આ કક્ષાનું બીજ એ બધી જ કક્ષાના બીજનો સ્ત્રોત છે, એટલે કે તેને બેઝીક સીડ પણ કહેવામાં આવે છે. નવી જાત તૈયાર કરાયા પછી તેના ગુણધર્મોવાળા છોડ પસંદ કરી તેનું સેલફિંગ કરવામાં આવે છે અથવા આવા છોડને અલગરાખવામાં આવે છે. આ પસંદ કરેલ છોડની અલગ અલગ પ્રોજની ઉગાડવામાં આવે છે. એકસરખા અને મૂળ જાતનાં ગુણધર્મોવાળી પ્રોજનીને એકત્રિત કરી પાયાનું બીજ તૈયાર કરવામાં આવે છે. જાતનાં ગુણધર્મો જાળવવા અને ઉત્પાદન ક્ષમતા સાચવી રાખવા એક કરતાં વધારે છોડની પ્રોજની તૈયાર કરવી જરૂરી છે, અને એક કરતાં વધારે સરખી પ્રોજનીને એકત્રિત કરવી, આ સઘળી કામગીરી જે તે પાકની બ્રીડર ધ્વારા કરવામાં આવતી હોય છે.