ડાંગરની હાથથી રોપણની બીજી રીત ડાંગરના ધરૂને ચોક્કસ અંતરની લાઇનમાં રોપવામાં આવે છે.
આ પધ્ધતિમાં ડાંગરની ક્યારીની પોહળાઇ જેટલી એક લાબી દોરી લેવામાં આવે છે. ડાંગરની ક્યારીના બંને શેડા પર એક એક વ્યક્તિને દોરી પકડાવવામાં આવે છે. દોરી પકડેલા વ્યક્તિઓ દોરીને બંને બાજુથી પાણીની સપાટીથી થોડી ઉપર ખેચીને પકડી રાખે છે. જેથી દોરી એકદમ સીધી થઈ ત્યારબાદ ધરૂનું રોપણ કરતાં વ્યક્તિઓ / માણસો દોરીને અડીને તેમને ફાળવાએલ વિસ્તારમાં થોડે થોડે અંતરે લાઇનમાં રોપણ કરે છે. એક લાઇન પૂરી તથા દોરી પકડેલ વ્યક્તિઓ દોરી ઉચકીને અગાઉ રાખેલ લાઈનથી ચોકકસ અંતરે ફરીથી દોરી ખેચીને પકડી રાખશે. અને રોપણ કરતાં માણસો બીજી લાઇનમાં તેને ફારેલ વિસ્તારમાં ધરૂનું રોપણ કરશે. આમ એક પછી એક લાઇનમાં રોપણ થતું જશે. |
|
આ પધ્ધતિમાં બે લાઇન અને બે છોડ વચ્ચે ચોકકસ ભલામણ મુજબનું અંતર રાખવા માટે એક ખાસ યુક્તિ પ્રયોજવામાં આવે છે આ યુક્તિમાં બે લાકડાની પટ્ટીઓ તથા ખેતરની પહોળાઈથી થોડી વધુ લાબી દોરી લેવામાં આવે છે. અને ૧ થી ૧.૫ ઇંચ જાડી ૨ મીટર લંબાઇની લાકડાની બે પટ્ટીઓ જેને ગુજરાતીમાં ઓઠુ તથા અંગ્રજીમાં સ્ટાફ કહેવામા આવે છે. તે લેવામાં આવે છે જેના પર ભલામણ મુજબનું એટલેકે ૨૦ સેમીના અંતરે કાપા પાડવામાં આવે છે. અને આ કાપાને લાલ ઓઇલ પેન્ટથી કલર કરવામાં આવે છે. હવે ખેતર/ક્યારીની પોહળાઇથી થોડી વધુની લંબાઇની એક દોરીને ડાંગરની વધુની ભલામણ અંતરે લાલ કાપડના લીરા/પટ્ટા બાધો. જો બે છોડ વચ્ચે ૧૫ સેમીનું અંતર રાખવાની ભલામણ હોય તો દોરીને પર ૧૫ સેમીના અંતરે લાલ કાપડના પટ્ટા બાધવા. રોપણી દરમિયાન બાધેલા પટ્ટા ખસી ન જાય તે માટે દોરીના વખતે સહેજ ઉખેરીને બે વળ વચ્ચે કાપડની પટ્ટી ખોસી દોરી ને છોડી દેતા કાપડની પટ્ટી દોરીના વળ સાથે ફીટ થઈ જશે જેને લીધે કાપડની પટ્ટી આઘી / પાછી / એમ/ તેમ ખસશે નહીં.
તૈયાર થયેલ લાકડીની પટ્ટીઓ (ઓડ/સ્ટાફ) અને કાપડની પટ્ટી બાધેલી દોરોની મદદથી ઉપર જણાવ્યા પ્રમાણે રોપણ કરવાથી ક્યારીમાં ડાંગરનું રોપણ એક સરખું થશે. તથા એકમ વિસ્તારમાં ભલામણ થયેલ સંખ્યામાં ડાંગરના થાણા આવશે. આ પધ્ધતિથી ડાંગરના ઉત્પાદન આગલા રોપણ કરતાં ઘણું જ વધુ આવે છે.
આ ઉપરાંત ડાંગરના પાકમાં અંતરખેડ, નિદામણ કાર્ય, જંતુનાશક દવા, છટકાવ પુર્તિ ખાતર આપવામાં પાકની કાપણી કરવા પણ સુગમતા રહેશે.
સ્ટેપ – ૧ સ્ટેપ –૨
સ્ટેપ –૩ સ્ટેપ –૪
સ્ટેપ –૫ સ્ટેપ –૬
સ્ટેપ –૭