Navsari Agricultural University
માછલીનાં રોગો
-----------------------------------------
ગામ તળાવોમાં મત્સ્યપાલન એક બંધિયાર પરિસ્િથતિમાં થાય છે. સામાન્ય પરિસ્િથતિમાં રોગના જંતુઓ ઉત્પન કરતાં સજીવો અને પયર્ાવરણ વચ્ચે સમતુલન જળવાય રહે છે. જેથી માછલી કે ઝીંગામાં રોગ જોવા મળતા નથી. પરંતુ પયર્ાવરણમાં સમતોલન બગડે છે ત્યારે આ સમતુલા જળવાતી નથી જેથી રોગનાં જંતુઓ ઉત્પન કરતાં સજીવો હાવી થવાના કારણે માછલીમાં રોગ થવાની શકયતા વધે છે.જેમાં પ્રદુષ્ાણ તેમજ પાણી કે ઋતુના ફેરફારને લીધે અથવા તો સ્ટોકીંગ કે નેટીંગ દરમ્યાન નુકશાનના લીધે માછલીમાં રોગ થવાની શકયતા વધે છે.

બેકટેરીયાથી થતાં રોગો

ગામ તળાવમાં થતાં મત્સ્યપાલનમાં બેકટેરીયાથી થતાં રોગો વધુ જોવા મળે છે.

(૧) કટલાનો આંખનો રોગ

આ રોગ કટલા માછલીના એડવાન્સ ફીગરલીંગ અવસ્થા અને પુખ્ત અવસ્થામાં જોવા મળે છે. આ રોગ એરોમોનોસ લીકવીફેસીયન્સ નામના બેકટેરીયાથી થાય છે.

લક્ષાણો :

શરૂઆતમાં આંખ રકતવાહિનીઓના કારણે લાલશ પડતી દેખાય છે. તે પાછળથી અપારદશક થાય છે. આંખનો ડોળો સળી જાય છે, ત્યારબાદ આંખ નાશ પામે છે અને મગજમાં પરોપજીવીઓ ઘૂસી જવાથી માછલી મરણ પામે છે.

ઉપચાર

આ રોગને શરૂઆતમાં જ પકડી તેનો ઝડપથી ઉપચાર કરવો ખૂબ જરૂરી છે.

(૧) પોટેશિયમ પરમેન્ગેનેટની ૧ મી.ગ્રા. /લીટરની ટ્રીટમેન્ટ આપી પાણીને શુધ્ધ કરવું તેમજ પાણીમાં ઓગળેલ ઓકિસ્જનનું ઉચું પ્રમાણ જાળવવાથી રોગ વધતો અટકાવી શકાય છે.
(ર) એક લીટર પાણીમાં ૮ થી ૧૦ મી.ગ્રા.કલોરમાયસેટીનનું દ્રાવણ બનાવી તેમાં ઓછામાં ઓછા એક કલાક સુધી માછલીને છોડી દેવી જોઈએ.

(ર) ડ્રોપ્સી (જલંધર)

આ રોગ ભારતીય મેજર કાર્પ કટલા, રોહુ અને મીગ્રલના બચ્ચાં તથા પુખ્ત માછલીમાં જોવા મળેલ છે.આ રોગ એરોમોનસ થી થતો રોગ છે.

લક્ષાણો :

શરીરના પોલાણમાં તથા સ્કેલપોકેટમાં પાણી જમા થાય જેના કારણે ભીંગડા છુટા પડે અને ઘણી વાર ભીંગડા ખરી પડે છે. આંખો બહાર ધસી આવેલ જણાય, પેટનો નીચેનો ભાગ ફૂલીજાય અને આંતરડામાં સોજો માલૂમ પડે, દ્વિતીય અસરમાં નાનાં ચાંદા પણ જોવા મળે.

ઉપચાર

(૧) રોગીષ્ટ માછલીઓને તળાવમાંથી તાત્કાલીક દૂર કરો. રોગીષ્ટ માછલીઓ દૂર કરી બચેલ માછલીઓને પ ઉઉ? પોટેશિયમ પરમેન્ગેનેટના દ્રાવણમાં ડીપ ટ્રીટમેન્ટ કરવી.
(ર) કલોરોમાઈસેટીન ૧પમી.ગ્રા /લિટરના દ્રાવણમાં ડીપ ટ્રીટમેન્ટ આપવી.
(૩) વધારાનો બાહય ખોરાક આપવાનું તુરંત બંધ કરવુ જોઈએ.


ડ્રોપ્સી (જલંધર)

(૩) સ્તંભાકારી રોગ :(કોલમારીસ ડીસીઝ)

આ રોગ ભારતીય મેજરકાર્પ, ગ્રાસકાર્પ તેમજ સીલ્વરકાર્પમાં જોવા મળે છે.

લક્ષાણો:

શરૂઆતમા માથા તથા પીઠના ભાગે ભૂખરા કે રાખોડી રંગના થીંગડા જેવો દેખાવ જોવા મળે છે, આ રોગનાં બેકટેરીયા ચામડીમાં તથા બાહય ભાગમાં દાખલ થાય છે અને સ્નાયુઓમાં લાલ કલરનાં ચાંદા જેવી રચના કરે છે, ચૂઈ નબળી પડે છે તેમજ ગીલની ફીન્જ કોતરાઈ ગયેલ જણાય છે.

ઉપચાર

(૧) પાણીની ગુણવત્તા સુધારવ રોજેરોજ તેને બદલતાં રહેવું જોઈએ.
(ર) પ૦૦ મિ.ગ્રા / લીટર પોટેશિયમ પરમેન્ગેનેટની ડીપ ટ્રીટમેન્ટ આપવી.
(૩) તળાવના પાણીને ૩ થી પ મી.ગ્રા./લીટર પોટેશિયમ પરમેન્ગેનેટની પ્રકિ્રયા આપો.

(૪)અલ્સર : (ચાંદા પડવા)

આ રોગ કટલા, રોહુ,મીગ્રલ, સિલ્વર/ગ્રાસકાર્પ અને સીંગીમાં પણ જોવા મળે છે.

લક્ષાણો:

શરૂઆતમાં શરીર પર લાલાશ ભાગ લાગતી નાની ફોલ્લીઓ જોવા મળે છે. શરીર પર નાના નાના ઘા થાય છે, રુજાવાના બદલે વધે છે. ભીંગડા નીકળી જાય અને માંસ પેશીઓ દેખાવા માંડે છે. વધુ અસર પામેલ માછલીની ચામડીમાંથી ખૂબ જ લોહી નીકળે છે.

ઉપચાર

(૧) ૦.પ ઉઉ? ના દરથી પોટેશિયમ પરમેન્ગેનેટને તળાવના પાણીમાં છાંટવુ જોઈએ.
(ર) પાણીની ગુણવત્તા સુધારવાના પ્રયત્નો કરવા.
(૩) માછલીને ખોરાકમાં ૧૦૦ મિ.ગ્રા./કિ.ગ્રા. ના પ્રમાણમાં સલ્ફેડાયઝીન આપવી.
(૪) ૧૦ થી ૧પ દિવસ સુધી ખોરાકમાં ૭પ-૮૦ મિ.ગ્રા./કિલો ગ્રા.શરીરના વજન પ્રમાણે ટેરેમાઈસીન આપવી.
(પ) ર૦ થી ૩૦ મિ.ગ્રા /કિલો ગ્રા. શરીરના વજન મુજબ કલોરોમ્ફેનીકોલની સ્નાયુમાં અંદર ડોઝ આપવો.


ફૂગથી થતાં રોગો

(૧) સેપ્રોલેગ્નીયાસીસ

આ રોગ ભારતીય મેજર કાર્પ તથા વિદેશી માછલીઓમાં ફ્રાય, ફીગરલીંગ અને પુખ્ત માછલીમાં જોવા મળે છે. સેપ્રોલેજીના નામની ફૂગની જાત આ રોગ માટે જવાબદાર ગણાય છે. મત્સ્યબીજોનું ઘણાં લાંબા અંતર સુધી સ્થળાંતર કરતી વખતે પણ ફૂગની અસર જોવા મળે છે.

લક્ષાણો:

ફૂગ લાગેલ માછલીનાં શરીર ઉપર ભૂખરાં રંગનું પડ જોવા મળે છે. માછલી અથવા ઈંડામાં સફેદ અથવા જેમાં જકડાયેલ કણોના રંગના સૂતરના તાંતણા જેવા ગુચ્છાની હાજરી આ રોગની અસરનું લક્ષાણ છે. શરૂઆતમાં માછલી સુસ્ત અને કમજોર થઈ જાય.પછી ધીમે ધીમે આ રોગ માંસપેશીમાં ફેલાય છે. યકૃત અને આંતરડાનો સોજો જોવા મળે છે અને છેવટે માછલી મરણ પામે છે.

ઉપચાર

(૧) રોગી માછલીને ૧૬૦ મિ.ગ્રા /લિ. પોટેશિયમ પરમેન્ગેનેટની બાથ ટ્રીટમેન્ટ પ દિવસ સુધી આપવી.
(ર) નાની નાજુક માછલીઓને ૧૦૦ મિ.ગ્રા /લિ. પોટેશિયમ ડાયક્રોમેટ થી એક અઠવાડિયા સુધી સાફ કરવાની
(૩) રોગી માછલીને ૩-૪ ટકા મીઠાનાં દ્રાવણની બાથ ટ્રીટમેન્ટ આપવી.
(૪) મેલેચાઈટગ્રીન ૧-ર મિ.ગ્રા /લિ. બાથ ટ્રીટમેન્ટ ૩૦ મિનિટથી કલાક સુધી આપવી.
(પ) તળાવના પાણીને ર૦ મિ.ગ્રા /લિ.ફોમર્ેલીનની ટ્રીટમેન્ટ આપવી.
(૬) પાણીની યોગ્ય ગુણવત્તા જાળવવી.
(૭) સંગ્રહનું યોગ્ય પ્રમાણ જાળવવું.
(૮) માછલીને પોષ્ાક તત્વો વાળો ખોરાક આપવો.
(૯) તળાવના પાણીને ૧ મિ.ગ્રા /લિ.પોટેશિયમ પરમેન્ગેનેટની ટ્રીટમેન્ટ આપવી.

(ર) ગીલ રોટ(ઝાલરનો સડો)

આ રોગ કટલા, મીગ્રલ તથા સિલ્વર કાર્પ માછલીના ઈંડા, ફ્રાય, ફીગરલીંગ અને પુખ્ત માછલીઓમાં નોંધાયેલ છે. આ રોગ ઉનાળામાં ગરમમાં ગરમ સમય દરમ્યાન મુખ્યત્વે પાણીની અછતને લીધે વધુ જોવા મળે છે. તળાવમાં લીલ, છાણ જેવો કચરાનું પ્રમાણ ખૂબ વધી જતાં આ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે.

લક્ષાણો:

આ રોગને લીધે ઝાલર ઉપર લાલ ધાબા જોવા મળે છે. ચૂઈ તેનો સામાન્ય લાલ રંગ ગુમાવે છે અને પીળાશ પડતી ભૂરા રંગની બને છે. માછલી હવા લેવા સપાટી પર આવે છે. રોગની ફૂગ ચૂઈની ઝાલરોમાં નળી જેવી રચના બનાવે છે. ચૂઈને મળતું લોહી બંધ કરે છે. ધીમે ધીમે ચૂઈ કામ કરવાનું બંધ કરે છે અને છેલ્લે ખરી પડે છે.

ઉપચાર

(૧) વધારાનો બાહય ખોરાક બંધ કરી નવું પાણી તળાવમાં ઉમેરવું.
(ર) મીઠાના ૩-પ ટકા દ્રાવણથી રોગિષ્ટ માછલીને પ થી ૧૦ મિનીટ બાથ ટ્રીટમેન્ટ આપવી.
(૩) તળાવમાં પ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરના દરે ચૂનાની ટ્રીટમેન્ટ આપવી.
(૪) ૧ર કિ.ગ્રા. પ્રતિ હેકટરના દરે કોપર સલ્ફેટનો તળાવમાં છંટકાવ કરવો.

વાયરસથી થતા રોગો

(૧) ઇન્ફેકશીયસ પેન્ક્રીએટીક નેક્રોસીસ

લક્ષાણો:

અસર પામેલા માછલીનો રંગ કાળો પડે છે, માછલી ગોળ ગોળ ફરતી દેખાય છે, પેટનો નીચેનો ભાગ ફૂલેલો જોવા મળે છે તેમજ સ્વાદુપીંડ પેશીવાળા ભાગમાં રકતસ્ત્રાવનાં ટપકાં જોવા મળે છે.

(ર) હેમરેજીક સેપ્ટીસેમીયા (વાયરલ રકતસ્ત્રાવીય સડો)

આ રોગની અસર રેનબો અને ટ્રોટ માછલીમાં જોવા મળે છે. તેમાં અસર પામેલ માછલી સુસ્ત જણાય છે અને ધીમેધીમે કાળી પડતી જાય છે. ગીલ અને ફીનનાં મુખ આગળ રકતસ્ત્રાવ થતો જોવા મળે છે.

(૩)ઈન્ફેકશીયસ હીમેટોપોયેટીક નેક્રોસીસ :

આ રોગની અસર સાલમોન, રેનબો, ટ્રોટ ફીશમાં જોવા મળે છે.

લક્ષાણો:

અસર પામેલ માછલીં સુસ્ત અથવા કોઈકવાર વધુ સકિ્રય લાગે છે. ફીનના મુખ આગળ રકતસ્ત્રાવ થાય, શરીરનો રંગ કાળો પડતો જાય અને પેટનો નીચેનો ભાગ ફૂલી જાય છે, મળમાં લાંબા સફેદ લીસોટા જેવી વસ્તુ આ રોગનું મુખ્ય લક્ષાણ છે. જઠર અને આંતરડા પાણી જેવા પ્રવાહીથી ફૂલી જાય.

(૪) સ્પ્રીંગ વાયરેમીયા ઓફ કાર્પ:
આ રોગ મોટે ભાગે કાર્પ માછલીઓમાં જોવા મળે છે.

લક્ષાણો :

અસર પામેલ માછલી તેનું સમતુલન ગુમાવે અને પાણીમાં ઉભી લટકતી દેખાય. માછલી કાળી પડી જાય છે. પેટનો નીચેનો ભાગ ફૂલી જાય અને ચામડી તથા ચૂઈ માંથી રકતસ્ત્રાવ થાય., કીડનીમાં પાછળના ભાગમાં ઈજાઓ જોવા મળે. મૂત્રપિંડમાં લોહીની પેશી દેખાય. જઠર સહીતનાં અંદરના અવયવોમાં રકતસ્ત્રાવ જોવા મળે છે.

સારવાર

(૧) અસર પહેલા માછલી દૂર કરી કુત્રિમ પોલીન્યુકલીઓ ટાઈડની કેમોથેરપી આપવી.
(ર) આઈએચએનવીની અસર નિયંત્રિત કરવા પાણીનું ઉષ્ણતામાન થોડું વધારવું
(૩) સંગ્રહ કરેલ માછલીને ઝેરી અસરમાંથી મુકત કરો.
(૪) સંગ્રહેલ માછલીને એન્ટીજન ધરાવતા હાઈપર ઓસ્મોટીકના દ્રાવણમાં નાખી જથ્થામાં રોગ અવરોધ રસી આપવી.
(પ) માછલીનાં ચેપી રોગોનાં નિયંત્રણ માટે બેકટેરીયા વિરોધી અને રોગ અવરોધક રસી આપવી.

પરોપજીવીઓથી થતા રોગો

(૧) ઈકથાયોફ થાઈરીઆસીસ (સફેદ ડાઘ)

આ રોગ કટલા, રોહુ, મીગ્રલના ફ્રાય, ફીગરલીંગને નર્સરી તથા રેરીંગ પોન્ડમાં થતો હોવાનું જણાયેલ છે.

લક્ષાણો :

શરૂઆતમાં માછલીની ચામડી, ફીન અને ચૂઈ ઉપર નાના સફેદ ટપકાં કે નાની નાની ગાંઠ કે ફોલ્લીઓ રચાય છે. રોગીષ્ટ માછલી બાજુએ ખસવા માંડ છે તેમજ અનિયમિત અને સતત હલનચલન કરતી જોવા મળે છે. કેટલાક સમય પછી પરોપજીવી જીવાણુઓ શરીરમાં જે ભાગમાં દાખલ થયેલ હોય ત્યાં સીસ્ટ બનાવી દે છે તેથી શરીર, ગીલ અને ફીન ઉપર સફેદ ડાઘ જોવા મળે છે, ચામડીનો બાહય દેખાવ બદલાય છે.

ઉપચાર

(૧) પરોપજીવીના પ્રસાર ઉપર નિયંત્રણ માટે ર ટકા મીઠાના દ્રાવણનો તળાવમાં ઉપયોગ કરવો.
(ર) ફોરમેલીનના ૧:પ૦૦૦ના પ્રમાણમાં દ્રાવણ બનાવી અઠવાડિયા સુધી બાથ આપવો.
(૩) ૧:પ૦૦૦ના કવીનાઈલના દ્રાવણમાં ૩ થી ૪ દિવસ સુધી દરરોજ એકાદ કલાક બાથ ટ્રીટમેન્ટ આપવી.

(ર) ટ્રાયકોડાઈનોસીસ :

આ રોગની અસર મત્સ્યબીજ તથા પુખ્ત ઈન્ડીયન મેજરકાર્પલ એકઝોટીક કાર્પ તથા તીલપીયા માછલીઓમાં જોવા મળે છે.

લક્ષાણો :

માછલીને શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થાય છે. અસર પામેલ માછલી કિનારા ઉપર શરીર ઘસતી જોવા મળે છે. ચૂઈ ખરબચડી તથા જાંખી થાય છે તથા ચૂઈ પર લાળ જેવું ચીકણું પ્રવાહી ઝરવાના કારણે શરીર ઉપર હલકા પીળા રંગનું આવરણ બનેલ જોવા મળે છે.

ઉપચાર

(૧) પરોપજીવીના પ્રસાર ઉપર નિયંત્રણ માટેતળાવમાં મીઠું/ ચૂનાના દ્રાવણનો ઉપયોગ કરી પાણી શુધ્ધ કરવું.
(૧) અસરગ્રસ્ત માછલીને ર થી ૩ ટકા મીઠાના દ્રાવણનો બાથ આપો.
(ર) તળાવના પાણીને ૪ મિ.ગ્રા. /લિ. પોટેશિયમ પરમેન્ગેનેટ ટ્રીટમેન્ટ આપો.
(૩) તળાવના પાણીને રપ મિ.ગ્રા./લિ ફોરમેલીનની ટ્રીટમેન્ટ આપો.
(૪) ૧૦૦ મિ.ગ્રા/લિ. ફોરમેલીનની એરેશન સાથે બાથ ટ્રીટમેન્ટ આપો.
(પ) ૧:૧૦૦૦ એસેટીક એસિડ અથવા ૧:૬૦૦૦ ફોરમેલીનનું દ્રાવણ બનાવી ડીપ ટ્રીટમેન્ટ આપી શકાય.

(૩) વ્હાઈટ ગીલ સ્પોટ ડીસીસ :

આ રોગની અસર કટલા, મીગ્રલ અને રોહુમાં જોવા મળેલ છે.

લક્ષાણો :

અસરગ્રસ્ત માછલીની ચૂઈ ૧ મી.મી. થી ૪ મી.મી. સાઈઝના સફેદ સીસ્ટથી ઢંકાયેલ જોવા મળશે જેમાં તીવ્ર અસરવાળા કિસ્સામાં સીસ્ટ કોબી-ફલાવર આકારના જોવા મળશે જે શ્વાસોશ્વાસની સપાટીને બંધ કરી દે છે. વધારે લાળ જેવું ચીકણું પ્રવાહી નીકળે છે. માછલી હવા લેવા માટે સપાટી પર આવે છે અને શ્વાસોશ્વાસમાં તકલીફ થતાં ઓકિસજન ઓછો મળવાથી માછલી મરણ પામે છે.

ઉપચાર

(૧) તળાવમાં માછલીનો જથ્થો ઘટાડો.
(ર) તળાવને મહુડાના ખોળ અને ચૂનાની ટ્રીટમેન્ટ આપવી.
(૩) ૩ થી પ ટકા મીઠાના દ્રાવણની બાથ ટ્રીટમેન્ટ આપવી.

(૪) વ્હાઈટ સ્કેલ સ્પોટ ડીસીઝ:

આ રોગ મ્રીગલ તથા રોહુમાં જોવા મળે છે.

લક્ષાણો :

માછલીના શરીરની સપાટી તથા ભીંગડા સફેલ સીસ્ટથી ઢંકાયેલા જોવા મળશે તથા અસર પામેલ માછલી સુસ્ત બની જશે. મ્રીગલમાં સીસ્ટ શરીરની ઉપર તથા ભીંગડા ઉપર જોવા મળશે જયારે રોહુમાં ઉપર તથા ભીંગડાની અંદર પણ જોવા મળશે. અસર પામેલ માછલીના ભીંગડા ઢીલા થઈ અમુક કિસ્સામાં ખરી પડશે અને તે ભાગમાં ચાંદા જોવા મળશે.

ઉપચાર

(૧) તળાવમાં માછલીનો જથ્થો ધટાડવો.
(ર) તળાવને મહુડાના ખોળ અને ચૂનાની ટ્રીટમેન્ટ આપવી
(૩) ૩ થી પ ટકા મીઠાના દ્રાવણની બાથ ટ્રીટમેન્ટ આપવી પરંતુ આ ટ્રીટમેન્ટથી પરોપજીવીના સીસ્ટ નાશ થતાં નથીે.

કૃમિથી થતા રોગો

કરમીયાથી થતાં રોગોમાં મોટે ભાગે ટ્રેમાટોડ, નેમાટોડ,સીસ્ટોડ વગેરે જવાબદાર હોય છે.

(૧) ડેકટાયલોગાયરોસીસ અને ગાયરોડેકટાયલોસીસ :

ટ્રેમાટોડથી થતો રોગ છે. ગાયરોડેકટાયલસ ચામડી તથા ઝાલરને અસર કરે છે જયારે ડેકટાયલોગાયરસ ફકત ઝાલર ઉપર અસર કરે છે. આ રોગની અસર મુખ્યત્વે નર્સરી અને પોન્ડમાં કટલા, રોહુ અને મીગ્રલના ફ્રાય તથા ફીગરલીંગમાં ખૂબ જ જોવા મળેલ છેે.

લક્ષાણો

ડેકટાયલોગાયરોસીસમાં ચૂઈ ઝાંખી પડે છે અને ખૂબ જ ચીકણું લાળ જેવું પ્રવાહી ઝરે છે. જયારે ગાયરો ડેકટાયલોસીસમાં શરીરનો રંગ ઝાંખો પડી જાય છે. ભીગંડા ખરવા માંડે છે તથા ચીકણી લાળ જેવું પ્રવાહિ ઝરે છે. બન્ને રોગોમાં માછલીની વૃધ્િધ અટકે છે. વધારે અસર વાળી માછલી કમજોર બને છે અને તળાવના કિનારા નજીક આરામ કરે છે. ડેકટોયલોગાયરોસીસમાં શ્વસનતંત્ર ઉપર પણ અસર થાય છે. જે ભાગમાં રોગ હોય છે તે ગીલના ભાગમાં ખવાણ જોવા મળે છે.

ઉપચાર

(ં૧) ૩ થી પ ટકા મીઠાના દ્રાવણમાં ૧૦-૧પ મિનિટ બાથ ટ્રીટમેન્ટથી કરમીયા મરી જશે.
(ર) ફોરમેલીન ૧૦૦ મિ.ગ્રા./લિ. ના બાથ ટ્રીટમેન્ટથી કરમીયા મરણ પામશે.
(૩) તળાવમાં રપ મિ.ગ્રા./લિ. ફોરમેલીન ટ્રીટમેન્ટ કરમીયાના નિયંત્રણમાં અસરકારક છે.
(૪) તળાવમાં ૪ મિ.ગ્રા/લિ. પોટેશિયમ પરમેન્ગેનેટની ટ્રીટમેન્ટથી કરમીયા નિયંત્રણમાં આવે છે.

(ર) બ્લેક સ્પોટ ડીસીસ

ડાયજીનેટીક ટ્રેમાટોડથી થતો રોગ છે. આ રોગની અસર કટલા, રોહુ, મીગ્રલ અને સિલ્વર કાર્પની નર્સરી તથા રેરીંગ પોન્ડસમાં તથા કટલામાં જળાશયમાં જોવા મળે છે.

લક્ષાણો

અસરગ્રસ્ત માછલીના શરીર પર પરોપજીવીઓના કારણે કાળા ટપકાં કે ફોડલીઓ જોવા મળે છે. અસર પામેલ માછલી લાંબો સમય સુધી જીવીત રહે છે પરંતુ તેની વૃધ્િધ અટકી જાય છે. વધારે અસર પામેલ માછલીઆેમાં મરણનું પ્રમાણ વધુ હોય છેે. માછલીનંુ મરણ પરોપજીવીની એકજ પેશીમાં હલચલ અથવા તેઆે દ્વારા છોડવામાં આવતા ઝેરથી થાય છે.

ઉપચાર

(૧)પાણીના તળિયે રહેતા રોગનાં મુખ્ય પરિવાહકો જેવાં કે શંખ, છીપલા તથા જલીય પક્ષાીઓને દૂર રાખો.
(ર)માછલીને પીક્રીક એસીડનાં ૩:૧૦૦૦૦૦ના દ્રાવણની બાથ ટ્રીટમેન્ટ આપવી.

(૩) લીગ્યુલોસીસ : આ રોગની અસર કટલા, રોહુ અને કલબાસુમાં જોવા મળે છે.

લક્ષાણો

અસરગ્રસ્ત માછલીનો રંગ કાળો અને પાંડુ રોગથી પીડાતી હોય તેવી માછલી દેખાય છે. મોટી સંખ્યામાં પ્લેરોસરકોઈડ લાવર્ાની હાજરીના કારણે પેટનો ભાગ તથા શરીરના પોલાણ ફૂલે છે. જેના કારણે શરીરના બીજા અવયવો પર દબાણ આવવાથી તેઓની કામગીરી પર અસર થાય છે, અસરવાળા કિસ્સામાં શારીરીક દબાણ વધતાં પેટનો ભાગ ફાટી જાય છે.

ઉપચાર

આ રોગાનાં નિયંત્રણ માટેની પધ્ધતિઓ મયર્ાદિત છે. આ રોગના ઉપચાર માટે તેના પરિવાહક ઈકયોફેગર પક્ષાીનું નિકંદન કરવું અથવા રોગ જણાય કે તરત જ તેનાં જીવન ચક્રને તોડવા માટેપક્ષાી ભગાડી દેવું અથવા નાશ કરવો.

(૪) એકન્થોમીફેલન ડીસીસ :

આ રોગની અસર કટલા, રોહુ, મીગ્રલ તથા સીગાલા પર જોવા મળે છે.

લક્ષાણો :

આ પરોપજીવીઓ માછલીના ખોરાકના માર્ગમાં, પાચનતંત્રમાં વસે છે અને તેઓ પોતાની હૂક જેવા નાકથી ચોટી રહે છે. જેમાં આંતરડાંને નુકશાન કરવાની ખાસિયત છે. જયાં ચોંટેલ હોય છે ત્યાં તે ભાગને મજબૂતીથી ચોટી રહેતા લાલ થઈ જાય છે.

સ્તરકવચી (ક્રસ્ટેસીયન)થી થતા રોગો

(૧) આરગ્યુલોસીસ :

રોહુ, મીગ્રલ અને કટલામાં તેની અસર જોવા મળેલ છે.

લક્ષાણો

પુખ્ત પરોપજીવીઓ અન્ડાકાર સપાટ, પારદર્શક અને નરી આંખે જોઈ શકાય છે. માછલીનાં ભીંગડાની બખોલમાં કે માછલીની સપાટી ઉપર મુકત રીતે ફરતા દેખાય છે. અસરગ્રસ્ત માછલીઓ કમજોર, વિકૃત તથા સતત તરતી અને જીવાણુઓ પાડવા પ્રયત્ન કરે છે. માછલીની વૃધ્િધ અટકે છે અને કેટલીકવાર મરણ પણ પામે છે. અસરગ્રસ્ત ભાગ કાળો પડી જાય છે અને કિનારાના વિસ્તારમાં ફરે છે. ભીંગડા ઢીલા પડી જાય છે, શરીર પર લાલ રંગના ધાબા જોવા મળે છે. ઉનાળાનાં સમયમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય છે.

ઉપચાર:

માછલીઓના ઉપચાર અને ફેલાવનું નિયંત્રણ બન્ને એકસાથે થવા જોઈએ. આગ્યર્ુલીસના અસરવાળા પાણીનાં વિસ્તારમાં બામ્બુની ચટાઈ કે કોરુગેટેડ સીટ (ટીન) લટકાવવા અને અઠવાડિયા પછીથી આ ચટાઈઆે કાઢીને સૂકવી દેવી જેથી આરગુલસના ચોટેલ ઈંડાનો નાશ થશે. પાણીમાં ઉભા વાસ ખોડવા.

(૧) ૩ થી પ ટકા મીઠાના દ્રાવણમાં બાથ ટ્રીટમેન્ટ આપવી.
(ર) તળાવમાં ૧ મિ.ગ્રા. /લિ. ગેમેકસીન પાવડરનો છટકાંવ કરવો.
(૩) પોટેશિયમ પરમેન્ગેનેટનાં ૪ મિ.ગ્રા./ લિ. ના દ્રાવણમાં ૩થીપ મીનીટ ડુબાડવાથી પણ ફાયદો મળે છે.

(ર) અગર્ાસીલસ:

રોહુ, મીગ્રલ, કટલા, સિલ્વર કાર્પ માછલીમાં અસર જોવા મળે છે.

લક્ષાણો

તે ચૂઈ, શરીરના પોલાણ તથા ફીન પર અસર કરે છે. તેઆે ર મી. મી. થી ટૂકા અને દેખાવમાં સફેદ શરીર ધરાવે છે. માછલી સપાટી પર આવી આળસુની જેમ સુસ્ત પડી રહે છે. માછલીની સાઈઝ વધતાં અસર વધારે થાય છે. આ પરોપજીવી મોટી માછલીમાં વધારે જોવા મળે છે. રોગિષ્ટ માછલીની વૃધ્િધ અટકે છે.

ઉપચાર

(૧) તળાવમાં ૪ મિ. ગ્રા./લિ. પોટેશિયમ પરમેન્ગેટની ટ્રીટમેન્ટ આપવી.
(ર) મીઠાના ર-૩ ટકા દ્રાવણની બાથ ટ્રીટમેન્ટ ૧પ મિનીટ માટે આપવી.

(૩) લેનર્ીઆસીસ :

આની અસર કટલા, ગ્રાસકાર્પ અને રોહુમાં જોવા મળે છે.

લક્ષાણો

આ પરોપજીવીઓ પોતાના શરીરમાં મળેલ કુદરતી હુકની મદદથી માછલીને ચોંટી રહે છે. જે ભાગમાં પરોપજીવીઆે દાખલ થયેલ હોય તે ભાગમાંથી ભીંગડા ખરી પડે છે અને ત્યાં ચાંદુ થાય છે. શરૂઆતમાં અસરગ્રસ્ત માછલીઆે ઉશ્કેરાટના કારણે શરીર બાજુએ તથા તળિયે સતત ઘસતી રહે છે. વધારે અસરગ્રસ્ત માછલી મરણ પામેલ હોય તે રીતે પડી રહે છે તથા શરીર કૃષ્ટ થયેલ અને અનિયમિત હલનચલન જોવા મળે છે.

ઉપચાર

(૧) તળાવમાં ૪ મિ.ગ્રા./ લિ. પોટેશિયમ પરમેન્ગેનેટની ટ્રીટમેન્ટ આપવી.
(ર) મીઠાના ૩- પ% ટકા દ્રાવણની બાથ ટ્રીટમેન્ટ આપવી.

એપીઝુટીક અલ્સરેટીવ સીન્ડ્રમ ડીસીસ

આ રોગની અસર ઉછેર માટેની તથા અન્ય જાતની માછલીને પણ થાય છે.

લક્ષાણો

અસર પામેલ માછલી માથુ પાણીની બહાર કાઢી અસામાન્ય રીતે તરતી અને સુસ્તપણે તરતી જણાય છે. શરૂઆતમાં આ રોગના લક્ષાણમાં માછલીના શરીર પર લાલ ટપકાં થાય છે. જે ચાંદામાં પરિવર્તન થાય છે. મોટા થતાં જાય તથા ભીંગડા ખરી પડે છે અને ફરતે કાળી રીંગ થાય છે. રોગની વધુ અસર થતાં માછલીનાં શરીરના અન્ય ભાગો જેવા કે માથુ, પેટના નીચેના ભાગ તથા પૂંછડીના ભાગમાં ચાંદા જોવા મળે છે. વધારે પડતી અસરમાં પૂછડીનો ભાગ તૂટી જાય છે.

ઉપચાર

ભારતમાં ઈયુએસ માટેનો ઉપચાર ફકત ૩૦ હેકટરથી ઓછા વિસ્તારમાં જ ઉપયોગી છે. પરંતુ તેનાથી મોટી નદીઓ જળાશય કે બીલ અને લેકવોટર માટે કોઈ ઉપચારની પધ્ધતિ વિકસેલ નથી.
(૧) ચૂનો ૧૦૦ -૬૦૦ કિલો/ હેકટર અસરકારક જણાયેલ છે જે પાણીની આલ્કલીનીટી ર૦ પીપીએમથી ઓછી હોય ત્યાં વધુ ડોઝ અને જેની આલ્કલીનીટી ૪૦ પીપીએમથી વધારે હોય ત્યાં ઓછો ડોઝ આપી શકાય.
(ર) પોટેશિયમ પરમેન્ગેનેટ ૧-૧૦ મિ.ગ્રા /લિ. નો ડોઝ અસરકારક પરિણામ આપે છે. આ ઉપરાંત તળાવમાં ૪ મિ.ગ્ર /લિ.ની ટ્રીટમેન્ટથી પણ સારા પરિણામો મળેલ છે.
(૩) ચૂનો અને બ્લીચીંગ પાવડર પ૦ કિ./ હેકટર હબ્: અઠવાડિયા બાદ ૦.પ મિ.ગ્રા /લિ. બ્લીચીંગ પાવડર રોગના અસરવાળા વિસ્તારમાં છંટકાવ કરવાથી રોગ વધતો અટકાવી શકાય છે.
(૪) રોગના પ્રારંભિક તબકકામાં મીઠાનાં ૩-૪% દ્રાવણમાં બાથ ટ્રીટમેન્ટ સારા પરિણામો આપે છે.
(પ) સીફેકસનો ૧ લિ /હેકટરથી રોગની અસરવાળી માછલીમાં ૭-૮ દિવસમાં સાજી થયેલ હોવાનો અહેવાલ છે.

પયર્ાવરણ આધારીત રોગો

(૧) પરપોટાનો રોગ

આ રોગની અસર મીગ્રલ અને રોહુના ફ્રાય અને ફીગરલીંગને થાય છે.

લક્ષાણ :

મત્સ્યબીજ અનિયમિત હલનચલન કરે છે અને ગોળ ગોળ ચકરાવા મારે છે અને ધીમેધીમે મૃત્યુ પામે છે. પેટનો નીચેનો ભાગ ફૂલી જાય છે. અસર પામેલ માછલીના આંતરડામાં પરપોટા થવાના કારણે સમતોલન ગુમાવે છે.

ઉપચાર

(૧) ખાતર આપવાનુંબંધ કરવું.
(ર) તળાવમાં તાજું પાણી ઉમેરવું.

(ર) આલ્ગલ ટોક્ષાીકોસીસ

આ રોગની અસર કટલા, મ્રીગલ, ગ્રાસકાર્પ, કોમનકાર્પના ફ્રાય, ફીગરલીંગ તથા પુખ્ત માછલીને થાય છે તેમજ પુખ્ત રોઝનબગર્ી અને મોનોડોનને થાય છે.

લક્ષાણો

માછલી અને ઝીંગા પાણીની સપાટી પર આવે ત્યારે અનિયમિત હલનચલન કરે છે.ઘણાં કિસ્સામાં મરણ પામે છે. આ રોગમાં આલ્ગની ચૂઈ પર જામી જવાના કારણે શ્વાસોશ્વાસમાં મુશ્કેલી પડે છે.

ઉપચાર

(૧) તળાવમાં ૦.પ મિ.ગ્રા/લિ. કોપર સલ્ફેટનો છંટકાવ કરો.
(ર)પાણીની સપાટી ઉપર ર૦૦ કિ.ગ્રા /હેકટર છાણનો છંટકાવ કરવો. જેનાથી પાણીમાં સૂર્યના કિરણોનું પેનીટ્રેશન અટકશે.
(૩) સૂર્યના કિરણોનું પેનીટ્રેશન અટકાવવા /ઘટાડવા માટે પાણીની સપાટી આઈકોનીયા જલજ વનસ્પતિથી ઢાંકી દેવી.


મત્સ્ય જૂ


મત્સ્ય જૂ


વાઇરસ થી થતો રોગ

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.