આધુનિક સમયમાં ડાંગરની રોપણી સમગ્ર વિસ્તારમાં એક સાથે થતી હોવાથી મજુરો / માણસોની અછતથી ડાંગરનું સમયસર રોપણ થઈ શકતું નથી. તેમજ મજુરીના ભાવ આ સમયે વધુ હોવાથી ખેતી ખર્ચ પણ વધુ આવે છે. આથી ડાંગરની રોપણી ઓછા ખર્ચે અને સમયસર કરવા માટે મશીનથી રોપણી કરવાનો વિકલ્પ સારો છે. હાલ ઘણી કંપનીઓ ડાંગર રોપણીના મશીન પેડીટ્રાન્સ પ્લાન્ટ ઉત્પાદન અને વેચાણ કરે છે. આ મશીનોની કિમત ખેડુતોને પરવડે તેમ ન પણ હોય એવું બને પરંતુ ખેડુત સહકારી મંડળી અથવા તો ખેડુતોના સ્વસહાય જુથ ધ્વારા મશીન વસાવવામાં આવે તો આર્થિક પ્રશ્ન નિવારી શકાય. કૃષિ ઓજારો બનાવતી અને વેચાણ કરતી કેટલીક કંપનીઓના પેડીટ્રાન્સ પ્લાન્ટ નીચે આપેલ છે.
|