ડાંગરના ધરૂ તેમજ પાકમા બીજજન્ય રોગોને અટકાવવા ડાંગરના બિયારણને કાર્બેન્ડાઝીમ સેરેસાન, અમીસાન, એગ્રોરોસાન અથવા થાયરમ પૈકી કોઈ પણ એક ફુગનાશક દવા ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજને પટ આપવો.
પાનનો સુકારો/ઝાળ (બેકટેરીયલ લીફ બ્લાઈટ)ના નિયંત્રણ માટે રપ કિલો બીજને ર૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન +૧ર ગ્રામ ભીંજક પારાયુકત દવા (એમિસાન -૬)ના દ્વાવણમાં ૮ થી ૧૦ કલાક પલાળી છાંયડે સુકવી, કોરા કરી ઉપયોગમાં લેવા.