ન્યૂકિલસ કક્ષા પછીની કક્ષા છે, જે કૃષિ યુનિવર્સિટીના ફાર્મ ઉપર બ્રીડરની સીધી દેખરેખ અને માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવે છે, અથવા તો રીસર્ચ વેરાયટી (સંશોધિત જાત) નું બ્રીડર કક્ષાનું બિયારણ જે તે સીડ કંપનીના જવાબદાર બ્રીડર ધ્વારા તૈયાર કરવામાં આવે છે. જે માટે નિયત પાકનું આયસોલેશન અંતર જાળવવું આવશ્યક છે. આ કક્ષાના બીજને 'બ્રીડર્સ ટેગ' અપાતી હોય છે. બ્રીડર કક્ષાના બીજ ઉત્પાદનની ગુણવત્તાના ધારાધોરણ જાળવવા અને બીજ ઉત્પાદન પ્લોટના મોનિટરિંગ માટે બ્રીડર સીડ ઉત્પન્ન થવાથી તેના વેચાણ સુધીના તબક્કાઓ વાર કુલ ૬ પ્રકારના પાક ફાર્મમાં માહિતી, બીજ ઉત્પાદન વિભાગ, કૃષિ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા ભારત સરકાર, ન્યુ દિલ્હીને મોકલવાની હોય છે.
બ્રીડર્સ કક્ષાના બીજ માતેનું પીળા રંગનું લેબલ