Navsari Agricultural University
કાર્પ માછલીઓની મત્સ્ય તળાવમાં ઉછેર પધ્ધતિ
---------------------------------------------

ભારતમાં મત્સ્ય ઉછેરથી થતાં કુલ ઉત્પાદનમાં ૭પ થી ૮૦% મત્સ્ય ઉત્પાદન કાર્પ માછલીઓનું છે. આમ ભારતમાં કાર્પ મત્સ્ય ઉછેરએ મુખ્ય પ્રકારનું મ્ાત્સ્ય ઉછેર પધ્ધતિ છે. આ પ્રકારના મત્સ્ય ઉછેરમાં મુખ્યત્વે બે પ્રકારના મત્સ્ય સમુહોનો સમાવેશ થાય છે.

(૧) મૂળ ભારતની ઈન્િડયન મેજર કાર્પ (કટલા, રોહુ, મિ્રગલ)
(ર) વિદેશી કાર્પ જેવી કે સીલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ અને કોમન કાર્પ

ઈ.સ.૧૯પ૦ સુધી ભારતના પૂવર્ોત્તર રાજયો જેવા કે પશ્િવમ બંગાળ અને ઓરિસ્સામાં આ માછલીઓના બચ્ચાંને નદીઓમાંથી એકત્રિત કરી, પરંપરાગત પધ્ધતિથી મત્સ્ય ઉછેર ઘર આંગણે આવેલ તળાવો પુરતુ મયર્ાદિત હતું. આ મત્સ્ય ઉછેરમાં ઈન્િડયન મેજર કાર્પ (કટલા, રોહુ, મિ્રગલ)નો ઉછેર કરવામાં આવતો હતો. તે સમયે ખૂબ જ ઓછુ મત્સ્ય ઉત્પાદન પ્રતિ હેકટરે મળતુ હતું. સમય જતાં ભારતમાં મત્સ્ય ઉછેર ફકત જીવન જરૂરિયાત ખોરાક પુરતુ જ મયર્ાદિત ન રહેતાં તે આથર્િક ઉપાર્જનનું સાધન બન્યું અને આજે પશ્િવમ બંગાળ, ઓરિસ્સા, આંધપ્રદેશ વગેરે વિસ્તારમાં આધુનિક પધ્ધતિથી મત્સ્ય ઉછેર કરી સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવવામાં આવે છે.

દક્ષિાણ ગુજરાતમાં પુષ્કળ મીઠા પાણીના સ્ત્રોત જેવા કે ગ્રામ્ય તળાવ, નદીઓ અને જળાશયો આવેલ હોવા છતાં મોટા ભાગના સ્ત્રોતનો ખૂબ જ મયર્ાદિત ઉપયોગ થાય છે. આ તમામ સ્ત્રોતમાં કાર્પ મત્સ્ય પાલન કરી વધૂ ઉત્પાદન અને આથર્િક ઉપાર્જન મેળવવાની ઉત્તમ તકો રહેલી છેે. ચોકકસ સમયમાં કાર્પ માછલીઓના ઈંડાંની ઉપલબ્ધી એ મત્સ્ય ઉછેરની સફળતાનો પાયો છે. ભારતમાં પ્રેરિત સંવર્ધનથી સૌપ્રથમ કાર્પ માછલીના બચ્ચાં ઉત્પાદન કરવાની ઐતિહાસિક શોધ ૧૯પ૭માં થઈ. ત્યારબાદ મત્સ્ય ઉછેરની પ્રવૃત્િતઓ અને ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો થયો જેને આપણે કૃષ્િામાં થયેલ હરિયાળી ક્રાંતિની જેમ નીલક્રાંતિનું પણ બિરૂદ આપી શકીએ. આ કાર્ય અંતર્ગત ઉત્તમ ગુણવત્તાનાં મત્સ્ય બિયારણો માછલીની વધૂ ઉત્પાદન આપતી સંકર જાતો, વિદેશી માછલીઓનું ભારતના વાતાવરણમાં ઉછેર, પોષ્િટક ખોરાક, મત્સ્ય ઉછેર માટેની ઉછેર પધ્ધતિ વગેરે શોધો કેન્િદ્રય મત્સ્ય પાલન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી હતી. બે કે વધુ માછલીની જાતોનો એક સાથે ઉછેર કરવાના પ્રયોગો તથા મોટા પાયે મત્સ્ય બીજ ઉત્પાદન કરવાના સંશોધનો કેન્િદ્રય આંતર દેશીય મત્સ્ય સંશોધન સંસ્થા બરાકપોર દ્વારા વિવિધ સંસ્થાઓ અને યુનિવસર્િટી સાથે સંકલન કરી મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના થકી ભારતમાં મીઠા પાણીના મત્સ્ય ઉછેરની વૈજ્ઞાનિક ઢબે શરૂઆત થઈ અને છેવટે મત્સ્ય પાલનનો વ્યવસાય પૂર્વના રાજયોમાં જ મયર્ાદિત ન રહેતા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજયોમાં પણ વિસ્તરવા લાગ્યો. ગુજરાતમાં દક્ષિાણ ગુજરાત, મધ્ય ગુજરાત વગેરે વિસ્તારમાં અનેક નદીઓ, તળાવો, સરોવર, જળાશયો અને ગ્રામ્ય તળાવ આવેલા છે. આ તમામ ઉપલબ્ધ સ્ત્રોતની સામે ગુજરાતનું મીઠા પાણીનું મત્સ્ય ઉત્પાદન ખૂબ જ ઓછું છે. આ તમામ સ્ત્રોત મત્સ્યપાલનની દ્રષ્િટએ ખૂબ જ અગત્યના હોવાથી, આધુનિક મત્સ્ય પાલન તકનીકીનું માર્ગદર્શન, મત્સ્ય પાલનનો અભિગમથી બિન ઉત્પાદિત સ્ત્રોતમાં મત્સ્ય પાલન કરી પ્રોટીનયુકત ખોરાક ઉત્પન્ન કરવા માટેની જન જાગૃતિ વગેરે દ્વારા વિક્રમ જનક ઉત્પાદન મેળવી શકવાની ઉત્તમ તકો રહેલ છે.

કાર્પ મત્સ્ય ઉછેરના વિવિધ તબકકા

કાર્પ મત્સ્ય ઉછેરને બે તબકકામાં વહેંચી શકાય છે. (૧) મત્સ્ય બીજનો નર્સરી તળાવોમાં ઉછેર (ર) મત્સ્ય બીજ (ફીંગર લીંગ/ એડવાન્સ ફીંગર લીંગ, ઈયર લીંગ)નો ગ્રોઆઉટ તળાવ (મોટા મત્સ્ય ઉછેર તળાવ)માં બજારમાં વેચવાલાયક કરવા સુધીનો ઉછેર.
મત્સ્ય બીજના ઉછેરમાં માછલીના ખૂબ જ નાના બચ્ચાં સ્પોનથી ફ્રાય સુધીના તબકકાનું ઉછેર નાના નાના નર્સરી તળાવ બનાવીને કરવામાં આવે છે. જયારે ફ્રાયથી ફીંગરલીંગ સુધીના બચ્ચાંનો ઉછેર નર્સરી તળાવથી મોટા મત્સ્ય ઉછેરના તળાવમાં કરવામાં આવે છે.

નર્સરી તળાવ તૈયાર કરવાની રીત અને વ્યવસ્થાપન

કાર્પ માછલીના શરૂઆતના તબકકાનાં બચ્ચાં સ્પોન અને ફ્રાય ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોવાથી તેનો વિકાસ અને જીવંત દર મુખ્યત્વે તેના ઉછેરના પયર્ાવરણ ઉપર ખૂબ જ આધાર રાખે છે. કાર્પ માછલીની તમામ જાતીના શરૂઆતના તબકકાનાં બચ્ચાનો ખોરાક પસંદગી અને ખોરાક ખાવાની પધ્ધતિ ઘણું ખરૂ કરીને સામાન્ય હોવાથી આ તમામ માટે એક સરખા પ્રકારનો ખોરાક અને વ્યવસ્થાપન પુરૂ પાડવામાં આવે છે.

નર્સરી તળાવ ૦.૦ર થી ૦.૦પ હેકટર વિસ્તાર અને ૦.પ થી ૧ મીટર જેટલી ઉંડાઈના નાના હોય છે. જે સ્પોન તબકકાનાં બચ્ચાં માટે આદર્શ છે. તે માટીનું અથવા ઈંટો તથા સિમેન્ટ પ્લાસ્ટરનું બનાવી શકાય છે.નર્સરી માટે જયારે ઈંટ તથા સિમેન્ટ પ્લાસ્ટરનું તળાવ ઉપયોગમાં લેવાનું હોય ત્યારે તળિયે ૧પ થી ૩૦ સે.મી. સુધી માટીનું આવરણ ચઢાવવું જોઈએ. તળાવની રચના તળાવનું પાણી ખાલી કરી શકાય તેવુ હોવુ જોઈએ, કારણ કે સ્પોનને તળાવના પાણીમાં સંગ્રહ કરતાં પહેલા પાણીમાં રહેલ શિકારી માછલી અને પરચુરણ માછલીને દૂર કરવા તળાવનું પાણી ખાલી કરવુ જરૂરી છે.

તળાવનું જુનું પાણી ખાલી કરી સૂકવી તળીયે વ્યવસ્િથત ખેડ કરવામાં આવે છે. આમ કરવાથી હાનિકારક વાયુઓ દૂર થાય છે. તથા હવામાં રહેલ ઓકિસજન તળાવની તળિયાના પાણીમાં ભળે છે અને સલ્ફાઈડ, ફેરસ આયર્ન, એમોનિયા વગેરેનું ઓકિસડેશન થાય છે. તળાવ તૈયાર કરવાના અન્ય પગલામાં (૧) તળાવની જમીન સુધારણા (ર) જલીય વનસ્પતિ દૂર કરવી (૩) શિકારી અને પરચૂરણ માછલીઓને દૂર કરવી (૪) કુદરતી અને રાસાયણિક ખાતરથી પાણીની ફળદ્રુપતા વધારવી (પ) જળચર કિટકોના ઉપદ્રવનું નિયંત્રણ (૬) સ્પોન તબકકાના બચ્ચાનું સંગ્રહ અને પોષ્ાણ વગેરેનો સમાવેશ થાય છે.


નર્સરી તળાવ તૈયાર કરવાની રીત અને વ્યવસ્થાપન

(૧) તળાવની જમીન સુધારણા

મત્સ્ય ઉત્પાદકતા તળાવની માટીના ભૌતિક અને રાસાયણિક ગુણધમર્ો પર આધાર રાખે છે. તળાવનું તળીયું એક પ્રયોગશાળાની જેમ વતર્ે છે. જયાં કુદરતી અને જૈવિક પદાથર્ોનું જૈવ રાસાયણિક કિ્રયા દ્વારા વિઘટન થઈ પોષ્ાક તત્વો પેદા થાય છે. જમીનનાં ભૌતિક ગુણધમર્ોમાં જમીનનું બંધારણ અને પાણી ટકાવી શકવાની ક્ષામતા ખૂબ જ અગત્યની છે. જમીન સામાન્ય રીતે ઓછી રેતાળ, કાંપવાળી અને ચીકણી હોવી જોઈએ. રાસાયણિક ગુણધમર્ોમાં જમીનની પી.એચ.(હાઈડ્રોજન આયનનું પ્રમાણ), ઓગર્ેનિક કાર્બન, ઉપલબ્ધ નાઈટ્રોજન અને ફોસ્ફરસ ખૂબ જ અગત્યના પરિબળો છે. જમીન સમાન્ય રીતે સાધારણ એસિડીકથી તટસ્થ હોવી જોઈએ, એટલે કે પી.એચ. ૬.પ થી ૭ હોવી જોઈએ. જો જમીનની પી.એચ. ઓછી હોય તો ચૂનાનો છંટકાવ કોષ્ટક ૧માં દશર્ાવેલ મુજબ કરવો જોઈએ.


તળાવ

(ર) જલીય વનસ્પતિ દૂર કરવી

આખુ વષ્ર્ા સુધી પાણી રહે છે. તેવા ગ્રામ્ય તળાવો કે કુત્રિમ રીતે તૈયાર કરેલ મત્સ્ય તળાવમાં સામાન્ય રીતે જળચર વનસ્પતિ ખૂબ જ જોવા મળે છે. નર્સરી તળાવ કે મત્સ્ય ઉછેરના મોટા તળાવમાં વધૂ પડતી વનસ્પતિ જોવા મળે તો બચ્ચાનાં સંગ્રહ પહેલા તેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. કેમકે તળાવના પાણીમાં આ વનસ્પતિની હાજરીથી નીચે મુજબનું નૂકશાન થાય છે.

(૧) પાણીમાં ઉપલબ્ધ પોષ્ાક તત્વોને આ વનસ્પતિ પોતાના વિકાસ માટે ઉપયોગ કરે છે. તેથી માછલીના ખોરાક માટેની વનસ્પતિ જન્ય પ્લવકો (ફાયટો પ્લેકટોન)નો વિકાસ રૂંધાય છે અને માછલી માટેનો કુદરતી ખોરાકની ઉપલબ્ધી ઘટે છે.
(ર) આ વનસ્પતિની હાજરીથી રાત્રી દરમ્યાન પાણીમાં માછલી માટેના જરૂરી પ્રાણવાયુનુ પ્રમાણ ખૂબ જ ઘટે છે.
(૩) તળાવની જગ્યા વનસ્પતિ રોકે છે અને માછલી માટેના મુકત હલન ચલનને નડતર રૂપ બને છે.
(૪) શિકારી માછલીઓ, શિકારી જીવજંતુઓ અને વીડ ફીશ (પરચૂરણ માછલી)ને રહેઠાણ પૂરૂ પાડે છે. જે ઉછેર લાયક માછલીના બચ્ચાં માટે હાનીકારક છે.
(પ) જળચર વનસ્પતિનો વધારે પડતો વિકાસ થતાં તેનો જૈવિક કચરો, કોહવાટ વગેરેનું વિઘટન થતાં હાનિકારક વાયુઓ ઉત્તપન્ન થાય છે અને છેવટે તળાવના તળિયે જૈવિક કચરો જમા થતાં ઊંડાઈ ઘટે છે.
(૬) આ વનસ્પતિનો વધૂ પડતો વિકાસ મત્સ્ય જાળના વપરાશને મુશ્કેલ બનાવે છે. જેથી મત્સ્ય લણણી વ્યવસ્િથત થઈ શકતી નથી.

વનસ્પતિઓ (નિંદામણ)ને દૂર કરવા માટેની જુદી જુદી પધ્ધતિ

• પાણીમાં તરતી વનસ્પતિ જેવી કે આઈકોનર્િઆ, એઝોલા, લેમ્ના અને સ્પાઈરોડેલા વગેરેને બિન યાંત્રિક રીતે હાથેથી લાંબા દોરડાથી ઘસડીને કે વાંસની લાકડીને છેડે દોરડુ બાંધી હાથેથી ખેંચી, ઢસડીને દૂર કરી શકાય છે.

• તળાવના કિનારા ઉપર ઉગતી મારજીનલ વીડ (વનસ્પતિ) જેવી કે મારસેલિઆ, જુસીકા, કોલોકાસિઆ, આઈપોમીઆ અને પાણીમાં ઉગતી વનસ્પતિ જેવી કે હાઈડ્રીલા, વેલીસ્નેરીઆ વગેરેને દાંતરડાથી, પાવડાથી, ખૂરપીથી કે હૂંકમાં ભરાવીને દૂર કરી શકાય છે.

• મોટા તળાવમાં જયારે વનસ્પતિનો ભારે ઉપદ્રવ હોય છે. ત્યારે વિન્ચ કે વીડ કટર જેવા યાંત્રિક સાધનોથી દૂર કરવામાં આવે છે.

• તળાવના પાણીમાં જયારે મૂળવાળી અને મૂળ વગરની ડૂબેલ વનસ્પતિનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધી જાય છે. ત્યારે સ્પેશ્યલ વીડ કટર મશીન બોટ ઉપર ફીટ કરીને તળાવમાંથી આ વનસ્પતિને દૂર કરવી પડે છે.

• જુદા જુદા રાસાયણિક નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરીને પણ આ પ્રકારની તળાવની વનસ્પતિ (નિંદામણ)ને દૂર કરી શકાય છે પરંતુ આ રસાયણો, દવાઓ, મત્સ્ય ઉછેર માટે આથર્િક રીતે પોષ્ાાય તેવા સસ્તા, સરળતાથી બજારમાંથી ઉપલબ્ધ બને, ઓછા પ્રમાણમાં વધારે અસરકારક, માછલી અને અન્ય જળચર પ્રાણીઓ તથા મનુષ્ય માટે બિન ઝેરી અને પાણીમાં વિઘટતી થઈ શકે તેવા હોવા જોઈએ.

• ર, ૪ ડી (ર, ૪ ડાયકલોરોફિનોકસી એસેટિક એસિડ) સામાન્ય રીતે મોટા ભાગે વપરાતું નિંદામણ નાશક દવા છે. તે ૪.પ થી ૭ કિગ્રા. પ્રતિ હેકટરના પ્રમાણે પાણીમાં છંટકાવ કરવાની હોય છે.

• નિંદામણ (જલજ વનસ્પતિ) દૂર કરવા માટે વપરાતા અન્ય રસાયણોમાં ગ્લાય ફોસ્ફેટ ૩ કિગ્રા પ્રતિ હેકટર, સિમેઝાઈન અથવા ડયુરોન ૪ થી પ કિગ્રા. પ્રતિ હેકટરના દરે છંટકાવ કરવાથી શેવાળના તરતા જથ્થાને નિયંત્રણ કરી દૂર કરી શકાય છે. જો શેવાળનું જાડુ ગાદી જેવુ આવરણ હોય તો તેને દુર કરવા સિમેઝાઈન પ થી ૧૦ કિગ્રા. પ્રતિ હેકટરના પ્રમાણે આપવુ જોઈએ, એનહાઈડ્રસ એમોનિયા ર૦ પી.પી.એમ.ના દરે પાણીમાં ઉમેરવાથી પાણીમાં ડૂબેલ શેવાળ સાથે સાથે શિકારી અને નાની પરચૂરણ બિન ઉપયોગી માછલીઓ જેને આપણે વીડ ફીશ કરીએ છીએ તેનો પણ નાશ થાય છે.


જલીય વનસ્પતિ

(૩) શિકારી અને પરચૂરણ (વીડ) માછલીઓને દૂર કરવી

ગ્રામ્ય તળાવો કે જયાં બારેમાસ પાણી રહેતુ હોય અને પાણી ખાલી કરી ન શકાય તેવા તળાવોમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિકારી માછલીઓ, નાની નાની પરચૂરણ માછલીઓ, સાપ, દેડકા તથા કાચબા હોય છે. જે મત્સ્ય ઉછેર માટે નુકશાનકારક છે. શિકારી માછલીઓની પ્રજનનઋુતુ કાર્પ માછલીઓની પ્રજનન ઋુતુ કરતાં વહેલી હોઈ, કાર્પ માછલીના બચ્ચાં તળાવમાં ઉછેર માટે છોડવામાં આવે તે પહેલા શિકારી માછલીઓમાં મરેલ્સ, ફીધર બેક, માંગુર, સિંઘી, મીઠા પાણીની શાર્ક, પર્ચ અને કેટલીક કેટ ફીશની જાતોનો જોવા મળે છે.

શિકારી માછલીની હાજરી તળાવમાં ખૂબ જ માત્રામાં હોય છે. આ માછલીઓ માટે કાર્પ માછલીનાં બચ્ચાં (સ્પોન અને ફ્રાયને) પસંદગીનો ખોરાક હોઈ ખૂબ જ માત્રામાં શિકાર કરી ખાઈ જાય છે. માટે કાર્પ માછલીના સંગ્રહ કરતાં પહેલા શિકારી માછલીઓ તળાવમાંથી દૂર કરવી અતિ આવશ્યક બને છે.

નાની નાની પરચૂરણ (વીડ) માછલીઓ તળાવમાં જગ્યા માટે તેમજ ખોરાક માટે કાર્પ માછલીના બચ્ચાં સાથે હરીફાઈ કરે છે અને આ માછલીઓ વિકાસ માટેના જરૂરી ખોરાકને ખૂબ જ માત્રામાં ખાઈ જાય છે અને હલનચલનને અવરોધે છે. તેથી ઉછેર થતી માછલીઓનો વિકાસ રૂંધાય છે અને જરૂરી ઉત્પાદન મળતુ નથી તેથી મત્સ્ય ઉછેરના તળાવમાંથી આવી શિકારી અને નાની નાની પરચૂરણ માછલીઓ દૂર કરવી જરૂરી છે.

આ તળાવમાંથી પાણી ખાલી કરી શકાય તેમ ન હોય તો મત્સ્ય જાળનો ઉપયોગ કરી વારંવાર નેટીંગ કરીને ખૂબ જ માત્રામાં આવી હાનિકારક શિકારી/પરચૂરણ માછલીઓ દૂર કરી શકાય છે. પણ આમ કરવાથી તળાવમાંથી સંપૂર્ણપણે માછલીઓ દૂર ન થતાં મત્સ્ય ઉછેર માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. માટે આ પધ્ધતિ અપનાવ્યાબાદ કેટલાક વનસ્પતિ જન્ય ઝેરી અર્ક અને રસાયણો વાપરવાથી સંપૂર્ણ પણે હાનિકારક માછલીઓ દૂર કરી શકાય છે.

વનસ્પતિ જન્ય ઝેરી પદાર્થ (અર્ક)

(૧) મહુડાનો ખોળ (mahuva oil cake) :

જે ૪-૬% સેપોનીન નામનો ઝેરી પદાર્થ ધરાવે છે. જે શિકારી તથા પરચૂરણ માછલીઓના શ્વસન તંત્રને અવરોધીને માછલીઓનો નાશ કરે છે. સાથે સાથે મહુડાનો ખોળએ વનસ્પતિ જન્ય ઓગર્ેનિક પદાર્થ હોવાથી તેનો કચરો વિઘટતી થઈ પાણીની ફળદ્વુપતા વધારવામાં પણ મદદ કરે છે. મત્સ્ય તળાવના પાણીમાંથી શિકારી/પરચૂરણ માછલીઓના નાશ માટે ર થી ર.પ ટન પ્રતિ હેકટરના દરે મહુવા ઓઈલ કેક નાંખવુ જોઈએ. મત્સ્યબીજના સંગ્રહ પહેલા મહુડાના ખોળની ઝેરી અસર પાણીમાંથી નાબૂદ થવી જરૂરી હોઈ સંગ્રહના બે અઠવાડીયા પહેલા તેને પાણીમાં નાખવું જોઈએ.

(ર) ડેરીસના મૂળનો પાવડર

ડેરીસ નામની વનસ્પતિના મૂળનો સૂકો પાવડર શિકારી તથા પરચૂરણ માછલીઓ દૂર કરવા માટેના ઝેર તરીકેે ઉપયોગમાં લઈ શકાય છે. આ પાવડર ૪ થી પ% રોટેનોન નામનું ઝેરી તત્વ ધરાવે છે. આ ઝેરની અસર પાણીમાં પ થી ૧૪ દિવસ સુધી રહેતી હોઈ, મત્સ્ય સંગ્રહના બે અઠવાડિયા પહેલા ૧પ૦ થી ર૦૦ કિગ્રા. પ્રતિ હેકટરના દરે શિકારી - પરચૂરણ માછલીઓના નાશ માટે તળાવમાં નાંખવું જોઈએ.

આ ઉપરાંત તમાકુનો પાવડર અને ચાની ઝીણી ભૂકી (ટી-ડસ્ટ) પણ વનસ્પતિ જન્ય ઝેર તરીકે શિકારી માછલીઓના નાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

શિકારી - પરચૂરણ માછલીઓને દૂર કરવા ઉપયોગમાં લેવામાં આવતા રસાયણો :

બ્લીચીંગ પાવડર, યુરીયા, એનહાડ્રસ એમોનિયા જેવા ઝેરી રસાયણો પણ મત્સ્ય ઉછેર માટે હાનીકારક શિકારી - પરચૂરણ માછલીઓને દૂર કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. ૩૦% કલોરીનની માત્રા ધરાવતો વેપારી ગ્રેડનો બ્લીચીંગ પાવડર ૩પ૦ થી ૪૦૦ કિગ્રા. પ્રતિ હેકટરના દરે વાપરતા બધા જ પ્રકારની શિકારી - પરચૂરણ માછલીઓનો તળાવમાંથી નાશ પામે છે.
અન્ય વિકલ્પમાં પ્રથમ ૧૦૦ કિગ્રા. પ્રતિ હેકટરના દરે યુરિયા તથા ૧૮-ર૪ કલાક બાદ ૧પ૦-૧૭પ કિગ્રા. પ્રતિ હેકટરના દરે બ્લીચીંગ પાવડર પાણીમાં નાખતા સારા પરિણામો મેળવી શકાય છે. પરંતુ ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જયારે બ્લીચીંગ પાવડરનો ઉપયોગ શિકારી માછલીઓના નાશ માટે વાપરવામાં આવે તે સંજોગોમાં મત્સ્ય ઉછેર માટે પાણીની ગુણવત્તા સુધારવા ચૂનાનો ઉપયોગમાં ઘટાડો કરવો જોઈએ. એમોનિયા ર૦ થી રપ પી.પી.એમ.ના પ્રમાણે નાખતા શિકારી અને પરચૂરણ માછલીઓની સાથે સાથે તળાવમાં ઉગતી શેવાળ વનસ્પતિને દૂર કરવાનું પણ કામ કરે છે પરંતુ એમોનીયા સરળતાથી ઉપલબ્ધ ન હોઈ તથા તેના સિલીન્ડર ટ્રાન્સપોર્ટ અને હેન્ડલીંગમાં મુશ્કેલી નડતી હોઈ, ખૂબ જ મયર્ાદિત માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

(૪) કુદરતી અને રાસાયણિક ખાતરોથી પાણીની ફળદ્રુપતા વધારવી

કાર્પ માછલીઓ જીવનની શરૂઆતના તબકકામાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ જન્ય અને પ્રાણી જન્ય સુક્ષમ પ્લવકો (પ્લેન્કટોન) ખાનારી માછલીઓ છે. તે તેનો પસંદગીનો ખોરાક છે. વનસ્પતિજન્ય સુક્ષમ પ્લવકો (phytoplankton) એ પ્રાણીજન્ય સુક્ષમજીવો (zooplankton)નો ખોરાક હોવાથી, તેની સંખ્યા તેના કુદરતી ખોરાક એવા વનસ્પતિજન્ય જીવો (phytoplankton) પર આધાર રાખે છે.

આમ વનસ્પતિ સુક્ષમ પ્લવકો (ફાયટો પ્લેકટોન)એ પ્રાથમિક ઉત્પાદકો છે અને તેની ઉપલબ્ધી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને કાર્બન જેવા મુખ્ય પોષ્ાક તત્વો તથા મેંગેનિઝ, સલ્ફર, આયર્ન, જસત જેવાં સુક્ષમ તત્વો પર નભે છે. સૂર્ય પ્રકાશની હાજરીમાં તેનો વિકાસ સારો થાય છે. મત્સ્ય ઉછેર તળાવમાં કુદરતી રીતે આ તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય ત્યારે કુદરતી ખાતરો (ગાય-ભેંસનું છાણ, મરઘાં-બતકાંની ચરક, ઘેટાં-બકરાંની અગાર) અને રાસાયણિક ખાતરો (યુરીયા, ફોસ્ફેટ) યોગ્ય પ્રમાણમાં મત્સ્ય તળાવમાં ઉમેરવામાં આવે છે.

તળાવના તળિયે કુદરતી ખાતરો (ગાય-ભેંસનું છાણ, બતક-મરઘાંની ચરક, ઘેંટા-બકરાંની અગાર) કુદરતી વિઘટકો દ્વારા વિઘટન પામે છે અને તેમાંથી પોષ્ાક તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ, કાર્બન વગેરે પાણીમાં પ્રાથમિક ઉત્પાદકો (ફાયટો પ્લેકટોન, વનસ્પતિ જન્ય પ્લવકો) માટે ઉપલબ્ધ બને છે. આ વનસ્પતિજન્ય જીવો - પ્લવકો આ પોષ્ાક તત્વોનો અને સૂર્ય પ્રકાશનો ઉપયોગ કરી ખોરાક તૈયાર કરે છે. જે મત્સ્યબીજના ખોરાક એવા પ્રાણીજન્ય સુક્ષમ જીવજંતુઓને ઉત્પન્ન કરે છે. આમ કુદરતી ખાતરો તળાવમાં નાખવાથી વનસ્પતિ જન્ય પ્લવકો અને પ્રાણીજન્ય પ્લવકોના સ્વરૂપમાં માછલીનો ખોરાક તૈયાર થાય છે. સામાન્ય રીતે ગાયનું છાણ ૧૦ થી ૧પ ટન પ્રતિ હેકટરના દરે મત્સ્ય બીજ સંગ્રહના ૧પ દિવસ પહેલાં આપવાથી મત્સ્યબીજના સંગ્રહ વખતે મત્સ્ય બચ્ચાંને તૈયાર કુદરતી ખોરાક મળી રહે છે. ઘણી વખત ગાયનું છાણ બે ડોઝમાં પણ આપવામાં આવે છે. પ્રથમ ડોઝને બેઝલ ડોઝ કહે છે. તે કુલ જરૂરી ખાતરનો ર/૩ ભાગ એટલે કે તે ૭ થી ૧૦ ટન પ્રતિ હેકટરના દરે મત્સ્ય બીજ સંગ્રહના ૧પ દિવસ પહેલાં નાંખવાનું હોય છે. જયારે બાકીનો ૧/૩ ભાગ એટલે કે ૩ થી પ ટન પ્રતિ હેકટર મત્સ્યબીજના સંગ્રહના એકાદ અઠવાડિયા બાદ બીજા ડોઝ તરીકે નાંખવાનો હોય છે. મહુડાનો ખોળ જો મત્સ્ય ઉછેરના તળાવમાં શિકારી માછલીઓને દૂર કરવા નાંખ્યો હોય તો ગાયના છાણનું પ્રમાણ ઘટાડી પ થી ૭ ટન પ્રતિ હેકટર જેટલું રાખવું જોઈએ.

મરઘાંની ચરક પશુઓના છાણની તુલનામાં ર થી ૩ ગણા વધારે નાઈટ્રોજન, ફોસ્ફરસ જેવા પોષ્ાક તત્વો ધરાવે છે. આમ તળાવમાં ઉપલબ્ધ પોષ્ાક તત્વો તથા પોષ્ાક તત્વોના સ્ત્રોત વગેરેનો સઘન અભ્યાસ કયર્ા બાદ જ કુદરતી ખાતરોનો ડોઝ નકકી કરવામાં આવે છે. સામાન્ય રીતે એક પાક લીધા બાદ બીજા પાક વખતે કુદરતી ખાતરોનું પ્રમાણ ઘટાડવામાં આવે છે. ઘણા સંશોધન પરથી ફલીત થયું છે કે કુદરતી ખાતરો જુદા જુદા તબકકે નાંખવામાં આવે તો સારા પરિણામો મેળવી શકાય છે. મગફળીનો ખોળ ૭પ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર, ગાય ભેંસનું કાચુ છાણ ર૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર અને સિંગલ સુપર ફોસ્ફેટ પ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરનું મિશ્રણ યોગ્ય પસંદગીના સુક્ષમજીવો સ્વરૂપનાં કુદરતી ખોરાક તૈયાર કરવા સફળ પૂરવાર થયેલ છે. આ મિશ્રણના અડધા જથ્થાની અર્ધ પ્રવાહી રબડી બનાવી પ્રથમ ડોઝ તરીકે મત્સ્ય બીજના સંગ્રહના ર થી ૩ દિવસ પહેલાં મત્સ્ય ઉછેર તળાવમાં છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ બાકીનો જથ્થો ર થી ૩ ભાગમાં વહેંચી કુદરતી ખોરાકની ઉપલબ્ધીના પ્રમાણે તળાવમાં છંટકાવ કરવાથી સારા પ્રમાણમાં માછલીઓ માટેનો કુદરતી ખોરાક તૈયાર કરી શકાય છે. આમ કરવાથી સુક્ષમ જીવો (zooplankton) જેવા કે, રોટીફર (બ્રેકયોનસ), ડેફનીઆ, મોઈના તળાવમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. જે મત્સ્યબીજનો આહાર બને છે.

(પ) જળચર કીટકોનું નિયંત્રણ :

તળાવ અસંખ્ય જળચર જીવજંતુઓને રહેઠાણ પુરૂ પાડે છે. આ જીવજંતુઓ ઘણીવાર જુના તળાવમાંથી નર્સરી માટેના તૈયાર કરેલ તળાવમાંથી પ્રવેશે છે. તળાવમાં છાણ અને ખાતર નાંખ્યા બાદ ફળદ્વુપતા વધતી હોવાથી આવા જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ જીવજંતુઓ કાર્પ માછલીના બચ્ચાં સાથે ખોરાક માટે હરિફાઈ કરે છે. તેથી માછલીના બચ્ચાં માટે તળાવમાં કુદરતી ખોરાકની ઘટ રહે છે. તદઉપરાંત આ જીવજંતુઓ અણીદાર બારીક ચૂસક કાંટો ધરાવે છે. જે સીધો બચ્ચાંના શરીરમાં દાખલ કરી શરીરનું પ્રવાહી ચૂસી બચ્ચાંને મૃત્યુ તરફ ધકેલે છે. પરિણામે ખૂબ જ ઓછા જીવંતદર બચ્ચાં ઉછેરમાં જોવા મળે છે અને છેવટે અન્ય તબકકાના મત્સ્ય બીજ ઉત્પાદન ઘટે છે. આ જીવજંતુઓમાં કોલેપ્ટરા, હેમીપ્ટેરા અને ઓડેનટા સમુહના કિટકોનો સમાવેશ થાય છે. કોલેપ્ટરા સમુહના કિટકોને બ્રીટલ્સ કહેવામાં આવે છે.

મત્સ્ય ઉછેર અને ગ્રામ્ય તળાવમાં સામાન્ય રીતે જોવા મળતાં કિટકોમાં જાયન્ટ વોટર બગ, બેક સ્વીમર, નેપા (વોટર સ્કર્ોપીયોન), ડાયવીંગ બીટલ, વોટર સ્ટીક ઈનસેકટ, સ્પેન ફલાય, મે ફલાય, ડ્રેગોન ફલાય, ડેમસેલ ફલાય વગેરેનો સમાવેશ થાય છે.

શિકારી કિટકોને દૂર કરવાની પધ્ધતિઓ

સામાન્ય રીતે જળચર કિટકોનો નાશ મત્સ્ય બીજનું તળાવમાં સંગ્રહ કરતાં પહેલા કરવો જોઈએ જેથી બચ્ચાંને શિકારી કિટકોથી બચાવી શકાય.

(૧) સાબુ અને વનસ્પતિ તેલના મિશ્રણનો છંટકાવ એ ખૂબ જ અસરકારક અને સાદી રીત છે. આ પધ્ધતિમાં ૧૭ કિગ્રા. પ્રતિ હેકટરના દરે સસ્તો સાબુ અને પ૮ કિગ્રા. પ્રતિ હેકટરના દરે વનસ્પતિ તેલ લઈ બંનેનું વ્યવસ્િથત મિશ્રણ (ઈમલસન) બનાવી એક થી બે દિવસ સુધી તળાવમાં છંટકાવ કરવાથી હાનીકારક જળચર કિટકોનો નાશ કરી શકાય છે. આ કિટકો શ્વસનમાં હવામાંનો ઓકિસજન લે છે આ માટે તે પાણીની સપાટી ઉપર આવે છે. પરંતુ પાણીની સપાટી ઉપર સાબુ અને તેલનું મિશ્રણ આવરણ બનાવે છે અને તે શ્વસન અંગોમાં ફસાઈ જાય છે. જે શ્વસન કિ્રયાને અવરોધે છે અને છેવટે કિટકો નાશ પામે છે. આવા મિશ્રણનો છંટકાવ શાંત અને સાવ ધીમી હવા હોય ત્યારે કરવાથી ખૂબ જ અસરકારક નીવડે છે. વનસ્પતિ તેલના વિકલ્પ તરીકે કેરોસીન ૧૦૦ થી ર૦૦ લીટર અથવા ડીઝલ ૭પ લીટર પ્રતિ હેકટરના દરે સાબુ સાથે ઉપયોગમાં લઈ જળચર જંતુઓના ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય છે.

સાબુના વિકલ્પ તરીકે ડીટરજન્ટ પાવડર ર.પ થી ૩.પ કિગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે લેવાથી ફાયદાકારક નીવડી શકે છે. આ ઉપરાંત યોગ્ય કણ સાઈઝની જાળથી વારંવાર નેટીંગ કરીને પણ નૂકશાનકારક જંતુઓને નિયંત્રિત કરી શકાય છે.


જળચર કીટકો

(૬) મત્સ્ય બીજ (સ્પોન)નો નર્સરી તળાવમાં સંગ્રહ અને પોષ્ાણ

કાર્પ માછલીના બચ્ચાં (સ્પોન) ને સામાન્ય રીતે હેચરી થી નર્સરી તળાવ સુધી ખૂબ જ ઓકિસજન યુકત પાણી ભરેલ પોલીથીલીન કોથળીઓમાં લાવવામાં આવે છે.

આ મત્સ્ય બીજને નર્સરી તળાવમાં છોડતાં પહેલા પોલીથીલીન કોથળીઓને નર્સરી તળાવના પાણીમાં થોડા સમય માટે તરતી રાખવી જોઈએ જેથી બચ્ચાં ધીમે ધીમે તે નર્સરી તળાવના પાણીના તાપમાન સાથે અનુકુલન સાધી શકે, ત્યારબાદ કોથળી ખોલી તાત્કાલીક મુકત ન કરતાં ધીમે ધીમે તળાવનું પાણી કોથળીના પાણી સાથે મિશ્ર કરી ત્યારબાદ ધીમે ધીમે બચ્ચાંને તળાવમાં છોડવા જોઈએ, જેથી બચ્ચાં તળાવના પાણીના રાસાયણિક પરિબળો જેવા કે પાણીમાં ઓગળેલો ઓકિસજન, પી.એચ. વગેરે સાથે યોગ્ય અનુકુલન સાધી શકે. સામાન્ય રીતે બચ્ચાંને વહેલી સવાર કે સાંજના સમયે ઠંડા વાતાવરણમાં નર્સરી તળાવમાં છોડવા જોઈએ.

માછલીના બચ્ચાંના ઉછેર માધ્યમના ભૌતિક અને રાસાયણિક ગુણધમર્ોમાં ઓચિંતો મોટો બદલાવ આવે ત્યારે માછલીના બચ્ચાંમાં મોટો મૃત્યુદર જોવા મળે છે. માટે સારો જીવંતદર અને મત્સ્ય ઉત્પાદન મેળવવા ધીમે ધીમે તળાવના પાણી સાથે મત્સ્યબીજને અનુકૂલ કરવા જરૂરી છે.

મત્સ્યબીજ (સ્પોન)ને હેચરીથી નર્સરી તળાવ સુધી મોટા ટાંકામાં સંગ્રહ કરી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે તે કિસ્સામાં સૌપ્રથમ ટાંકાનું પાણી અડધું કરી ધીમે ધીમે નર્સરી તળાવનું પાણી ઉમેરવામાં આવે છે. આ કારણે મત્સ્યબીજ નર્સરી તળાવના પાણીના ભૌતિક અને રાસાયણિક ગુણધમર્ો જેવા કે તાપમાન, પી.એચ. ઓગળેલો ઓકિસજન વગેરે સાથે અનુકૂલન સાધી નર્સરી તળાવમાં વ્યવસ્િથત રીતે જીવીને વિકાસ કરી શકવાની ક્ષામતા પેદા કરી શકે છે. આમ કરવાથી મત્સ્યબીજનો મૃત્યુદર ઘટાડી વધારે જીવંતદર મેળવી શકાય છે.

સામાન્ય રીતે મત્સ્યબીજ ઉછેર માટે કાર્પ માછલીની કોઈ એક જ જાતીના બચ્ચાં નર્સરી તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે. સામાન્ય રીતે નર્સરી તળાવમાં સ્પોન બચ્ચાં સંગ્રહ કરવાની સંખ્યા તળાવમાં રહેલ કુદરતી ખોરાક, મત્સ્યબીજ ઉછેર માટેના વ્યવસ્થાપનના પ્રકાર તથા મત્સ્યબીજ ઉછેર માટે લેવામાં આવતા પગલાં ઉપર આધારિત છે. સામાન્ય રીતે માટીના નર્સરી તળાવમાં ૩૦ થી પ૦ લાખ સ્પોન પ્રતિ હેકટરે સંગ્રહ કરવાના હોય છે. તેમ છતાં મત્સ્યબીજ ઉછેર વ્યવસ્થાપનમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉછેરના યોગ્ય પગલા ભરી પાણીની ગુણવત્તા અને કુદરતી ખોરાક ઉપલબ્ધ કરી આ સંખ્યા એક કરોડ સુધી વધારી શકાય છે. મત્સ્ય બીજનો ઉછેર સિમેંન્ટના તળાવમાં કરવામાં આવે ત્યારે સંગ્રહ પ્રમાણ બે થી ત્રણ કરોડ રાખવામાં આવે છે. પાણીની ગુણવત્તા, કુદરતી ખોરાકનું પ્રમાણ જાળવી અને યોગ્ય પગલા ભરી ૪૦ થી પ૦% ના જીવંતદરે આશરે ૧પ થી ર૦ દિવસે સ્પોનમાંથી ફ્રાય તબકકાનાં મત્સ્ય બીજ ઉત્પાદન કરી શકાય છે.

મત્સ્ય બીજ (સ્પોનનો)આહાર

મત્સ્ય ઉછેર તળાવમાં નિયમિત કુદરતી ખાતર, રાસાયણિક ખાતર ઉમેરી માછલીઓનો કુદરતી ખોરાક તૈયાર કરવા છતાં તે મત્સ્ય બીજ (સ્પોન)ની આહારની જરૂરીયાતને સંતોષ્ાી શકતો નથી. આથી મત્સ્ય બીજના સંપૂર્ણ અને મહત્તમ પોષ્ાણ માટે પૂરક આહાર આપવો ખૂબ જ જરૂરી બને છે. મત્સ્ય બીજ (સ્પોન)ના મહત્તમ વિકાસ તથા સારા જીવંતદર માટે ૩પ-૪૦% પ્રોટીન, ૪ થી૬% ચરબી, રર થી ર૭% કાબર્ોહાઈડ્રેટ ધરાવતો ખોરાક તદ્દઉપરાંત ૦.૧% વિટામીન બી કોમ્પલેક્ષા, ૬૦૦ મી.ગ્રા પ્રતિ કિગ્રા અને ર૦૦ આઈ.યુ. પ્રતિ કિ.ગ્રા. વીટામીન એ ખોરાકમાં ભેળવી આપવો જોઈએ.

સામાન્ય રીતે સ્પોનના પૂરક આહારમાં મગફળીનો ખોળ અને ચોખાની કૂસકી સરખા પ્રમાણમાં લઈ, તેનો બારીક ભૂકો કરી સૂકા પાવડર સ્વરૂપમાં પાણીની સપાટી ઉપર છંટકાવ કરવામાં આવે છે. સ્પોન ઉછેરના શરૂઆતના પ દિવસ માટે ખોરાકનું પ્રમાણ સ્પોનના વજનથી ચાર ગણું હોય છે એટલે કે અંદાજીત ૬ કિ.ગ્રા. પ્રતિ દસ લાખ સ્પોન પ્રતિ દિવસ માટે ત્યારબાદના ઉછેર માટે સ્પોનની શરૂઆતના વજનથી ૮ ગણું રાખવાનું હોય છે. એટલે કે ૧ર કિગ્રા./પ્રતિ મિલીયન સ્પોન પ્રતિ દિવસ હોય છે.

સામાન્ય રીતે સ્પોનને નર્સરી તળાવમાં ઉછેરનો સમય ૧પ થી ર૦ દિવસ હોય છે. જે દરમ્યાન તે રપ મી.મી. લંબાઈના ફ્રાય તબકકામાં પહોંચે છે. જો લાંબા સમય માટે મત્સ્ય બીજને ઉછેર માટે તળાવમાં રાખવાના હોય તો અમૂક સંખ્યામાં બચ્ચાંને જાળી દ્વારા બહાર કાઢી અન્ય ખાલી તળાવમાં ઉછેર માટે નાંખવા જોઈએ, જેથી મત્સ્ય બીજને ઉછેર માટે જરૂરી અવકાશ, જગ્યા અને ખોરાક મળી રહે આને થીનીંગ (Thinning) કહેવામાં આવે છે.

ફ્રાય બચ્ચાંની લણણી

ફ્રાય બચ્ચાંને નર્સરી તળાવમાંથી લણણી (harvesting) ઠંડા વાતાવરણમાં સામાન્ય રીતે સવારે કે સાંજે કરવી જોઈએ.

ફ્રાય મત્સ્ય બચ્ચાંને તળાવમાંથી કાઢયા બાદ ખૂબ જ મોટી સંખ્યામાં ર થી ૩ કલાક માટે પાણીના ફૂવારા નીચે રાખવા જોઈએ. તેમ કરવાથી તેના આંતરડામાં રહેલ મળ બહાર નીકળી જાય છે અને લાંબા ટ્રાન્સપોટર્ેશન દરમ્યાન મળ નીકળતો ન હોવાથી પાણીની ગુણવત્તા જળવાઈ રહે છે અને વધૂ જીવંતદરથી તંદુરસ્ત સ્િથતિમાં બચ્ચાંને લાંબા અંતર સુધી પહોંચાડી શકાય છે. આ બચ્ચાંને ટ્રાન્સપોટર્ેશન માટે પોલીથીલીન કોથળીમાં ઓકિસજન યુકત પાણીમાં પેક કરવામાં આવે છે.

પોલીથીલીન કોથળીના કુલ અસરકારક કદના ૧/૩ ભાગમાં સ્વચ્છ અને ચોખ્ખુ પાણી ભરવામાં આવે છે અને ત્યારબાદ કોથરીમાં બચ્ચાં રાખી બાકીનો ર/૩ ભાગમાં ઓકિસજન ગેસ ભરી ખૂબ જ વ્યવસ્િથત રીતે કોથળીનું મોં રબરની રીંગથી બંધ કરી કોરુગટેડ કાગળના કાટર્ુનમાં પેક કરવામાં આવે છે. આ રીતે પેક કરેલ બચ્ચાંને ર૦ થી ર૪ કલાક સુધી મુસાફરી કરી લાંબા અંતર સુધી ઊંચા જીવંત દરે પહોંચાડવામાં આવે છે.

મત્સ્ય બીજ (ફ્રાયથી ફીંગરલીંગ) ઉછેર તળાવનું વ્યવસ્થાપન

ર થી ર.પ સે.મી. લંબાઈની ફ્રાયને ફ્રીંગરલીંગ સુધીના ઉછેર માટે ર થી ૩ માસ સુધી સ્પોન બચ્ચાં ઉછેર તળાવ કરતાં સહેજ મોટો વિસ્તાર ૦.૦પ થી ૦.ર હેકટર અને ૧.ર થી ૧.પ મીટર ઊંડાઈ ધરાવતા તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે. આ તબકકામાં કાર્પ માછલીના બચ્ચાંની ખોરાક લેવાની ટેવ, ખોરાકની પસંદગી વગેરેમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળે છે અને ધીમે ધીમે તળાવમાં સપાટી ઉપરથી તળિયા સુધીના જુદા જુદા ખોરાકના સ્થળો પસંદ કરી મેળવે છે. આ કારણે માછલીના બચ્ચાંના સારા વિકાસ માટે નર્સરી ઉછેર તળાવ કરતાં ઘણા વધારે વ્યવસ્થાપનના પગલાં લેવા જરૂરી બને છે.

ઉછેર તળાવ તૈયાર કરવાની પધ્ધતિ

તળાવ તૈયાર કરવાની પાયાની બાબતો જેવી કે જલજ વનસ્પતિ(નિંદામણ), શિકારી અને પરચૂરણ માછલીઓ દૂર કરવી, જમીનની માટી સુધારણા, પાણીની ગુણવત્તા સુધારવી, ચૂનાનો છંટકાવ, જળચર કિટકો(ઈનસેકટ) દૂર કરવા વગેરે કાર્ય અગાઉ નર્સરી તળાવ તૈયાર કરવાની પધ્ધતિમાં ચચર્ા કયર્ા મુજબ કરવાનું હોય છે. ફેરફારની મુખ્ય બાબત ધ્યાને લઈએ તો નર્સરી ઉછેરમાં કાર્પ માછલીની કોઈ એક જાતને અલગ કરી ઉછેરવામાં આવે છે. જયારે આ તળાવમાં કાર્પની ઘણી બધી જાતોની માછલીઓને સંયુકત રીતે એક તળાવમાં સંગ્રહ કરીને ઉછેરવાની હોય છે. એટલે કે મત્સ્ય બીજ ઉછેરના આ તબકકામાં ઉછેર વ્યવસ્થાપનના જરૂરી પગલાં ભરી યોગ્ય રીતે મત્સ્યબીજનો ઉછેર કરવો જરૂરી બને છે.

મત્સ્ય બીજ ઉછેર તળાવમાં કુદરતી કાર્બન અને પોષ્ાક તત્વોના પ્રમાણને ધ્યાનમાં રાખી, તળાવને પશુઓના કાચા છાણથી ફળદ્રુપ કરવાનું હોય છે. સામાન્ય રીતે આ તળાવમાં પશુઓનું કાચુ છાણ પ-૧૦ ટન પ્રતિ હેકટરના દરે ઉપયોગ કરવાનો હોય છે. કુલ જથ્થાનો ૧/૩ ભાગ બચ્ચાં સંગ્રહનાં ૧૦ દિવસ પહેલા અને બાકીનો જથ્થો સરખાં ભાગે વહેંચી દર ૧પ દિવસે તળાવમાં નાખવાનો હોય છે. ગાય ભેંસના છાણની જગ્યાએ મરઘાંની ચરક પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં પોષ્ાક તત્વોનું પ્રમાણ ગાય ભેંસના છાણ કરતાં વધુ હોવાથી ૩ થી પ ટન પ્રતિ હેકટરના દરે એટલે કે પશુઓના છાણના જથ્થા કરતાં મરઘાંની ચરકનો અડધો જથ્થો મત્સ્ય ઉછેર તળાવની ફળદ્રુપતા માટે પૂરતો છે.

આ ઉપરાંત જૈવિક ગેસ પ્લાન્ટમાંથી નીકળતી રબડી પણ કુદરતી ખોરાક ઉત્પન્ન કરવા એટલે કે તળાવની ફળદ્રુપતા વધારવા ઉપયોગમાં લઈ શકાય છે. જૈવિક ગેસ રબડી અંદાજીત ૩૦ થી ૪૦ ટન પ્રતિ હેકટરના દરે સરખા વિભાજીત ડોઝમાં બે માસ સુધી આપવાથી ગાય ભેંસના કાચા છાણના ઉપયોગ કરતા પણ વધુ સારા પરિણામો મળે છે. તદ્દઉપરાંત કુદરતી ખાતર ઉપરાંત રાસાયણિક ખાતર જેવા કે યુરીયા, સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગથી પણ પ્રોત્સાહીત પરિણામો મેળવી શકાય છે.

ફ્રાયનો બચ્ચાં ઉછેર તળાવમાં સંગ્રહ

અગાઉ ચચર્ા કયર્ા મુજબ માછલીના બચ્ચ્ાાં ખુબ જ નાજુક અને સંવેદનશીલ હોવાથી બદલાયેલ પયર્ાવરણમાં દાખલ કરતાં પહેલાં ધીમે ધીમે બદલાયેલ પાણી સાથે તેને અનુકૂલ કરવા જોઈએ. મત્સ્યબીજનો સંગ્રહનો સમય સામાન્ય રીતે સવાર કે સાંજનો પસંદ કરવો જોઈએ.

સામાન્ય રીતે મત્સ્ય બીજ ઉછેર તળાવમાં ફ્રાય તબકકામાં સંગ્રહનું પ્રમાણ ર થી ૩ લાખ પ્રતિ હેકટર રાખવામાં આવે છે. પણ યોગ્ય સમયે તળાવનું પાણી બદલી પાણીની ગુણવત્તા જાળવી તથા જરૂરી એરરેશન સિસ્ટમ (પેડલ વ્હીલ એરરેટર) વગેરેનો ઉપયોગ કરી મત્સ્યબીજ ઉછેરનું પયર્ાવરણ સુધારીને આ સંગ્રહ પ્રમાણ પ થી ૧૦ લાખ પ્રતિ હેકટર જેટલું વધુ રાખી શકાય છે.

વૈજ્ઞાનિકોના સુચવ્યા મુજબ કટલા, રોહુ, મિ્રગલ ૧:૧:૧ અથવા ૧:ર:ર અથવા ૩:૪:૩ સિલ્વર કાર્પ: ગ્રાસ કાર્પ: કોમન કાર્પ: ૪:૩:૩ અથવા ૧:૧:૧ કટલા: રોહુ: મિ્રગલ: સિલ્વર કાર્પ: ગ્રાસ કાર્પ: કોમન કાર્પ: ૧:૧:૧:૧:૧:૧નું પ્રમાણ રાખી સંગ્રહ કરવાથી સરાહનીય પરિણામો મેળવી શકાય છે.

મત્સ્ય બીજનો પૂરક આહાર

મત્સ્ય બીજ ઉછેર તળાવમાં બચ્ચાં પોતાના જરૂરી આહારની પૂતર્િ, તળાવમાં ઉપલબ્ધ કુદરતી ખોરાક અને બહારથી આપવામાં આવતા પૂરક આહારમાંથી કરે છે. સામાન્ય રીતે બચ્ચાંને પૂરક આહાર તરીકે મગફળીનો ખોળ કે રાયડાનો ખોળ અને ચોખાની કૂસકી કે ઘઉંની કૂસકી સરખા ભાગે લઈ, શરૂઆતના પ્રથમ માસ સુધી ફ્રાય તબકકાના બચ્ચાંના વજનનાં ૧૦ - ૧પ% પ્રમાણે રોજ સવાર સાંજે સરખા ભાગે આપવામાં આવે છે. ત્યારબાદ દર ૧પ દિવસે બચ્ચાંનો વિકાસ તપાસી વજન કરી જેતે સમયના વજનના ૮થી ૧૦ % મુજબ સરખાં ભાગે સવારે-સાંજે ખોરાક આપવામાં આવે છે. ખોરાક આપવાની પધ્ધતિમાં ખોરાકને સમગ્ર તળાવમાં પાવડર સ્વરૂપમાં છંટકાવ કરીને આપવાનો હોય છે. તદ્દઉપરાંત અન્ય પધ્ધતિમાં જુદી-જુદી જગ્યાએ ખોરાકનું પાત્ર રાખી કે તાળથી ખોરાકની કોથરી લટકાવીને ખોરાક આપી શકાય છે. અને આ પધ્ધતિથી ખોરાકનો બગાડ અટકે છે.

મત્સ્ય ઉછેરના પૂરક આહાર પર દેશ અને દુનિયામાં ખૂબ જ સંશોધનો થયેલ છે અને વિવિધ ભલામણ મુજબ અન્ય ખાદ્ય પદાથર્ો જેવા કે ફીશ મીલ (માછલીનો ભૂકો), સોયાબીન લોટ, વીટામીન અને મિનરલનું મિશ્રણ જેવા ઘટકોનો મગફળીના ખોળ અને ચોખા કે ઘઉંની કૂસકી સાથે ઉપયોગ કરવાથી માછલીના વિકાસ અને તંદુરસ્તી માટેના જરૂરી પોષ્ાક તત્વો (પ્રોટીન-૩૦ થી ૪૦%, ચરબી- ૬ થી ૮%, કાબર્ોહાઈડ્રેટ- રર%)નુંં પ્રમાણ જળવાય છે અને મત્સ્ય બીજનો ઝડપી, તંદુરસ્ત અને વધુ જીવંતદર સાથે વિકાસ થાય છે.

તદ્દઉપરાંત માછલીના બચ્ચાંનું યકૃત અને આંતરડાની કાર્ય ક્ષામતા વધારતાં લીવોલ જેવા વિકાસ વર્ધક વનસ્પતિ જન્ય પદાથર્ો તથા પ્રોબાયોટીકસ વગેરેના ઉપયોગથી માછલીનો શારિરીક વિકાસ વધે છે અને ખેડૂતને ઓછા મત્સ્ય ઉછેર ખર્ચની સામે વધુ અને આકષ્ર્ાક વળતર મળે છે.

ગ્રાસ કાર્પ માછલીના બચ્ચાં ઘાસના કૂમળા ભાગો, વનસ્પતિની કૂમળી કૂંપણો, પાંદડાં, શેવાળ વગેરેનો આહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આમ, મત્સ્ય બીજ ઉછેર તળાવમાં જયારે ગ્રાસ કાર્પ માછલીના બચ્ચાં પણ સંગ્રહ કરેલ હોય ત્યારે તેના આહાર માટે ડક વીડ જેવી કે સ્થાઈરોડેલા, લેમ્ના, એઝોલા, વોલ્ફીઆ વગેરે વનસ્પતિ પૂરી પાડવામાં આવે છે.

પાણીની ગુણવત્તા તથા માછલીની તંદુરસ્તીની જાળવણી

સમગ્ર મત્સ્ય ઉછેર સમય દરમ્યાન તળાવમાં પાણીની ઊંડાઈ ૧.ર થી ૧.પ મીટર સુધી જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે પાણીની પી.એચ. ૭.પ થી ૮ અને પાણીમાં ઓગળેલ ઓકસિજનનું પ્રમાણ ૪ થી પ પી.પી.એમ. જળવાઈ રહેવું જોઈએ. પાણીનો રંગ આછો લીલો બદામી રહેવો જોઈએ. વધુ બચ્ચાં સંગ્રહના કિસ્સામાં પાણીમાં ઓકસિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે યોગ્ય સમયે પાણીની ફેરબદલી કરવી જોઈએ અને એરેટરની મદદથી પાણીમાં હવામાંનો ઓકસિજન ભળે તેમ કરવું જોઈએ.

નિયમિત પણે માછલીના બચ્ચાંના નમૂના લેવા જોઈએ અને વ્યવસ્િથત રીતે તંદુરસ્તીની તપાસ કરવી જોઈએ. આમ કરવાથી રોગ ફેલાય કે માછલીના બચ્ચાંના વિકાસને અવરોધે તેવા રોગ કારક બેકટેરિયા અને પરોપજીવીઓની હાજરીની ખબર રહે છે અને રોગને ફેલાવતો અટકાવવા માટેના સમયસરના પગલાં ભરી શકાય છે. આમ કરવાથી મત્સ્ય ઉછેર નિષ્ફળતાથી થતા નુકશાનથી ખેડૂત બચી શકે છે. પાણીની ગુણવત્તા અને ફળદ્રુપતા જાળવવા માટે સમયસર જરૂરીયાત મુજબ ચૂનાનો કે કુદરતી ખાતરો કે રાસાયણિક ખાતરોનો છંટકાવ કરવો જોઈએ. ``સારવાર કરતાં સાવચેતી સારી`` તે ભલામણ મુજબ પાણીની ગુણવત્તા સારી અને માછલીઓના વિકાસને અનુકૂળ રહે તેમ રાખવાથી માછલીઓને કોઈપણ પ્રકારનો દબાણ કે ભાર રહેતો નથી અને ઝડપી વિકાસ સાધી મત્સ્ય બીજ ૮ થી ૧૦ સે.મી.ની લંબાઈ પ્રાપ્ત કરે છે તેને ફીંગરલીંગ કહે છે.

ફીંગરલીંગ બચ્ચાંની લણણી

આશરે ૬પ થી ૯૦ દિવસના ઉછેર બાદ ફ્રાય (ર.પ સે.મી.) વિકાસ સાધી ૮ થી ૧૦ સે.મી.ની ફીંગરલીંગમાં રૂપાંતરણ પામે છે. યોગ્ય કણ સાઈઝની ઢસડી શકાય તેવી ડ્રેગનેટનો ઉપયોગ કરી મત્સ્ય બીજ (ફીંગરલીંગ)ની લણણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ૬પ થી ૭ર% જેટલો જીવંતદર, પાણીની સારી ગુણવત્તા, કુદરતી ખોરાક અને પૂરક આહાર પૂરો પાડવાથી સિધ્ધ કરી શકાય છે.
ફીંગરલીંગ મત્સ્ય બીજને એક સ્થળથી બીજા સ્થળે લાંબા અંતર સુધી ટ્રાન્સપોટર્ેશન કરવાનું હોય તેના એક દિવસ પહેલાં તેને ખોરાક આપવાનો બંધ કરી દેવો જોઈએ. આમ કરવાથી ફીંગરલીંગ બચ્ચાં તેના શરીરનો જૈવિક કચરો (મળ) ટ્રાન્સપોટર્ેશન દરમ્યાનપાણીમાં છોડતા નથી. તેથી પાણીની ગુણવત્તા જળવાય છે અને વધુ જીવંતદર સાથે મત્સ્ય બીજને સફળતા પૂર્વક સહેલાઈથી એક સ્થળેથી લાંબા અંત
કાર્પ માછલીનો તળાવમાં ઉછેર(Culture of carps in Grow out pond)

ભારતનું મત્સ્ય ઉછેર કાર્પ આધારીત છે. જયાં કટલાં, રોહુ, મિ્રગલને એક સાથે વિવિધ લક્ષાી ઉછેર પધ્ધતિથી ઉછેર કરવામાં આવે છે. આ માછલીઓ સાથે સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ, કોમન કાર્પ જેવી વિદેશી માછલીઓ અને ઝીંગાને પણ ઉછેર કરવામાં આવે છે. તેને મિશ્રજાતી ઉછેર (કંમ્પોઝીટ કલ્ચર) પધ્ધતિ કહેવામાં આવે છે.

મત્સ્ય તળાવમાં આ માછલીઓના પસંદગીના રહેઠાણ, તળાવના જુદા-જુદા સ્થળોમાંથી ખોરાક ઉપયોગ કરવાની ક્ષામતાને ધ્યાને લઈ મત્સ્ય ઉછેર માટે પસંદ કરવામાં આવે છે. કટલા અને સિલ્વર કાર્પ પાણીની સપાટી ઉપરથી ખોરાક લેતી માછલીઓ છે. તેમાં કટલા પ્રાણીજન્ય સુક્ષમ જીવો (Zooplankton) અને સિલ્વર કાર્પ વનસ્પતિજન્ય પ્લવકોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

મ્રીગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી વનસ્પતિ જન્ય અને પ્રાણી જન્ય સુક્ષમજીવ ખાનાર માછલીઓ છે. રોહુ પાણીના ઉભા સ્તંભમાંથી ખોરાક આરોગે છે. જયારે ગ્રાસ કાર્પ માછલીઓ પાણીમાં ડુબેલ વનસ્પતિના કૂમળાં પર્ણ, ડાળખીઓ અને શેવાળ ને ખોરાક તરીકે પસંદ કરે છે. આમ આ માછલીઓ કુદરતી સુક્ષમજીવો, કુદરતી ખોરાક, જૈવિક કચરો અને જળચર વનસ્પતિનો મહતમ ઉપયોગ કરી સારું પ્રોટીનસભર મત્સ્ય ઉત્પાદન આપે છે.

ઉપરોકત ચચર્ા કયર્ા મુજબની છ જાતની માછલીઓમાં ઈન્િડયન મેજર કાર્પ (કટલા, રોહુ અને મીગલ) એ વિદેશી કાર્પ (સિલ્વર કાર્પ, ગ્રાસકાર્પ અને કોમન કાર્પ) ની સરખામણીમાં ઓછો વિકાસ સાધતી માછલીઓ છે. તેથી છ જાતની માછલીઓના મિશ્ા્ર ઉછેર (Composite Culture)માં મત્સ્ય ઉત્પાદન ફકત ઈન્િડયન મેજર કાર્પની વિવિધલક્ષાી મત્સ્ય ઉછેર પધ્ધતિ કરતાં વધુ ઉત્પાદન આપે છે. આ કાર્પ માછલીઓ સાથે મીઠા પાણીના ઝિંગા સ્કેમ્પી (મેક્રોબ્રેકિયમ રોઝનબગર્ી ) મેકો્રબ્રેકિયમ માલકમસોની અથવા કેટ ફીશ જેવી કે માંગુર અને સિંઘીને કાર્ર્પ મત્સ્ય ઉછેરના ચોક્કસ તબકકે દાખલ કરી ઉછેર કરી શકાય છે. કાર્ર્પ મત્સ્ય ઉછેરમાં અગાઉ ચચર્ા કયર્ા મુજબ મત્સ્ય ઉછેર તળાવ તૈયાર કરવું, ચુનાનો છંટકાવ કરવો, કુદરતી અને રાસાયણિક ખાતરોથી તળાવના પાણીને ફળદ્રૃપ કરવું, મત્સ્યબીજ સંગ્રહ, પૂરક આહાર, પાણીની ગુણવતાની જાળવણી અને વ્યવસ્થાપન, માછલી ઓની તંદુરસ્તીની ની જાળવણી અને વ્યવસ્થાપન વગેરેનો સમાવેશ થાય છે. મત્સ્ય ઉછેર મત્સ્યબીજ ના સંગ્રહનું પ્રમાણ, પુરક આહરનું પ્રમાણ, પાણીની ફેરબદલી વગેરે નો ખર્ચ તથા સંસાધનોને ધ્યાને લઈ ઉછેર પધ્ધતિને ત્રણ જુદી જુદી પધ્ધતિમાં વગર્ીકૃત કરી શકાય છે.

(૧) ઓછી ખચર્ાળ કે બિનસઘન (Extensive) મત્સ્ય ઉછેર પધ્ધતિ

આ પધ્ધતિમાં મત્સ્ય ઉછેર ખુબજ ઓછા ખર્ચે અને બહારના સંસાધનોના મયર્ાદિત ઉપયોગ કરીને કરવામાં આવતું હોવાથી તેને બીજા શબ્દોમાં low input system પણ કહેવામાં આવે છે. આ પધ્ધતિમાં મત્સ્યબીજએ મુખ્ય ખર્ચનું સાધન છે. તે પણ ખુબજ ઓછી સંખ્યામાં એટલે કે ફકત ૩૦૦૦ મત્સ્ય બીજ (ફીંગર લીગ) પ્રતિ હેકટરના દરે સંગ્રહ કરવાનો હોવાથી, મત્સ્યબીજ પાછળ ખુબજ ઓછો ખર્ચ થાય છે. આ પધ્ધતિમાં મત્સ્યબીજને પૂરક આહાર આપવામાં આવતો નથી.

મત્સ્યબીજ તેનું પોષ્ાણ, તળાવમાં ઉત્પન્ન થતા કુદરતી ખોરાક (પ્રાણીજન્ય પ્લવકો અને વનસ્પતિજન્ય પ્લવકો)ને ખાઈને મેળવે છે. તળાવમાં પણ કુદરતી ખોરાક તૈયાર કરવા સસ્તા કુદરતી ખાતરો, ખુબજ ઓછી માત્રામાં રાસાયણિક ખાતરો, જૈવિક ગેસ એકમની રબડી, જળચર વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જૈવિક ગેસ પ્લાન્ટની રબડી વ્યવસ્િથત સડેલ અને વિઘટીત થયેલ હોવાથી કુદરતી ખોરાક (ફાયટોપ્લેકટોન અને ઝુપ્લેકટોન)ને ઝડપી પેદા કરે છે અને પાણીની ગુણવતા સારી રહે છે તથા અન્ય ખાતર કરતા ખુબજ સસ્તી પડે છે. એક હેકટરના મત્સ્ય તળાવમાં ૩૦-૪૦ ટન જૈવિક ગેસ પ્લાન્ટની રબડી દર પંદર દિવસે સરખા ભાગે વિભાજીત કરી આપવાથી નિયમિત રીતે મત્સ્ય ઉછેર માટે કુદરતી ખોરાક ઉપલબ્ધ બને છે.

આ પધ્ધતિથી ઓછા ખચર્ે ર થી ૩ ટન મત્સ્ય ઉત્પાદન પ્રતિ હેકટરે મેળવી શકાય છે. ગ્રાસ કાર્પ માછલી જલીય વનસ્પતિને મોટા જથ્થામાં ખાનાર ખાઉધરી માછલી છે. તે પોતાના શરીરના વજન કરતાં વધુ જથ્થામાં કુમળા પર્ણ અને શેવાળ આરોગે છે. આ માછલીના મળનો અમુક હિસ્સો અન્ય માછલી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બાકીનો જૈવિક કચરો પોષ્ાક તત્વો સભર હોવાથી, તળાવમાં વિઘટીત થઈ કુદરતી ખોરાકને ઉત્પન્ન કરવામાં ઉપયોગી થાય છે. વનસ્પતિ આધારીત કાર્પ ઉછેર પધ્ધતિમાં ગ્રાસ કાર્પ એ મુખ્ય ઘટક એટલે કુલ મત્સ્યબીજના પ૦% બચ્ચાં ગ્રાસ કાર્પના સંગ્રહ કરવામાં આવે છે. આમ આશરે ૪૦૦૦ થી પ૦૦૦ ફીગર લીંગ પ્રતિ હેકટરના દરે સંગ્રહ કરીને ઓછા ખચર્ે ૩ થી ૪ ટન મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે.

(ર) મધ્યમ ખચર્ાળ કે અંશત સઘન પધ્ધતિ (Semi Intensive System)

આ પધ્ધતિમાં મત્સ્ય તળાવમાં કુદરતી ખોરાક ઉત્પન્ન કરવા કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર ઉમેરવા ઉપરાંત માછલીના બચ્ચાંને પૂરક આહાર વગેરે પાછળ વધતા ઓછા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે માટે આ પધ્ધતિને મત્સ્ય ઉછેરની મિડિયમ ઈનપુટ સિસ્ટમ કે અંશત સઘન પધ્ધતિ કહેવામાં આવે છે. આ પધ્ધતિમાં ઈન્ડીયન મેજર કાર્પ (કટલા, રોહુ અને મિ્રગલ) સાથે વિદેશી કાર્પ (સિલ્વર કાર્ર્પ, ગ્રાસ કાર્ર્પ, કોમન કાર્પ) ઉછેર કરવાથી સારુ ઉત્પાદન મેળવી શકાય છે. આ પધ્ધતિની મુખ્ય લાક્ષાણિકતાઓમાં તળાવની વૈજ્ઞાનિક પધ્ધતિથી તૈયારી કરવી, પૂરતા પ્રમાણમાં મત્સ્યબીજ સંગ્રહ, સમયાંતરે તળાવની ફળદ્રુપતા વધારવી, મત્સ્યબીજને યોગ્ય પોષ્ાક તત્વો યુકત પુરક આહાર પુરો પાડવો, પાણીની ગુણવતાની જાળવણી, માછલીઓની તંદુરસ્તીની તપાસ તથા જાળવણી માટે જરૂરી પગલાં ભરવા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના મત્સ્ય ઉછેર પધ્ધતિને અન્ય ખેતીની પધ્ધતિ સાથે સાકળી સંકલીત મત્સ્ય ઉછેર કરવાની તકો રહેલી છે. અને એેમ કરવાથી મત્સ્ય ઉત્પાદન સાથે અન્ય પાક, ઈંડાં, માંસ અને દુધ ઉત્પાદન કરી શકાય છે.

મધ્યમ ખચર્ાળ પધ્ધતિમાં ૬૦૦૦ થી ૧૦,૦૦૦ નંગ ફીગર લીંગ પ્રતિ હેકટરના દરેે સંગ્રહ કરવામાં આવે છે. અને શરૂઆતના પ્રથમ માસ દરમિયાન મત્સ્યબીજ ફીગર લીંગના વજનના ૪ ટકાના દરે પૂરક આહાર આપવામાં આવે છે. ત્યાર બાદ દર ૧પ દિવસે વજન કરી વજનના ૩% ના દરે આહાર છ માસ સુઘી ત્યાર બાદ વજનના ૧.પ% થી ર% ના દરે માછલી બજારમાં વેચવા લાયક થાય ત્યાં સુધી આપવામાં આવે છે. આ પધ્ધતિમાં ઓછી ખચર્ાળ એવી એકસટેન્સીવ પધ્ધતિ કરતાં પૂરક આહાર પાછળ, પાણીની ગુણવત્તા, ફળદ્રુપતા જાળવવી વગેરે પાછળ વધુ ખર્ચ થાય છે. આમ આ પધ્ધતિથી પ થી ૮ ટન પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય છે.

(૩ ) વધૂ ખચર્ાળ અને સઘન મત્સ્ય ઉછેર પધ્ધતિ (Intensive fish culture)

ઉપરોકત બન્ને પધ્ધતિ કરતાં આ પધ્ધતિ ખુબજ ખચર્ાળ છે. આ પધ્ધતિની મુખ્ય લાક્ષાણીકતામાં મત્સ્ય ઉછેર તળાવમાં મત્સ્યબીજનું મોટી સખ્યામાં સંગ્રહ કરવો, પોષ્ાક તત્વો સભર વધુ પ્રોટીન યુકત મોંઘો ખોરાક તથા વિકાશ વર્ધક પુરક આહાર આપી ખુબ જ વધુ મત્સ્ય ઉત્પાદન મેળવવું તે છે. વધુ પ્રમાણમાં બીજ સંગ્રહ અને ખોરાક આપવામાં આવતો હોવાથી માછલીની ચયાપચયની કિ્રયાથી કચરો ઉત્પન્ન થાય છે તેને દૂર કરી પાણીની ગુણવત્તા જાળવવા નિયમિત રીતે પાણીના અમુક હિસ્સાની ફેરબદલી કરવામાં આવે છે, તેમજ પાણીમાં ઓકિસજનનું પ્રમાણ જાળવવા તથા જૈવિક કચરાનું ઓકસિડેશન થઈ બિન ઝેરી ઉપયોગી તત્વોમાં રૂપાંતર કરવા યાંત્રિક એરેટર નિયમિત રીતે ચલાવવાના હોય છે. આ વધુ ખચર્ાળ પધ્ધતિથી અદાજીત ૧પ ટન પ્રતિ હેકટર પ્રતિ વષ્ર્ો મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે.

સામાન્ય રીતે કાર્પ મત્સ્ય ઉછેર ૦.૪ થી ૧.૦૦ હેકટર વિસ્તારના અને ૧.પ થી ર.પ મીટર ઊંડાઈ ધરાવતા માટીના તળાવમાં કરવામાં આવે છે.

મત્સ્યબીજ સંગ્રહ પહેલા તળાવ તૈયાર કરવાની રીત

ખેડ કરવી: તળાવમાંથી પાણી ખાલી કરી શકાય તેમ હોય તો અગાઉ ચચર્ા કયર્ા મુજબ તળાવના તળિયે ખેડ કરવાથી હાનિકારક વાયુઓ દુર થાય છે. અને ઓકિસજન જમીનના પોલાણમાં ભરતા ઝેરી વાયુઓનું અને સંયોજનાનું ઓકસિડેશન થઈ બીન ઝેરી વાયુઓ અને સંયોજનમાં રૂપાંતરણ થાય છે. ખેડ કરવાથી તળાવના તળીયે રહેલા પરોપજીવી જીવો તથા ફુગ ખુલ્લી થાય છે અને સુર્ય પ્રકાશમાં સુકાતા નાશ પામે છે, તથા અન્ય પક્ષાીઓ આવા પરોપજીવી ઓનું ભક્ષાણ કરે છે.

ચુનાનો છંટકાવ: માછલી ઉછેર અને ચુનાનો ઉપયોગ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. મત્સ્ય તળાવમાં છંટકાવ કરવાના ચુનાના જથ્થાનું પ્રમાણ, મત્સ્ય ઉછેર માટે ઉપયોગમાં લેવાતા તળાવની જમીન અને પાણીની પી.એચ ઉપર આધારિત છે. સહેજ એસિડીક અને ન્યુટ્રલ પી.એચ મત્સ્ય ઉછેર માટે આદર્શ છે એટલે કે ૬.પ થી ૭.૦૦ પી.એચ તળાવની ઉત્પાદકતા વધારવા યોગ્ય છે. આમ ચુનો પાણીની પી.એચ જાળવવા માટે ખુબજ ઉપયોગી છે. તદઉપરાંત હાનિકારક એસિડ જેવાકે હયુમિક એસિડ અને સલ્ફયુરીક એસિડની નુકશાન કારક અસરને ચુનો ઓછી કરે છે. અને માછલીના વિકાસને વધારે છે. ચુનો કુદરતી જૈવિક કચરાનું વિઘટન ઝડપી બનાવે છે. પાણીની ગુણવતા જાળવવા તથા પાણીની ફળદ્રુપતા વધારવા ચુનાનો છંટકાવ ખુબ જ અગત્યનો છે.

(કોષ્ટક : ૧) પાણીની પી.એચ ના આધારે ચુનાના છંટકાવનું પ્રમાણ

પી.એચ ચૂનાનું પ્રમાણ કિગ્રા / હેકટર

૪.૦૦ થી ૪.પ ૧૦૦૦
૪.પ થી પ.પ ૭૦૦
પ.પ થી ૬.પ પ૦૦
૬.પ થી ૭.પ ર૦૦

ચુનાનો છંટકાવ કયર્ા બાદ તળાવમાં અડધી ઊંડાઈ સુધી પાણી ભરવામાં આવે છે. ત્યાર બાદ મત્સ્ય બીજ સંગ્રહ પહેલા તળાવના પાણીમાં કુદરતી ખોરાક તૈયાર થાય તે માટે પાણીની ફળદ્રુપતા વધારવા અગાઉ ચચર્ા કયર્ા મુજબ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જો તળાવ બારમાસી હોય કે ગ્રામ્ય તળાવ હોય અને તેમાંથી પાણી ખાલી કરી ન શકાય તેમ હોય તો અગાઉ ચચર્ા કયર્ા મુજબ જલીય વનસ્પતિ (નિંદામણ ) અને શિકારી /પરચુરણ નાની માછલીઓને દૂર કરવામાં આવે છે.

મત્સ્ય તળાવની ફળદ્રુપતા વઘારવી

મત્સ્ય તળાવમાં પાણીની ફળદ્રુપતા વધારવાનો મુખ્ય હેતુ તળાવમાં પ્રાથમિક ઉત્પાદકો ( ઓટોટ્રોફીક ) અને દ્વિતીય ઉપાર્જકો (હીટેરોટ્રોફીક) જેવા જીવોને ખુબ જ મોટી સંખ્યામાં ઉત્પાદન કરવાનો છે. આમ પાણીની ફળદ્રુપતા જૈવિક (Organic) અને રાસાયણિક(Inorganic) ખાતરોના ઉપયોગથી વધારી શકાય છે. કુદરતી ખોરાક તૈયાર કરવા માટે જરૂરી એવા પોટેિશયમનું પ્રમાણ ભારત અને ગુજરાતની જમીનોમાં પૂરતુ હોવાથી પોટાશયુકત ખાતરોની ઝાઝી જરૂરીયાત રહેતી નથી.

ગાય ભેંસના છાણ કે મરઘાં બતકાની ચરક જેવા કુદરતી ખાતરોનો યુરીયા અને સુપર ફોસ્ફેટ જેવા રાસાયણિક ખાતરોનો સંયુકત ઉપયોગ એ કુદરતી ખોરાક ઉત્પાદન કરવા જરૂરી પોષ્ાક તત્વો નાઈટ્રોજન અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. પરંપરાગત રીતે ૧૦ થી ર૦ ટન પ્રતિ હેકટર પ્રતિ વષ્ર્ા માટે ગાય ભેંસનું છાણ અથવા ૪ થી પ ટન મરઘાંનું ચરક પ્રતિ હેકટર પ્રતિ વષ્ર્ા, રાસાયણિક ખાતર યુરિયા ૧૦૦ કિ.ગ્રા પ્રતિ હેકટર અને સુપર ફોસ્ફેટ પ૦ કિ.ગ્રા પ્રતિ હેકટરના દરે સંયુકત રીતે ઉપયોગ કરવામાં આવે છે. જમીનમાં હાજર પોષ્ાક તત્વો મુજબ જમીનને ઓછા,મધ્યમ અને વધુ પોષ્ાક તત્વો વાળી એમ ત્રણ વર્ગમાં વગર્ીકૃત કરી કુદરતી અને રાસાયણિક ખાતરના જથ્થાનું પ્રમાણ નકકી કરવામાં આવે છે.પશુઓનું કાચુ છાણ તથા જૈવિક કચરો જયારે મત્સ્ય તળાવમાં સુક્ષમ વિઘટકો દ્વારા વિઘટન પામે છે ત્યારે ખૂબ જ મોટી માત્રામાં પાણીમાં ઉપલબ્ધ ઓકિસજનનો ઉપયોગ કરે છે અને કયારેક અવિઘટીત થયેલ કચરો હાનીકારક અને ઝેરી વાયુઓ પણ પેદા કરે છે તેથી સઘન મત્સ્ય ઉછેર પધ્ધતિમાં સારી રીતે અર્ધ વિઘટિત થયેલ જૈવિક ખાતરો અને જૈવકિ્રયા થયેલ કુદરતી ખાતરોનો ઉપયોગ વધ્યો છે.

કેટલાક બિનપરંપરાગત જૈવ પદાથર્ો જેવા કે એઝોલા નામની વનસ્પતિ જે એકવેટીકફેનના નામે ઓળખાય છે. જેની નાઈટ્રોજન સ્થાપન કરવાની ક્ષામતા ખુબ જ સારી છે અને તે ૧પ થી ૧૭ પ્ પ્રોટીન ધરાવતી હોવાથી એક આદર્શ નાઈટ્રોજન યુકત ખાતર તરીકે મત્સ્ય ઉછેર માટે ૪૦ ટન પ્રતિ હેકટરના દરે ઉપયોગમાં લેવામાં આવે તો સઘન કાર્પ મત્સ્ય ઉછેર માટે જરૂરી પોષ્ાક તત્વોની જરૂરિયાતને સંતોષ્ો છે. તે ૧૦૦ કિગ્રા નાઈટ્રોજન, રપ કિગ્રા ફોસ્ફરસ, ૯૦ કિ.ગ્રા, પોટેશિયમ અને ૧પ૦૦ કિ.ગ્રા. કાર્બન કુદરતી પદાર્થ સ્વરૂપે પૂરો પાડે છે.

જૈવિક પ્રકિ્રયાથી જૈવવાયુ (Biogas) ઉત્પાદન કરતા એકમોની રબડી ૩૦ થી ૪પ ટન પ્રતિ હેકટરના દરે ઉપયોગમાં લેવાથી મત્સ્ય ઉછેર તળાવમાં પ્રાણવાયુનો ખુબજ ઓછો ઉપયોગ કરી ખુબજ ઝડપથી પોષ્ાક તત્વો પાણીમાં મુકત કરે છે. આમ એઝોલા વનસ્પતિ અને બાયોગેસ સ્લરીનો ઉપયોગ પરંપરાગત રીતે વાપરવામાં આવતા પશુઓના કાચા છાણ કે રાસાયણિક ખાતરોની તુલનાએ આથર્િક રીતે લાભદાયક નીવડે છે.

મત્સ્ય બીજ સંગ્રહ ક્ષામતા

મત્સ્ય ઉછેર તળાવમાં મત્સ્યબીજ સંગ્રહનું પ્રમાણ અગાઉથી જ નકકી કરવામં આવે છે. મત્સ્ય ઉત્પાદનનો નકકી કરેલ લક્ષયાંક, તળાવમાં રહેલ કુદરતી ખોરાક, તળાવની ઉત્પાદકતા, તળાવની મત્સ્યબીજને જાળવવાની મહતમ ક્ષામતા, મત્સ્યબીજની સાઈઝ, માછલીની જાત અને ખોરાકને પચાવી મત્સ્ય પ્રોટીનમાં રૂપાંતર કરવાની ક્ષામતા, ઉછેરનો સમય અને મત્સ્ય ઉછેર વ્યવસ્થાપનના પ્રકાર વગેરે ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ૯૦ થી ૧૦૦ મી.મી. લંબાઈની એડવાન્સ ફીંગરલીંગ મત્સ્ય ઉછેર માટે ખુબજ યોગ્ય છે તેમ છતાં તેની બિન ઉપલબ્ધતાને કારણે ખેડૂતોએ નાની સાઈઝની ફ્રાય સંગ્રહ કરવાની ફરજ પડે છે. સઘન મત્સ્ય ઉછેર પધ્ધતિમાં પ૦ થી ૧૦૦ સે.મી ની ફિંગરલીંગ પસંદ કરવાથી ઊંચા જીવંતદર સાથે સારુ મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે. ૩ થી પ ટન પ્રતિ હેકટર મત્સ્ય ઉત્પાદન માટે પ૦૦૦ થી ૧૦,૦૦૦ નંગ પ્રતિ હેકટરના દરે વિવિધલક્ષાી કાર્પ ઉછેર માટે કરવું જોઈએ. એવા તળાવો કે ગ્રામ્ય તળાવો જયાં ઉનાળામાં પાણી ઓછુ થઈ જાય છે. ત્યાં આ સંખ્યા ઘટાડી ર૦૦૦ થી ૩પ૦૦ નંગ પ્રતિ હેકટરના દરે સંગ્રહ કરવો જોઈએ. સામાન્ય રીતે મેજર કાર્પ એક વષ્ર્ામાં વિકાસ કરી ૮૦૦ ગ્રામથી ૧ કિગ્રા વજન ધરાવતી થઈ જાય છે પણ વધુ સંખ્યામાં સંગ્રહ કરવામાં આવે અને પૂરતો પુરક આહાર કે કુદરતી આહાર ઉપલબ્ધ ન હોય તો તેનો વિકાસ સારો જોવા મળતો નથી અને ૬૦૦ થી ૭૦૦ ગ્રામની થાય છે અને છેવટે મત્સ્ય ઉત્પાદન ઓછું અને બજારમાં પણ નાની સાઈઝની માછલીઓનું યોગ્ય આથર્િક વળતર મળતું નથી.

સઘન મત્સ્ય ઉછેર પધ્ધતિમાં કે જેમાં પોષ્ાક તત્વોયુકત મોંઘા પૂરક આહાર પૂરા પાડવામાં આવે છે અને નિયમિત પણે પાણીની ફેરબદલી કરવામાં આવે છે. યાંત્રિક એરેટર મારફતે પાણીમાં પ્રાણવાયુનું પ્રમાણ જાળવવામાં આવે છે. તેવા કિસ્સામાં ૧પ૦૦૦ થી રપ૦૦૦ નંગ પ્રતિ હેકટર દરે ફિંગર લીંગ સંગ્રહ કરી ૧૦ થી ૧પ ટન પ્રતિ હેકટર મત્સ્ય ઉત્પાદન પ્રતિ વષ્ર્ો મેળવી શકાય છે.

મેજર કાર્પ સાથે ચાઈનીઝ કાર્પ ( સિલ્વર કાર્પ, ગ્રાસકાર્પ અને કોમન કાર્પ) નો ઉછેર એ સારુ ઉત્પાદન મેળવવા માટેનું મિશ્રજાતી મત્સ્ય ઉછેર પ્રણાલી છે. આમાં ૩૦ થી ૪૦% બચ્ચાં- પાણીની સપાટી પરથી ખોરાક લેતી માછલીઓ સીલ્વરકાર્પ અને કટલા, ૩૦ થી ૩પ% પાણીના સ્તંભ (મધ્યમાં) થી ખોરાક લેતી માછલી રોહુ તથા ૩૦-૪૦% તળાવના તળિયેથી ખોરાક લેતી માછલીઓ કોમન કાર્પ અને મિ્રગલનો સંગ્રહ કરવામાં આવે છે. એવા તળાવ કે જયાં વનસ્પતિ (નિંદામણ અને શેવાળ)નું પ્રમાણ ખુબજ હોય છે. તેનો આહાર તરીકે ઉપયોગ કરી ઉછેર થઈ શકે તેવી ગ્રાસ કાર્પ માછલીનું પ્રમાણ પ થી ૧૦% રાખી સારું મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે.

પૂરક આહાર

વધુ ખચર્ાળ (સઘન મત્સ્ય પાલન) પધ્ધતિ અને મધ્યમ ખચર્ાળ (અંશત સઘન મત્સ્યપાલન ) પધ્ધતિમાં માછલના બચ્ચાંનું સંગ્રહ પ્રમાણ વધુ હોવાથી, નિયમિત રીતે પાણીમાં કુદરતી ખાતરો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી કુદરતી ખોરાક તૈયાર કરવામાં આવે તો પણ તે માછલીની જરૂરિયાતને સંતોષ્ાી શકતી નથી. તેથી પૂરક આહાર આપવો ખુબજ જરૂરી બને છે. સામાન્ય રીતે મગફળીનો ખોળ કે રાયડાનો ખોળ અને ચોખાની કૂસકી કે ઘઉંની કૂસકી ને સરખા ભાગે લઈ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સઘન મત્સ્યપાલન વ્યવસ્થામાં ખૂબજ પ્રોટીન યુકત, શકિતસભર, વિટામીન અને મિનરલ્સ સાથે પૂરક આહાર આપવામાં આવે છે. સામાન્ય રીતે આહાર ઓછો પડે તો માછલીનો વિકાસ રૂંધાય છે અને વધુ ખોરાક આપવામાં આવે તો મોંઘા ખોરાકનો બગાડ થાય અને પાણીની ગુણવત્તા બગડે છે. આ માટે ચોકકસ પ્રકારની ખોરાકની ટ્રે કે પાત્ર આવે છે. તેમાં ખોરાક રાખી માછલી ખોરાકનો સ્વીકાર કેટલા પ્રમાણમાં કરે છે. તે પણ ચેક કરવું જોઈએ. કારણ કે મત્સ્ય ઉછેર પાછળ થતા કુલ ખર્ચના ૬૦ ટકા જેટલો ખર્ચ ખોરાક પાછળ થતો હોઈ, જરૂરી માત્રામાં ખોરાકનો ઉપયોગ કરી મહતમ મત્સ્ય ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. ભલામણ મુજબ શરૂઆતમાં પ્રથમ માસ સુઘી માછલીના શરીરના વજનના ૩ થી પ ટકા ખોરાક ત્યાર બાદ દર પંદર દિવસે માછલીનું વજન કરી તથા ખોરાક લેવાથી ક્ષામતા વગેરે ચેક કરી, ખોરાક આપવાનું પ્રમાણ નકકી કરવું જોઈએ. ત્યારબાદ ૬ માસ સૂધી શરીરના વજન ના ર થી ૩ ટકા અને છેલ્લે ઘટાડીને ૧ટકા લેખે ખોરાક આપવો જોઈએ. ટૂકમાં માછલીના વિકાસ, જીવંતદર અને ખોરાક સ્વીકારવાની ક્ષામતા વગેરે પરિબળોનો અભ્યાસ કયર્ા બાદ પ્રતિ દિવસે આપવાનો ખોરાકનો જથ્થો નકકી કરવો જોઈએ. અને તેને સરખા ભાગે વિભાજીત કરી દિવસમાં બે વખત એટલે કે સવાર સાંજ ખોરાક આપવો જોઈએ. ખોરાકને ટ્રે કે કાંણાવાળી બેગમાં આપવાથી ખોરાકનો બગાડ પણ અટકે છે અને ખોરાક માછલી ખાય છે. કે નહી તે પણ નકકી કરી શકાય છે. આમ ખોરાકનો જથ્થો તળાવમાં રહેલ માછલીઓના જૈવિક જથ્થાને આઘારે નકકી કરી શકાય છે. ખોરાકનો જથ્થો અને માછલીઓનો જૈવિક જથ્થો (બાયોમાસ) નીચેના સુત્રના આધારે નકકી કરી શકાય છે.

(૧) બાયોમાસ - માછલીનું સરેરાશ વજન × કુલ સંગ્રહ કરેલ મત્સ્ય બીજ × જીવંતદરની ટકાવારી
(ર) પૂરક આહારની જરૂરીયાત- નકકી કરેલ બાયોમાસ × પૂરક આહારનો દર (%)

માછલીઓના જીવંત દર નકકી કરવા સામાન્ય રીતે યોગ્ય કણ સાઈઝની ચકકર જળનો ઉપયોગ કરવામાં આવે છે. આ જાળ વડે તળાવમાંથી જુદી જુદી જગ્યાએથી માછલીના નમુના લેવામાં આવે છે. નમુના લેતી વખતે ચકકર જાળનું સામાન્ય રીતે ૮૦% ખુલવી જોઈએ અને ચકકર જાળ દ્વારા આવરી લેવાયેલ કુલ વિસ્તારની યોગ્ય રીતે ગણતરી કરી આ વિસ્તારમાંથી મળેલ નમુનાની સંખ્યા, વજનની નોંધ કરવી જોઈએ અને એ રીતે કુલ વિસ્તારમાં રહેલ માછલીની સંખ્યા જાણી શકાય છે. સંગ્રહ સંખ્યાની સામે જોવા મળેલ સંખ્યા પરથી જીવંત દર નકકી કરી શકાય છે. નમુના લીઘેલ વજન પરથી માછલીનું સરેરાશ વજન પણ જાણી શકાય છે.

મત્સ્ય ઉછેર તળાવમાં સામાન્ય રીતે પ્રથમ બે માસ દરમ્યાન મૃત્યુ દર વધારે જોવા મળતો હોવાથી, આ બે માસમા જીવંતદર ૧૦૦થી ઘટી ૮૦ % થાય છે. ત્યારબાદ વ્યવસ્િથત રીતે પૂરક આહાર અને પાણીની ગુણવતા વગેરેનું ધ્યાન રાખવામાં આવે તો આ જીવંતદર જળવાઈ રહે છે. એટલે સારું વ્યવસ્થાપન કરેલ તળાવમાં માછલીઓના જીવંતદર સામાન્ય રીતે ૭૦ થી ૮૦ % ગણી શકાય.


મત્સ્ય આહાર


મત્સ્ય આહાર


મત્સ્ય આહાર


તળાવની જમીન અને પાણીની ગુણવતાનું વ્યવસ્થાપન

તળાવની જમીન અને પાણીની ગુણવતાની જાળવણી અને વ્યવસ્થાપનએ કાર્પ ઉછેર કાર્યનો, કાર્પમત્સ્ય ઉછેરથી જુદો પાડી ન શકાય તેવો અખંડિત ભાગ છે. તળાવમાં મત્સ્ય ઉછેર દરમ્યાન, ઉછેર માધ્યમના પયર્ાવરણને લગતી ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. આમાંથી ઘણી ખરી મુશ્કેલીઓ તળાવની જમીનના પ્રકાર, જમીનની છિદ્રતા, એસિડિકતા, અને જૈવિક કાર્બન અને કુદરતી પદાથર્ો સાથે સંકળાયેલ છે.

મત્સ્ય ઉછેરનો એક પાક લીધા પછી તળાવના તળીયાની સુકવણી કરવાથી અને ખેડ કરવાથી છિદ્રાળું જમીનમાં પ્રાણવાયુ ભળે છે. જે જૈવિક સુક્ષમ વિઘટકોની કિ્રયા શીલતા વધારી કુદરતી અને જૈવિક કચરાનું વિઘટન ઝડપી કરવામાં મદદ કરે છે. જે તળાવની જમીનમાં ચિકણી માટીનું પ્રમાણ ઓછું હોય અને વધુ છિદ્રાળું જમીન હોય તેવા તળાવમાં પાણી ટકી શકતું નથી. આવા તળાવના તળીયે અને પાળાના પાણી તરફના ઢાળ ઉપર ચીકણી માટી કે ભૂતડો (બેન્ટોનાઈટ) અથવા પ્લાસ્િટકશીટ કે જીઓમેમ્બ્રેન (Geomembrane) પાથરવી જોઈએ. જીઓમેમ્બ્રેન (Geomembrane) અને પ્લાસ્િટક શીટ આશરે ૦.૩ થી ૦.પ મીટર ઊંડાઈ સુધી પાથરવી જોઈએ. આ ઉંપરાત ગાય ભેંસના છાણ જેવા કુદરતી ખાતર આશરે ૧૦ થી ૧પ ટન પ્રતિ હેકટર પ્રમાણે ઉપયોગ કરવાથી જમીનની છિદ્રતા ઘટાડી શકાય છે અને તળાવમાં તળીયાની જમીન સુધારી શકાય છે. જેથી તળાવમાં પાણી ટકી શકે છે.

મત્સ્ય તળાવની માટી સહેજ એસિડિક અને તટસ્થ હોવી જોઈએ એટલે કે માટીની પી.એચ.૬.પ થી ૭.૦ હોવી જોઈએ. જે તળાવની ઉત્પાદકતા વધારવા માટે ઉતમ છે. અગાઉ ચચર્ા કયર્ા મુજબ ઓછી પી.એચ. યુકત એસિડિક જમીનમાં ચુનાનો છંટકાવ કરવાથી પી.એચમાં સુધારો કરી શકાય છે. જમીનની પી.એચ. પ્રમાણે જરૂરી ચુનાનું પ્રમાણ કોષ્ટક નં ૧ માં આપેલ છે. ઘણી વખત તળાવની માટી એસિડ સલ્ફેટ યુકત હોય તો ચુનાનો છંટકાવ કરવા છતાં પણ જમીનની પી.એચમાં કાંઈ સુધારો થતો નથી. આવી જમીનમાં મુખ્યત્વે ખૂબજ પ્રમાણમાં પાયરાઈટ હોય છે. આવી જમીનની સુઘારણા માટે તળાવના તળીયાને સુકવી ત્યાર બાદ પાણી ભરી ખાલી કરવામાં આવે છે. ત્યારબાદ ફરીથી સુકવી પાણી ભરવામાં આવે છે. આમ આ પ્રકિયા વારંવાર કરવાથી જમીનમાં રહેલ પાયરાઈટનું પ્રમાણ ઘટે છે અને પી.એચ. સુધારી શકાય છે. તળાવના પાળાએ એસિડ સલ્ફેટ જમીન ધરાવતા હોઈ સલ્ફયુરિક એસિડના મુુખ્ય સ્ત્રોત છે. આ એસિડ પાણીના નિતાર મારફતે તળાવમાં ભળે છે અને પાણીની પી.એચ ઘટાડે છે. તેથી તળાવના પાળા અને પાળાના ઢોળાવ ઉપર ચુનાનો છંટકાવ કરવો આવશ્યક છે.

મત્સ્ય ઉછેેર તળાવમાં માછલીના મહત્તમ વિકાસ માટે પાણીની ગુણવત્તા નકકી કરતાં ભૌતિક અને રાસાયણિક પરિબળોમાં પાણીની પી.એચ. ૭.ર થી ૮.૩, તાપમાન ર૭°-૩ર° સે, પાણીમાં ઓગળેલો ઓકિસજન ૪.પ મી.ગ્રા. /લીટર, કેલ્િશયમ કાબર્ોનેટની કુલ આલ્કલનીટી ૮૦-ર૦૦ મિગ્રા / લીટર, નાઈટ્રોજન ૦.પ થી ૧.૦૦ મી.ગ્રા/ લીટર અને ફોસ્ફરસ ૦.ર થી ૦.૩ મી.ગ્રા./લીટર વગેરે જાળવવા ખૂબજ જરૂરી છે.

સામાન્ય રીતે આ પરિબળોમાં થોડા ઘણો સમયાંતરે ફેરફાર થતો હોય છે પણ આ ફેરફાર ધ્યાને આવે ત્યારે તુરંત જ યોગ્ય પગલાં ભરી પાણીની ગુણવત્તા સુધારી લેવી જોઈએ . જો પાણીની પી.એચ ઓછી જણાયતો તરત જ ચૂનાનો જરૂરી પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ. ચૂનો પાણીની પી.એચ. સુધારવા સાથે પાણીની આલ્કલીનીટી, હાર્ડનેસ(કઠણપણું), ડોહળાશનું નિયંત્રણ અને સુધારો કરવા ઉપરાંત, હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા સડેલ ઈંડાં જેવી ગંધ મારતા વાયુનું ઉત્પાદનને ઓછું કરે છે. જયારે વનસ્પતિજન્ય સુક્ષમ પ્લવકો (ફાયટો પ્લેન્કટોન)ના વિકાસની તળાવમાં જરૂરિયાત રહે ત્યારે ડોલોમાઈટ પ્રકારના ચુનાનો ઉપયોગ કરવો જોઈએ.

પાણીની આલ્કલીનીટીમાં ફેરફાર કયર્ા સિવાય પાણીની હાર્ડનેસ (કઠણપણુ) વધારવા તથા પી.એચ સુધારવા ખેતીવાડીમાં વપરાતા જીપ્સમનો ઉપયોગ જરૂરી માત્રામાં કરવામાં આવે છે.

યાંત્રિક એરેશન કરવાથી પાણીમાં ઓગળેલ ઓકિસજનનું પ્રમાણ વધવા સાથે તે જૈવિક કચરાનું વિઘટન ઝડપી કરવામાં મદદ કરે છે અને તળાવમાં જૈવિક કચરાનું ભારણ ઘટાડે છે. પાણીની યોગ્ય સમયે ફેરબદલી કરવી જોઈએ. આમ, કરવાથી પ્રાણીઓની ચયાપચયની કિ્રયાને અંતે પેદા થયેલ કચરો દૂર કરી શકાય છે. અને પાણીની ગુણવત્તા જાળવી માછલીને સારા વિકાસ માટે યોગ્ય પયર્ાવરણ મળે છે.

તળાવના પાણીમાં તરતા જમીનના નાના નાના કણો અને અન્ય કણોને કારણે થતી ડોહળાશને નિયંત્રિત કરવા પશુઓનું છાણ ૬૦૦ થી ૧૦૦૦ કિ.ગ્રા./ હેકટર, જીપ્સમ રપ૦ થી પ૦૦ કિ.ગ્રા./ હેકટર અથવા ફટકડી રપ-પ૦ કિ.ગ્રા./ હેકટર તળાવમાં ઉમેરવી જોઈએ. એમોનિયાએ ખૂબ જ ઝેરી વાયુ હોવાથી તેની ઓછી માત્રા પણ માછલીઓના વિકાસને રૂંધે છે. તેનું પ્રમાણ ૦.૦ર થી ૦.૦પ પી.પી.એમ.થી વધવું જોઈએ નહી. સામાન્ય રીતે મત્સ્ય ઉછેર તળાવના પાણીમાં જયારે ઓકિસજનનું પ્રમાણ વધારે હોય ત્યારે એમોનિયાની ઝેરી અસર માછલીના વિકાસને અસર કરતા નથી. આમ યાંત્રિક એરેશનથી પાણીનું હલનચલન થાય છે અને એમોનિયાની ઝેરી અસરને ઓછી કરી શકાય છે.

માછલીની તંદુરસ્તીની જાળવણી

મત્સ્યઉછેર તળાવમાં માછલી સાથે અસંખ્ય રોગકારક જીવાણુઓ અને પરોપજીવીઓ પણ હોય છે. રોગકારક જીવાણુ, યજમાન (માછલી) અને પયર્ાવરણ વચ્ચે સામાન્ય રીતે સમતોલન હોય ત્યાં સુધી માછલીમાં કોઈ પણ પ્રકારનો રોગ ઉદ્દભવતો નથી, પરંતુ આ ત્રણેય ઘટકો વચ્ચે સમતોલન ખોળવાય છે. ત્યારે માછલીમાં રોગો પેદા થાય છે અને છેવટે મત્સ્ય ઉત્પાદન ખૂબ જ ઓછું કે નિષ્ફળ જાય છે.

માછલી એ ઠંડા રૂધીરવાળંુ પ્રાણી હોવાથી, પયર્ાવરણમાં જયારે પ્રતિકુળ ફેરફાર થાય છે ત્યારે તે ખૂબજ ભાર અને થાક અનુભવે છે તેથી રોગકારક જીવાણુઓના હુમલા સામે ટકી શકતી નથી અને રોગનો ભોગ બને છેે જયારે સમગ્ર માછલીઓમાં રોગ ફાટી નીકળે છે, ત્યારે નિંયત્રણ કરવું ખૂબજ મુશ્કેલ બને છે. જમીન ઉપર જીવન જીવતા પ્રાણીઓ કરતાં જળચર પ્રાણીઓને રોગની પરિસ્િથતિમાં સારવાર આપવી ખૂબજ મુશ્કેલ છે. એક -એક માછલીને અલગ અલગ સારવાર આપવી શકય ન હોવાથી સમગ્ર માછલીઓને એક સાથે તળાવમાં સારવાર આપવી પડે છે અને આવા સંજોગોમાં સારુ મત્સ્ય ઉત્પાદન લેવું ખૂબ જ મુશ્કેલ રહે છે. તેથી મત્સ્ય ઉછેર માટે કહેવાય છે કે રોગ પછીની સારવાર કરતા રોગ ફાટી ન નીકળે તેના પગલંા લેવા ખૂબ જ યોગ્ય અને પંસદગીને પાત્ર છે. હમણાંના વષ્ાર્ામાં વધુ ને વધુ મત્સ્ય ઉત્પાદન મેળવવા માટે મત્સ્ય ઉછેર પ્રવૃતિઓમાં રોગચાળો ફાટી ન નીકળે અને વ્યવસ્િથત મત્સ્ય ઉત્પાદન મળી રહે તે માટે રોગ ન થાય તે માટેના પગલાં, વ્યવસ્થાપન અને તંદુરસ્તીની જાળવણી એ ખૂબજ અગત્યના ઘટકો છે.

મત્સ્ય ઉછેર તળાવના પયર્ાવરણમાં ભંગાણ, અયોગ્ય રીતે આપવામાં આવતો પૂરક આહાર અને મત્સ્યબીજનું મોટું સંગ્રહ પ્રમાણ વગેરે ઈપીઝૂટીકસ જેવો રોગચાળો ફેલાવતા મુખ્ય કારણો છે. અપૂરતા આહારના કારણે પોષ્ાક તત્વોની ઉણપથી માછલીનો વિકાસ રુંધાય છે અને રોગો સામે લડવાની પ્રતિકારક શકિત પણ ઘટે છે. પરિણામે માછલીઓમાં યકૃતનો રોગ (લીવર લીયોઈડ), સ્કોલીઓસીસ અને લોડર્ાસીસ જેવા રોગોનો ભોગ બને છે. આમ, માછલીના યોગ્ય ઉછેર અને તંદુરસ્તી માટે મત્સ્ય ઉછેરના પયર્ાવરણને સ્વરછ રાખવું ખૂબ જ જરૂરી છે. માછલીના રોગો અને તેની સારવારનું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં અલગથી માછલીના રોગોના પ્રકરણમાં કરેલ છે.

મત્સ્ય લણણી અને બજાર વ્યવસ્થા

સામાન્ય રીતે કાર્પ માછલીઓ એક વષ્ર્ામાં અંદાજીત ૮૦૦ ગ્રામથી ૧ કિ.ગ્રા. વજન ધરાવતી અને બજારમાં વેચવાથી યોગ્ય ભાવ મળી શકે તેવી સાઈઝની થાય ત્યારે લણણી કરવામાં આવે છે. તેમ છતાં સિલ્વર કાર્પ સિવાય અન્ય કાર્પ ૩૦૦ ગ્રામની થાય તો પણ બજારમા માંગ રહેતી હોવાથી વેચીને યોગ્ય વળતર મેળવી શકાય છે. જયારે સિલ્વર કાર્પ ૧ કિ.ગ્રા. ઉપરની હોય ત્યારે જ સારું વળતર મળે છે.

મેઝર કાર્પ અને ચાઈનીઝ કાર્પને એક સાથે ઉછેર કરવામાં આવે ત્યારે એક કરતાં વધુ વખત મત્સ્યની લણણી કરવામાં આવે છે. આને મલ્ટી હાવર્ેસ્ટીંગ પધ્ધતિ કહે છે. આ પધ્ધતિમાં યોગ્ય કણ સાઈઝની, ઢસડીને ખેંચી શકાય તેવી દિવાલ આકારની જાળ વાપરવામાં આવે છે. જાળમાં પકડાયેલ નાની- નાની માછલીઓને પરત તળાવમાં ઉછેર માટે છોડવામાં આવે છે. જયારે બજારમાં વેંચી શકાય તેવી માછલીઓને પકડી, સાફ કરી વ્યવસ્િથત રીતે બરફમાં રાખી બજાર સુધી પહોંચાડવામાં આવે છે. બરફમાં રાખવાથી માછલી લાંબો સમય સુધી તાજી રહે છે અને બજારમાં સારો ભાવ મળે છે. આ રીતે સમયાંતરે યોગ્ય સાઈઝની માછલીઓની લણણી કરવાથી સારું વળતર મળે છે અને છેવટે તળાવમાં વધેલ માછલીઓ બજારમાં વેચી શકાય તેવી યોગ્ય સાઈઝની થાય ત્યારે સમગ્ર પાણી ખાલી કરીને ડે્રનેજ પાઈપ સાથે થેલી આકારની યોગ્ય કણ સાઈઝની જાળ બાંધી સમગ્ર માછલીઓની લણણી કરી શકાય છે. તળાવમાં પાણી ખાલી કયર્ા બાદ પણ અમુક જગ્યાએ નાના ખાબોચીયામાં પાણી રહી જાય છે, ત્યાં માછલીઓ હોય છે, તે માછલીઓને હાથથી પકડી તળાવમાંથી કાઢવામાં આવે છે.


મત્સ્ય લણણી વખતે માછલીઓને સાવચેતી પૂર્વક કાઢવી જોઈએ. માછલીઓને ઈજા થાય કે લણણી વખતે દાબ કે વઘુ ભાર (સ્ટ્રસ) આપવામાં આવે તો શરીરની જૈવ રાસાયણિક પ્રકિયા તેજ અને ઝડપી બને છે. આ કારણોસર માછલી ઝડપી બગડવાની શકયતા રહે છે.


મત્સ્ય તળાવ


મત્સ્ય લણણી


મત્સ્ય લણણી

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.