આ કક્ષાનું બિયારણ મહદ અંશે કૃષિ યુનિવર્સિટીઓ અને બીજ ઉત્પાદન સાથે સંકળાયેલ સીડ કંપની ધ્વારા તૈયાર કરી, ટેગ લગાવી ખેડૂતોને સીધું વેચાણ કરવામાં આવતું હોય છે. આ કક્ષાના બીજની ગુણવત્તાના બધા જ ધારાધોરણ સર્ટીફાઇડ કક્ષાના બીજ જેવા હોય છે. ફક્ત બીજ પ્રમાણન એજન્સીની ટેગના બદલે ટૂથફૂલ કક્ષાના બીજની ટેગ લગાવવામાં આવે છે.