NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  અઘળું (રેન્ડમ) રોપણ

આ પધ્ધતિમાં પાણી ભરેલી ક્યારી હાથના  અંગૂઠા વડે કોઈ ચોક્કસ અંતર અને લાઇનને ધ્યાને લીધા વગર હાથના અંગૂઠાથી થોડે થોડે અંતરે કાદવમાં ખોસી દેવામાં આવે છે. આ પધ્ધતિમાં બે છોડ વચ્ચે ચોક્કસ અંતર જળવાતું ન હોવાથી ખેતરમાં ડાંગરનું એક સરખું રોપણ થતું નથી. ડાંગર રોપણીમાં ઘણાબધા લોકો રોકાયેલ હોય કોઈ વ્યક્તિ જાડુ રોપણ કરે છે જ્યારે કેટલીક વ્યક્તિ આછું રોપણ કરે છે. સામાન્ય રીતે ખેડુતો ડાંગર રોપણની કામગીરી મજુરોને ઉચ્ચક કામગીરી આપતા હોવાથી જલ્દીથી રોપણ કરવાની લાલચ / ઉતાવળમાં ડાંગરના ચિપા દુર દુર રોપી વહેલાસર રોપણ પૂરું કરતાં હોવાથી ડાંગરનું રોપણ ઓછું થાય છે. આ પધ્ધતિમાં ફેરરોપણીનો ખર્ચ ઓછો આવે છે.  

        વૈજ્ઞાનિકોના અનુભવ  મુજબ આ પધ્ધતિમાં એક ચોરસ મીટર દિઠ ૧૨ થી ૧૮ થાણા જ માલુમ પડેલ છે. જેને લીધે ડાંગરનું ઉત્પાદન ઓછું આવે છે.

                                                               

                                                                                  અઘળું (રેન્ડમ) રોપણ