઓને વષ્ાર્ાઋતુમાં સંવર્ધન માટે આવા બંધમાં છોડવામાં આવે છે અને અનુકૂળ વાતાવરણ મળતાં માછલીઓ પ્રજનન કરે છે. નર અને માદા ઉતેજીત થઈ અનુક્રમે વિર્ય અને ઈંડાં છોડે છે અને છેવટે મત્સ્યબીજ સ્પોન પેદા થાય છે. આમ બંધ સંવર્ધનથી કાર્પ માછલીના સ્પોન ઉત્પ્ાાદન કરવું એ ખૂબ જ સરળ અને આથર્િક રીતે પરવડે તેવી પ્રવૃતિ છે. પાણીની ઉપલબ્ધતા મુજબ બંધને બે પ્રકારમાં વગર્ીકૃત કરવામાં આવે છે.

(૧) સૂકાબંધ (Dry bundh) (ર) ભીનાબંધ (Wet bundh)

સૂકા બંધ એ ઋતુ આધારીત બંધ છે. આ બંધ ઉનાળામાં સૂકાઈ જાય છે. જયારે ભીના બંધમાં આખા વષ્ર્ા દરમ્યાન પાણી રહેતું હોવાથી તે બારમાસી બંધ છે. સૂકાબંધનો ઉપયોગ ફકત ચોમાસામાં કાર્પ મત્સ્યબીજ સ્પોન ઉત્પાદન કરવા માટે જ થઈ શકે છે જયારે ભીના બંધનો ઉપયોગ મત્સ્ય ઉછેર કરી માછલીના બ્રુડર્સ તૈયાર કરવા પણ થાય છે. આ પધ્ધતિથી એક ઋતુમાં ચાર જેટલા મત્સ્યબીજ ઉત્પાદનના પાક ઓછા ખચર્ે લઈ શકાય છે.

સમય જતાં આ પ્રણાલીમાં સંશોધન થતાં ગયા અને પિચ્યુટરી ગ્રંથીના ઈન્જેકશનથી પ્રેરીત સંવર્ધન પધ્ધતિથી આવા બંધમાં મોટા જથ્થામાં મત્સ્ય બીજ ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારતમાં ચાઈનીઝ કાર્પ હેચરીનો ઉદ્દભવ થયો તે પહેલાં બંધ સંવર્ધનથી મત્સ્ય બીજ ઉત્પાદનની તકનીકો ઘણી પ્રચલીત બની હતી. આ પધ્ધતિમાં પણ સમય જતાં સુધારા થતાં ગયા અને બંધ બ્રીંડીંગની નવી આવૃતિ બંગલાં બંધ પશ્િચમ બંગાળના મોગરા ગામમાં સાહસિક ધોરણે મત્સ્ય બીજ ઉત્પાદન કરતાં મત્સ્ય ખેડૂત દ્વારા તૈયાર કરી વિકસાવવામાં આવી.

પ્રેરિત સંવર્ધન

સામાન્ય રીતે બંધીયાર જળ વિસ્તાર (તળાવ)માં રહેતી મેજર કાર્પ માછલીઓને પ્રજનન યોગ્ય વાતાવરણ ચોમાસા દરમ્યાન મળતું ન હોવાથી નર અને માદા માછલીઓને અંત: સ્ત્રાવ (હોરમોન્સ)ના જરૂરી ઈન્જેકશનો આપી માદાને ઈંડાં તેમજ નરને વિર્ય છોડવા માટે ઉત્તેજીત કરવામાં આવે છે. આમ અંત: સ્ત્રાવની મદદથી થતાં પ્રજનનને પ્રેરીત સંવર્ધન કહેવામાં આવે છે.

આ માટેના જરૂરી અંત: સ્ત્રાવો મગજમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન થાય છે. તેથી પુખ્ત માછલીના મગજમાંથી આ ગ્રંથી કાઢી અંત:સ્ત્રાવ મેળવવામાં આવે છે. હાલ પ્રેરીત સંવર્ધન બજારમાં ઉપલબ્ધ કુત્રિમ અંત:સ્ત્રાવ દ્વારા કરવામાં આવેછે. પિચ્યુટરી ગ્રંથિનું દ્રાવણ બનાવી યોગ્ય માત્રામાં ઈન્જેકશન આપી માછલીને સંવર્ધન માટે ઉત્તેજિત કરવામાં આવેછે તેવા પ્રેરીત સંવર્ધનને હાયપોફાયઝેશન કહેવામાં આવેછે. માછલીઓમાં પ્રેરીત સંવર્ધનની ઈ.સ. ૧૯૩૪માં વ્યાપારી ધોરણે સફળતા પૂર્વક બ્રાઝીલના વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી. ભારતમાં આ માટેના પ્રયત્નો ડર્ા. ખાનએ ૧૯૩૭માં કયર્ા. ત્યારબાદ ૧૯પ૭માં રોહુ, મિ્રગલ, રેબા વગેરે માછલીઓમાં પ્રેરીત સંવર્ધનની સફળતા મળી.


પ્રેરિત સંવર્ધન

પિચ્યુટરી ગ્રંથિથી પ્રેરીત સંવર્ધનના વિવિધ તબકકા

(૧) પિચ્યુટરી ગ્રંથિ કાઢવાની રીત (ર) ગ્રંથીની જાળવણી (૩) પિચ્યુટરી ગ્રંથિમાંથી અર્કકાઢી ઈન્જેકશન આપવાની રીત (૪) માછલીને પિચ્યુટરી ગ્રંથિના અર્કનું ઈન્જેકશન આપવું.

પિચ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી હોય છે. મગજની નીચેની બાજુએ એક હાડકામાંથી બનેલા ખાડામાં સંરક્ષિાત રીતે ગોઠવાયેલ હોય છે. અને તેની ઉપર ચામડીનું પાતળું પડ આવેલું હોય છે.

રચના:

સામાન્ય રીતે ગોળાકાર કે લંબગોળ આકારની ચપટી, સફેદ રંગની મુલાયમ હોય છે. તેના ત્રણ ભાગ હોય છે. અગ્રભાગ, મધ્યભાગ અને પશ્ચભાગ.

કાર્ય:

પિચ્યુટરી ગ્રંથિ મુખ્યત્વે નવ અંત:સ્ત્રાવો મગજના નિયંત્રણ હેઠળ ઉત્પનન કરે છે. જે શરીરના વિવિધ અંગોના કાર્યને નિયંત્રણ કરે છે પરંતુ પ્રેરીત સંવર્ધન માટે મુખ્યત્વે બે અંત:સ્ત્રાવ જવાબદાર છે.

(૧) ગોનાડો ટ્રોફીન-૧ (ર) ગોનાડો ટ્રોફીન-ર

ગોનાડો ટ્રોફીન-૧ એ અંડાશયના વિકાસ અને જરદી ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જયારે ગોનાડો ટ્રોફીન-ર ઈંડાંના વિકાસ અને અંડપાતની કિ્રયા સાથે સંકળાયેલ છે. આ બંન્ને અંત:સ્ત્રાવો અંડાશયમાંથી ઉત્પન્ન થતાં અંત: સ્ત્રાવનું નિયંત્રણ કરી સંવર્ધનની પ્રકિ્રયા સરળ કરે છે.

(૧) માછલીમાંથી પિચ્યુટરી ગ્રંથિ કાઢવાની રીત

સામાન્ય રીતે માછલી બે વષ્ર્ાની ઉંમરની થાય અને પ્રજનનની ક્ષામતા ધરાવે તે માછલીની પિચ્યુટરી ગ્રંથિ કાઢવી જોઈએ. મીઠા પાણીની માછલીઓના સંવર્ધન માટે મે થી જુલાઈ માસમાં કાઢેલી પિચ્યુટરી ગ્રંથિ પ્રેરીત સંવર્ધનમાં ઉપયોગમાં લેવાય છે. આ માટે જીવતી માછલીને મારી તાજી પિચ્યુટરી ગ્રંથી કાઢવી જોઈએ. બરફમાં સાચવેલ માછલીની પણ પિચ્યુટરી ગં્રથી ઉપયોગમાં લઈ શકાય છે. પિચ્યુટરી ગ્રંથી કાઢવા માટે માછલીની ખોપરી પૃષ્ઠ બાજુથી કાપી અને ખોલતા ગોળ આછા સફેદ રંગની પિચ્યુટરી ગ્રંથી દેખાય છે તેને ચિપિયાથી ઉપાડી બહાર કાઢવામાં આવે છે.

(ર) પિચ્યુટરી ગ્રંથીની જાળવણી

આ ગ્રંથીને મગજમાંથી કાઢયાબાદ તરત જ મોરપીંછ રંગની કાચની શીશીમાં ૧૦૦% આલ્કોહોલમાં રાખવામાં આવે છે. આ ગ્રંથીના અંત:સ્ત્રાવ પાણીમાં દ્રાવ્ય હોવાથી ગ્રંથી પાણીના સંપર્કમાં ન આવે તેની કાળજી રાખજી જોઈએ. સામાન્ય રીતે ઠંડા અને સૂકા વાતાવરણ યુકત ઓરડાના તાપમાને રાખવાથી આ ગં્રથી બગડતી નથી.

આ ગ્રંથીની ચરબી અને અન્ય અશુધ્િધઓ દૂર કરવા દર ચાર કલાકે ત્રણ થી ચાર વખત આલ્કોહોલની ફેરબદલી કરવી જોઈએ. પરિણામે આ ગં્રથીને લાંબા સમય સુધી સાચવી શકાય છે. હવા ચુસ્ત શીશીમાં તેને રાખી રેફ્રીજરેટર અથવા ઠંડી જગ્યાએ રાખતાં તે બે વષ્ર્ા સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્િથતિમાં હોય છે.

(૩) પિચ્યુટરી ગ્રંથીનું ઈંજેકશન તૈયાર કરવું

આ માટે સર્વ પ્રથમ માછલીનું વજન કરવામાં આવે છે. ત્યારબાદ માછલીનાં વજનનાં પ્રમાણમાં ગ્રંથીને આલ્કોહોલ યુકત શીશીમાંથી કાઢી બે મિનિટ સૂકવી વજન કરવામાં આવે છે. જરૂરીમાત્રામાં પિચ્યુટરી ગ્રંથી લઈ ખૂબ જ ઓછી માત્રામાં નિસ્યંદિત કરેલ પાણી કે ૦.૩% મીઠાનું દ્રાવણ ઉમેરી હોમોનાઈઝરથી લીસોટવામાં આવે છે. ત્યારબાદ જરૂરીમાત્રામાં પાણી ઉમેરી સેન્િટ્રફયુઝરથી મિશ્ર કરવામાં આવે છે. થોડા સમય સુધી આ મિશ્રણને સ્િથર થવા દેવામાં આવે છે અને અંતે સપાટી પરથી પ્રવાહી ભાગ લઈ ઈજેંકશન તૈયાર કરવામાં આવે છે.

સામાન્ય રીતે માદા માછલીને બે ડોઝ આપવામાં આવે છે અને નર માછલીને એક ડોઝ આપવામાં આવે છે. માદાને પિચ્યુટરી ગ્રંથીનો પ્રથમ ડોઝ આપતાં અંડાશય અને ઈડાંના વિકાસની શરૂઆત થાય છે. આ શરૂઆતના પ્રથમ ડોઝને તૈયારીનો ડોઝ કહેવામાં આવે છે. જેનું પ્રમાણ માછલીની પ્રજાતિ પ્રમાણે જુદુ જુદુ હોય છે. કટલા માછલીને ૪ થી પ મીલી., રોહુને ૩ મીલી અને મિ્રગલને ર થી ૩ મીલી પ્રથમ ડોઝ આપવામાં આવે છે. પ થી ૬ કલાક બાદ આ માછલીઓને બીજો અને અંતિમ ડોઝ આપવામાં આવે છે. જે માછલીને ઈડાં મુકવા ઉત્તેજિત કરે છે. તેને અંતિમ કે નિણર્ાયક ડોઝ કહેવામાં આવે છે. તેનું પ્રમાણ પ્રથમ ડોઝ કરતાં સામાન્ય રીતે બમણું કે વધારે હોય છે. કટલાને ૮ થી ૧૦ મીલી, રોહુને પ થી ૬ મીલી અને મિ્રગલને પ થી ૬ મીલી અંતિમ ડોઝ આપવામાં આવે છે. નર માછલીને એક સીંગલ ડોઝ આપવામાં આવે છે. તે માદા માછલીનાં બીજા ડોઝ વખતે અડધી માત્રામાં આપવામાં આવે છે.

પિચ્યુટરી ગ્રંથીના દ્રાવણનું ઈજેંકશન સામાન્ય રીતે સ્નાયુની અંદર આપવામાં આવે છે. આ માટે ભીંગડું ઉચકીને પૂંછડીના દળદાર સ્નાયુ અથવા પાશ્ર્વ રેખાની ઉપર પૃષ્ઠભાગના સ્નાયુઓમાં આપવામાં આવે છે. ઈજેંકશન આપતી વખતે શરીરના અંદરના અંગોને નુકશાન ન થાય તે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

પ્રેરિત સંવર્ધનની રીત

સૌપ્રથમ સ્વચ્છ પાણીવાળા પ્રદુષ્ાણરહિત તળાવમાં અને તેમાં રહેતા પાણીવાળા સ્થળને પસંદ કરી બિ્રડીંગ હાપો બાંધવો. બિ્રડીંગ હાપા ૧/૪ `ની જાળીવાળો મોનોફીલામેન્ટ કપડાંથી તૈયાર કરવામાં આવે ર મીટર લાંબો, ૧ મીટર પહોળો અને ૧ મીટર ઉંડો બધી બાજુએથી સીવેલો લંબચોરસ આકારનો હોય છે. તેમા ઉપરની એક બાજુ તરફથી માછલી મુકી તેમજ કાઢી શકાય તેટલું ખુલ્લુ રાખવામાં આવે છે. અને તેને ચેઈનથી ઉઘાડ બંધ કરી શકાય છે. હાપાની આઠ બાજું નીચે તથા ઉપર તેજ કપડાંના નાકા હોય છે જેના વડે તળાવમાં લાકડી ખોડી હાપાને કડક રીતે બાંધવામાં આવે છે. હાપાના છીદ્રમાંથી પાણીની અવર જવર થઈ શકે છે પરંતુ અંદરના ઈંડાંબહાર જઈ શકતા નથી તેમજ બહારની માછલી, કીટકો વગેરે અંદર જઈ શકતાં નથી.

પસંદ કરેલી માદાને પાણીનું તાપમાન સાંજે ઓછું થાય ત્યારે પ્રથમ ડોઝનું ઈંજેકશન આપી તેને બિ્રડીંગ હાપામાં છોડવામાં આવે છે. ત્યારબાદ ૪ થી પ કલાકના અંતરમાં માદાને પ્રથમ ડોઝ કરતાં બમણું બીજા ડોઝનું ઈંજેકશન આપવામાં આવે છે. અને તે જ સમયે પસંદ કરેલા બન્ને નરને માદાના પ્રથમ આપેલા ઈંજેકશનના પ્રમાણમાં પિચ્યુટરીના અંત:સ્ત્રાવ આપી ત્રણેયને બિ્રડીંગ હાપામાં સાથે છોડી હાપાની ચેઈન બંધ કરવી.હાપાની આસપાસનું પાણી વહેતું હોય તેમજ વરસાદી વાતાવરણ ન હોય તો ફુવારા મારફતે આવું વાતાવરણ ઉત્પન્ન કરવાથી માછલી ઉત્તેજીત થશે અને પ્રજનન સારું કરશે.

બીજા ઈંજેકશન પછી પ કલાક બાદ પિચ્યુટરીના અંત:સ્ત્રાવની અસરથી નર અને માદા પ્રજનન માટે ઉત્તેજીત બને છે. નર અને માદાની પાછળ પ્રજનન માટે ફરવા લાગે છે અને માદાના પેટ સાથે ઘસાઈ દબાવી માદાને ઈંડાંછોડવામાં મદદ કરે છે. ઉત્તેજીત થઈ માદા ઈંડાંછોડે ત્યારે નર પણ પોતાનું જનન છીદ્ર માદાના જનનછીદ્ર પાસે લાવી ધીમેથી વીર્ય છોડે છે અને તે જ સમયે ઈંડાનું ફલીનીકરણ થાય છે. આ કિ્રયા થોાડો સમય ચાલે છે અને માદા પોતાના મોટા ભાગના ઈંડાંછોડે છે. ફલન થયેલા ઈંડાંસવારે હાપામાંથી બહાર કાઢતાં પહેલા નર અને માદા કાઢી અલગ તળાવમાં છોડયા બાદ ઈંડાંબહાર કાઢવા.

ફલીનીકરણ થયેલ ઈંડાની ઓળખ

ફલીનીકરણ થયેલ ઈંડાંમોતી જેવા ચમકતાં, પારદર્શક હોવાને કારણે અંદર રહેલ એમ્બ્રીયો સ્પષ્ટ આકારમાં જોઈ શકાય છેે.૩ થી ૪ કલાક બાદ એમ્બ્રીયો પોતાનું સ્વરૂપ પકડી રાખે છે જયારે ફલીનીકરણ ન થયેલ ઈંડાંઝાંખા રંગના ઓછા ફુલેલા અપારદર્શક હોય છે. કટલાના ઈંડાંઆછી રાતી ઝંાઈવાળા, રોહુંના રાતાશપડતાં અને મ્રીગલના આછા કથ્થાઈ રંગના હોય છે.

ઈંડાનું સેવન

ફલન થયેલ ઈંડાની ગણતરી માટે ૧ લીટર છીદ્રવાળા પ્લાસ્િટકના મગમાં કેટલા ઈંડાંસમાય છે તે મુજબ કુલ કેટલા લીટર ઈંડાંગણ્યા તે રીેતે ઈંડાની ગણતરી થઈ શકે છે. તેજ પ્રમાણે ૧૦૦ ઈંડામાંથી કેટલા ફલન થયા છે અને કેટલા ફલન થયા નથી તેની ટકાવારી કાઢવામાં આવે છે.

ઈંડાંસેવન હાપાની વિગત

સૌપ્રથમ સ્વચ્છ પાણીવાળા પ્રદુષ્ાણરહિત તળાવમાં અને તેમાં રહેતા પાણીવાળા સ્થળને પસંદ કરી હેચીંગ હાપો બાંધવો. હેચીંગ હાપા ૧/૧૮૦ `ની જાળીવાળો નાયલોનના કાપડથી અથવા પાતળા માદર પાટ સુતરાઉ કાપડમાંથી તૈયાર કરવામાં આવે છે. ર મીટર લાંબો, ૧ મીટર પહોળો અને ૧ મીટર ઉંડો પાંચ બાજુએથી સીવેલો હોય છે. પરંતુ તેની એક બાજુ ખુલ્લી હોય છે હાપાની બધી બાજું નીચે તથા ઉપર તેજ કપડાંના નાકા હોય છે જેના વડે તળાવમાં લાકડી ખોડી હાપાને કડક રીતે બાંધવામાં આવે છે.આ હાપાને બહારનો હાપો કહેવામાં આવે છે.

ઈંડાંસેવન માટે બહારના હાપાની અંદર બીજો હાપો બાંધવો જરૂરી છે.તેના છીદ્ર ૧/૧૬` (મચ્છરદાનીના છીદ્ર). અંદરનો હાપો બહારના હાપા કરતાં બધી બાજુએથી ૧.પ ફૂટ ટૂંકો હોય છે જેથી બન્ને હાપા વચ્ચે જગ્યા હોય છે. આ બન્ને હાપા સ્વચ્છ પાણીવાળા તળાવમાં ૩/૪ ભાગ પાણીમાં ડૂબે અને ૧/૪ ભાગ પાણીની બહાર રહે તે રીત બાંધવા અને તેની અંદરના હાપામાં પ૦,૦૦૦ ઈંડાંસેવન માટે મુકવા. ૧૪ થી ૧૮ કલાક બાદ ઈંડામાંથી નાજુક બચ્ચુ બહાર આવશે તે અંદરના હાપાના છીદ્રમાંથી નીકળી બહારના હાપામાં આવશે. આમ અંદરના હાપામાં ફકત ઈંડાના કાચલાં રહી જશે.હવે અંદરનો હાપો છોડી લેવો જેથી બગડેલા ઈંડાંપાણી બગાડે નહી.બહારનો હાપો ત્રણ દિવસ સુધી પાણીમાં રાખવો જેથી નાનું બચ્ચુ મોટું અને પોતાની મેળે પાણીમાંથી ખોરાક મેળવી અને સહેલાઈથી ફરી શકે તેવું બને. ૭ર કલાક સુધી આ બચ્ચા પોતાના યોકશેક (જરદી)માંથી ખોરાક મેળવશે. ત્યારબાદ ગણતરી કરી તેને નર્સરી તળાવમાં છોડવામાં આવે છે.

માછલીના નાના બચ્ચાને સ્પોન(૭ર કલાકમાં)કહેવામાં આવે છે. આ સ્પોનની ગણતરી ૧ મી.લી.ની છીદ્રવાળી વાટકીમાં કેટલા સ્પોન સમાઈ તે પ્રમાણે કુલ જથ્થો માપી શકાય છે.સામાન્ય રીતે ૧ મી.લી.માં સરેરાશ પ૦૦ જેટલા સ્પોન સમાઈ છે. હાપા પધ્ધતિમાં સ્પોનનો જીવન દર નીચો હોય છે (લગભગ ર૦ થી ૩૦ ટકા)

ઓવાપ્રીમનો પે્રરિત સંવર્ધનમાં ઉપયોગ

છેલ્લા સાતેક વષ્ર્ાથી પિચ્યુટરી ગ્રંથીના સ્થાને ઓવાપિ્રમ નામના બજારમાં મળતાં તૈયાર હોમર્ોન્સથી પે્રરિત સંવર્ધનની કામગીરી ખુબજ સહેલી બની છે. ઓવાપિ્રમના ૧ મી.લી.માં ર૦ એમ.સી.જી. સાલ્મોન ગોનાડ્રોટ્રોફીન આર.એચ. અને ૧૦ મી.લી.ગ્રામ ડમપીરીડોનનો સમાવેશ થયેલ છે.

ફાયદાઓ:
• તૈયાર પ્રવાહી સ્વરૂપે બોટલમાં મળે છે.
• ચોકકસ પરિણામ આપે છે.
• લાંબા સમય સુધી અસરકારક રહે છે.
• લાંબા સમય સુધી રૂમના તાપમાનમાં રાખી શકાય છે.
• નર અને માદાને ફકત એકજ ડોઝ એકજ સમયે આપવાથી સંવર્ધન શકય બને છે.
• વધારે ડોઝ થવાથી શકયતા નિવારી શકાય છે.

ઓવાપ્રીમના ડોઝ
સરકયુલર હેચરી (ચાઈનીઝ હેચરી)

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.