NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

જૈવિક ખાતરો વાપરવાની રીત

જૈવિક ખાતર પાકની વાવણીની પધ્દ્રતિ મુજબ બિયારણને પટ, ધરૂને માવજત, ચાસમાં ઓરીને તથા ટપક પધ્દ્રતિ માટે વાપરી શકાય છે. અઝોટોબેક્ટર તેમજ ફોસ્ફેટ કલ્ચર બંને કલ્ચર અલગ તેમજ ભેગા કરીને  વાપરી શકાય. ડાંગર પાકની વાવણી પધ્ધતિ મુજબ નીચે પૈકી કોઈપણ એક રીતે વાપરી શકાય છે

બિયારણને પટ આપીને

વાવણી પહેલા ૧ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ગોળ ઓગાળી દ્રાવણ તૈયાર કરવું. ૧ કિ.ગ્રા. બિયારણ માટે ૩ - ૫ મિલિ લિટર કલ્ચરને જરૂરી દ્રાવણમાં ભેળવી હાથ વડે એક સરખા પટ લાગે તે રીતે ભેળવો. ત્યારબાદ પટ આપેલા બિયારણને ઠંડકવાળી જગ્યામાં સૂકવી દેવું અને ભરભરૂ થયા બાદ વાવણી કરવી.

ધરૂને માવજત

ત્રણ થી પાંચ  મિલિ લિટર કલ્ચર અથવા જૈવિક ખાતરના પાઉડરને ને ૧ લિટર પાણીમાં નાખી  મિશ્રણ બનાવો. આ મિશ્રણમાં ધરૂનાં મૂળને ૧૫-૨૦ મિનિટ બોળીને રોપણી કરો.

ક્યારીમાં પૂકીને

ત્રણથી ચાર કિ.ગ્રા. જેટલા જૈવિક ખાતરને આશરે ૫૦ કિ.ગ્રા. છાણિયા ખાતર તથા ખેતરની ભીની માટી જોડે સારી રીતે મિશ્ર કરી ચાસમાં આપી દો. આ રીત ઉભા પાકમાં વધુ અનુકૂળ પડે છે.