ડાંગરની રોપણી માટે ૧લી જુલાઈ થી ૧પ જુલાઈ સુધીનો સમય ઉતમ છે. સામાન્ય રીતે ર૧ થી રર દિવસે ધરૂ રોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છ અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે. આથી ધરૂવાડીયામા ડાંગરના બિજની વાવણી મોડામાં મોડું જુનના પ્રથમ પખવાડિયામાં કરવી.